ઈમરાનનું વિવાદાસ્પદ નિવેદન: 'ભારતની સરકાર એન્ટી મુસ્લિમ, એન્ટી પાકિસ્તાની'

ભાજપનું નામ લીધા વગર ઈમરાન ખાને તાક્યું નિશાન, ઈન્ટરવ્યૂમાં અપનાવ્યું ભારત વિરોધી વલણ

News18 Gujarati
Updated: December 7, 2018, 4:34 PM IST
ઈમરાનનું વિવાદાસ્પદ નિવેદન: 'ભારતની સરકાર એન્ટી મુસ્લિમ, એન્ટી પાકિસ્તાની'
પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન (ફાઇલ ફોટો)
News18 Gujarati
Updated: December 7, 2018, 4:34 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ફરી ભારત પ્રત્યે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કરતારપુર કોરિડોરના શિલાન્યાસ બાદ ઈમરાને ખાને કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે યુદ્ધ નહીં થાય. પરંતુ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં ઈમરાન ખાને કહ્યું છે કે, ભારતની મોદી સરકાર એન્ટી મુસ્લિમ અને એન્ટી પાકિસ્તાની છે. ઈમરાને આરોપ લગાવ્યો છે કે ભારતમાં લોકસભા ચૂંટણી ટૂંક સમયમાં યોજાવાની છે એટલા માટે પાકિસ્તાનને વિરોધી દર્શાવી રહ્યા છે.

ઈમરાન ખાને વોશિંગટન પોસ્ટને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે શીખ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવેલા કરતારપુર કોરિડોર અને 26/11 મુંબઈ હુમલાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઈન્ટરવ્યૂમાં ઈમરાને સવાલ ઉઠાવ્યો હતો કે ભારતે તેમના તરફથી દર્શાવવામાં આવેલા તમામ પ્રકારના જેસ્ચર્સને નકારી કાઢ્યા છે. તેની પર ઈમરાને કહ્યું કે આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે ભારતમાં લોકસભા ચૂંટણી આવવાની છે.

આ પણ વાંચો, ઈમરાન ખાને કહ્યું- ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે ક્યારેય નહીં થાય યુદ્ધ

જોકે, આ ઈન્ટરવ્યૂમાં ઈમરાને પીએમ મોદી અને ભાજપનું નામ ન લીધું પરંતુ ભારત વિરોધી વલણ ચોક્કસ દર્શાવ્યું. ઈમરાન ખાને કહ્યું કે, ભારતની રુલિંગ પાર્ટી એન્ટી મુસ્લિમ, એન્ટી પાકિસ્તાન વલણ રાખે છે. ઈમરાને બીજો સવાલ પૂછ્યો કે ભારત 2008ના મુંબઈ આતંકી હુમલાના કાવતરાખોરોને સજા અપાવવા માંગે છે.

ઈમરાને પૂછ્યું કે આ હુમલાના માસ્ટરમાઈન્ડ લશ્કર-એ-તૈયબાના આતંકી જાકી-ઉર-રહમાન લખવીને પાકિસ્તાનમાં જામીન મળેલા છે. 6 અન્ય સંદિગ્ધો પણ 9 વર્ષથી ટ્રાયલ ચાલી રહ્યો છે. અત્યાર સુધી કોઈ પરિણામ નથી આવ્યું. આ સવાલના જવાબમાં પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું કે તેઓ ઈચ્છે છે કે મુંબઈ હુમલો કરનારાઓ સામે એક્શન લેવાય.
First published: December 7, 2018
વધુ વાંચો अगली ख़बर