એર સ્ટ્રાઇક બાદ પાક.માં ફસાયેલી મહિલા ભારત પરત ફરી

News18 Gujarati
Updated: June 9, 2019, 11:41 AM IST
એર સ્ટ્રાઇક બાદ પાક.માં ફસાયેલી મહિલા ભારત પરત ફરી
પ્રતિકાત્મક તસવીર

ત્રણ મહિના પાકિસ્તાનમાં વિતાવ્યા બાદ મહિલા 30મી મેના રોજ ભારત પહોંચી હતી અને પોતાના પતિને મળી હતી.

  • Share this:
પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટ સ્થિત આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરી હતી. ભારતની આ કાર્યવાહી બાદ બંને દેશ વચ્ચે તણાવ વધી ગયો હતો. બંને દેશ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ હતી.

બંને દેશ વચ્ચે તણાવભરી સ્થિતિ ઉભી થવાને કારણે ભારતની એક મહિલાએ ત્રણ મહિના સુધી પાકિસ્તાનમાં જ રહેવું પડ્યું હતું. ત્રણ મહિના પાકિસ્તાનમાં વિતાવ્યા બાદ મહિલા 30મી મેના રોજ ભારત પહોંચી હતી અને પોતાના પતિને મળી હતી. પતિ સાથે મુલાકાત બાદ મહિલાએ વડાપ્રધાન મોદી અને તત્કાલિન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનો આભાર માન્યો હતો.

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં મહિલાએ કહ્યું કે, "મારી ઈચ્છા હતી કે હું હૈદરાબાદ ખાતે મારા પરિવાર સાથે ઇદની ઉજવણી કરું. મને મારા પરિવાર સાથે ઇદ મનાવવાનો મોકો મળ્યો હોવાથી હું ખૂબ જ ખુશ છું."

મહિલાએ કહ્યું, "મારો મુદ્દો ઉઠાવવા બદલ અને વિઝા મેળવવા માટે મદદ કરવા માટે તત્કાલિક વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને વડાપ્રધાન મોદીની હું આભારી છું."પિતાના ખબરઅંતર પૂછવા માટે પાકિસ્તાન ગઈ હતી મહિલામહિલાનું નામ સુમૈરા છે, જે પાકિસ્તાન મૂળની છે. 2011માં તેના લગ્ન હૈદરાબાદમાં રહેતા શૈક એઝાઝ મોહિયુદ્દીન સાથે થયા હતા. તે પોતાના બે બાળકો સાથે પિતાના ખબરઅંતર પૂછવા માટે પાકિસ્તાન ગઈ હતી. સુમૈરાએ 27મી ફેબ્રુઆરીના રોજ લાહોરથી ભારત પરત ફરવાનું હતું, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને કારણે વિમાને ઉડાન ભરી ન હતી. આ કારણે તેણે પાંચ દિવસ સુધી લાહોર એરપોર્ટ પર રોકાવું પડ્યું હતું.

સુમૈરાએ જણાવ્યું કે, જ્યારે તેણે પોતાના પતિ અને સાસુને આ સ્થિતિ અંગે માહિતી આપી ત્યારે તેમણે વિદેશ મંત્રાલયને આ મામલે હસ્તક્ષેપ કરવાનો આગ્રહ કર્યો હતો. જેના થોડા દિવસ પછી તેના અને તેના બાળકોના વિઝાની મુદ્દત પૂરી થઈ ગઈ હતી. જોકે, મહિલા ભારત પરત ફરીને ખૂબ જ ખુશ છે.
First published: June 9, 2019, 11:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading