પાકિસ્તાનનું ‘મિશન કશ્મીર’ ફરીથી થયું શરૂ, કશ્મીરી યુવાઓને આપી રહ્યું છે તાલીમ
પાકિસ્તાનનું ‘મિશન કશ્મીર’ ફરીથી થયું શરૂ, કશ્મીરી યુવાઓને આપી રહ્યું છે તાલીમ
પોલીસ અટકાયતમાં આતંકવાદીઓ (Twitter)
ISI લશ્કર-એ-તોયબા (LeT), જૈશ મોહમ્મદ (JeM), તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના અને અન્ય ઇસ્લામિક સ્ટેટ વિલાયહ હિંદ (ISHP) સાથે એક નવું ગઠબંધન બનાવી રહ્યું છે.
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાઓ વધી જતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. શું પાકિસ્તાની ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજેન્સ (ISI) ફરી પોતાનું મિશન કાશ્મીર શરૂ કરી રહી છે? આ હુમલાઓ પાછળ કોણ જવાબદાર છે? શું પાકિસ્તાન અફઘાનિસ્તાન બોર્ડર પર આતંકી સમૂહોની સાંઠગાંઠ છે? શું ઈસ્લામિક સ્ટેટ વિલાયાહ હિંદ (ISHP) ISIનો એક ભાગ છે?
News18એ ISIના એક સેવાનિવૃત્ત અધિકારી સાથે વાત કરી છે. તેમણે નામ ન છાપવાની શરત પર બ્લૂ પ્રિન્ટ અંગે જાણકારી આપી છે.
આ અધિકારીએ 10થી વધુ વર્ષ સુધી લાઈન ઓફ કંટ્રોલ પર તમામ ક્ષેત્રે કામ કર્યું છે.
2008 બાદ મુંબઈ આતંકવાદી હુમલો
અધિકારીએ આપેલ જાણકારી અનુસાર, ISI પોતાના મહત્વ અને અસ્તિત્વ માટે ફરી ‘મિશન કાશ્મીર’ શરૂ કર્યું છે.
સેવાનિવૃત્ત ISI અધિકારીએ જાણકારી આપતાં જણાવ્યું કે, વર્ષ 2008માં મુંબઈમાં આતંકી હુમલો કર્યા બાદ ભારત અને આંતરરાષ્ટ્રીય દબાણને કારણે ISIએ ભારત અને કાશ્મીર પરથી નિયંત્રણ ગુમાવી દીધું છે. દેશની ખરાબ આર્થિક પરિસ્થિતિ અને ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે બ્લેકલિસ્ટ કરવાની ધમકી આપી હોવાને કારણે સીમિત માત્રામાં ફંડ મળે છે.
ISI ભારતમાં કાશ્મીર તથા અન્ય 80થી વધુ મિશનને સંભાળતું હતું અને ઓપરેટ કરતું હતું. તત્કાલીન ISI પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ અહમદ શુજા પાશાએ 26-11ના હુમલા બાદ મિશન અને ફંડમાં કાપ મુકવો પડ્યો હતો. પાકિસ્તાન સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ લડાઈ હારી ચૂક્યું છે. ઓગસ્ટ 2021માં ઔતિહાસિક જીત થવા છતાં બલૂચિસ્તાન અને અફઘાનિસ્તાનમાં અસહાય છીએ.
THE ROGUE NEXUS
ISI લશ્કર-એ-તોયબા (LeT), જૈશ મોહમ્મદ (JeM), તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના અને અન્ય ઇસ્લામિક સ્ટેટ વિલાયહ હિંદ (ISHP) સાથે એક નવું ગઠબંધન બનાવી રહ્યું છે.
TTP શાંતિ ઈચ્છતું હોવાને કારણે તે નવા સમૂહમાં શામેલ થવા ઈચ્છતું નથી. ISI ‘જિહાદ-એ-અઝીમ’ માટે જમ્મુ કાશ્મીરમાં ઘુસવા અંગે વધુ ભાર મૂકી રહ્યું છે.
આ કારણોસર TTPએ અનેક ચર્ચા અને વાતચીત કરી હોવા છતાં પાકિસ્તાન શાંતિ રાખવાની સમજૂતી પર સહમત થતું નથી. ISHP એ જમ્મુ કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓને સંચાલિત કરવા માટે ટાર્ગેટ આપ્યો છે.
ફંડીંગ
અધિકારીએ આપેલ જાણકારી અનુસાર પાકિસ્તાનમાં રહેલ જમ્મુ કાશ્મીરની પૈતૃક સંપત્તિઓમાંથી ISIને ફંડિંગ મળી રહ્યું છે. સોપોર, કુપવાડા તથા અન્ય નાના ગામમાંથી આતંકવાદીઓની અચલ સંપત્તિઓ પાકિસ્તાનમાંથી સંચાલિત થાય છે અને વેચવામાં આવે છે. આ સંપત્તિના વેચાણમાંથી જે આવક પ્રાપ્ત થાય તે જેહાદના નામ પર આતંકવાદી સંગઠનને પ્રદાન કરવામાં આવે છે.
જેહાદ અને આઝાદીના નામ પર ISIએ જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેના સામે લડવા માટે કાશ્મીરી યુવાઓને તાલીમ આપી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર