Chinese Aircraft : 4.5મી પેઢીના J-10C ફાઈટર એરક્રાફ્ટને ચીન દ્વારા 2018માં તેના કાફલામાં સામેલ કરવામાં આવ્યું હતું. તે JF-17 કરતાં વધુ શક્તિશાળી છે, જે ચીન-પાક દ્વારા સંયુક્ત રીતે વિકસિત એક હળવુ લડાયક વિમાન છે, જેનો હાલમાં પાકિસ્તાન દ્વારા ઉપયોગ કરવામાં આવે છે.
પાકિસ્તાન : પાકિસ્તાને (Pakistan) શુક્રવારે ઔપચારિક રીતે ચીનના નવા ફાઈટર જેટ J-10Cને (Fighter jet J-10C) તેના સૈન્ય કાફલામાં સામેલ કર્યું છે. ફ્રેન્ચ બનાવટના રાફેલ ફાઈટર જેટને ભારતીય સેનામાં (Indian Army) સામેલ કરવાથી ગભરાઈને પાકિસ્તાને ઉતાવળે ચીન પાસેથી આ વિમાનો મેળવી લીધા હતા. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને (Pak PM Imran Khan) આ પ્રસંગે કહ્યું હતું કે ચીનમાં બનેલા આ વિમાનોએ તેની સૈન્ય તાકાતમાં ઘણો વધારો કર્યો છે.
ભારત પર સાધ્યું નિશાન
પાકિસ્તાનના પંજાબમાં મિન્હાસ કામરા એરબેઝ પર આયોજિત એક કાર્યક્રમને સંબોધતા ઈમરાન ખાને વાયુસેનામાં J10C જેટને સામેલ કરવાને મોટી ઉપલબ્ધિ ગણાવી. ભારતના રાફેલનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે દુર્ભાગ્યવશ આ ક્ષેત્રમાં અસંતુલન બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ તેના ઉકેલ તરીકે આજે આપણી સંરક્ષણ પ્રણાલીમાં મોટો વધારો થયો છે. ભારતનો આડકતરો ઉલ્લેખ કરતા ઈમરાન ખાને કહ્યું કે હવે કોઈપણ દેશે પાકિસ્તાન તરફ આક્રમકતાથી આગળ વધતા પહેલા બે વાર વિચારવું પડશે.
ઈમરાન ખાને કહ્યું કે લગભગ 40 વર્ષ પહેલા જ્યારે અમેરિકાથી મળેલા F-16 એરક્રાફ્ટને સેનામાં સામેલ કરવામાં આવ્યા ત્યારે આખો દેશ ખુશ હતો. હવે ફરી એકવાર એ તક આવી છે. પાકિસ્તાન હવે ચીન પાસેથી મળેલા J10C વિમાનો દ્વારા પોતાને મજબૂત કરી રહ્યું છે. તેણે માત્ર 8 મહિનામાં જ આ પ્લેન આપવા માટે ચીનનો આભાર માન્યો હતો. આ અવસર પર પાકિસ્તાન વાયુસેનાના વડા ઝહીર અહેમદ બાબર સિદ્ધુએ કહ્યું કે વાયુસેનામાં J-10Cને સામેલ કરવાથી સેનાની ક્ષમતામાં વધારો થયો છે. જો કે પાકિસ્તાનને ચીન પાસેથી કેટલા J10C એરક્રાફ્ટ મળ્યા છે તે જણાવવામાં આવ્યું નથી. પરંતુ ડિસેમ્બરમાં પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રાશિદ અહેમદે કહ્યું હતું કે ભારતના રાફેલનો મુકાબલો કરવા માટે અમે ચીન પાસેથી 25 J10C એરક્રાફ્ટનો આખો બેચ ખરીદવા જઈ રહ્યા છીએ. પાકિસ્તાને 23 માર્ચે વાર્ષિક સંરક્ષણ દિવસ પરેડમાં આ નવા ફાઇટર એરક્રાફ્ટને પ્રદર્શિત કરવાની જાહેરાત કરી છે.
J10 નું પૂરું નામ Xian 10 છે. આ ચીની કંપની ચેંગડુ દ્વારા બનાવવામાં આવ્યુ છે. ચીનમાં સિંગલ-સીટ J10 ની પ્રથમ ફ્લાઇટે 1998 માં ઉડાન ભરી હતી. J10C આનું એડવાન્સ વર્ઝન છે. આ 4.5મી પેઢીના ફાઇટર એરક્રાફ્ટને ચીને 2018માં તેના કાફલામાં સામેલ કર્યું હતું. ચીન પાસે હાલમાં સૌથી વધુ J-10 ફાઈટર એરક્રાફ્ટ છે. તે JF-17 કરતાં વધુ શક્તિશાળી છે, જે ચીન-પાક દ્વારા સંયુક્ત રીતે વિકસિત એક હળવા લડાયક વિમાન છે, જેનો હાલમાં પાકિસ્તાન દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. JF-17 ની તુલનામાં, J10C ને ઘણા મોટા ઇલેક્ટ્રોનિકલી સ્કેનિંગ રડાર સાથે ફીટ કરી શકાય છે. ચોથી પેઢીની મિસાઈલ પણ ફીટ કરી શકાય છે. તે Mach 2 ની ઝડપે 60,000 ફૂટની ઉંચાઈ સુધી ઉડી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર