Home /News /national-international /

જૈશ-એ-મોહમ્મદ અંગે સવાલ સાંભળી પાક વિદેશ મંત્રીના મોતિયા મરી ગયા

જૈશ-એ-મોહમ્મદ અંગે સવાલ સાંભળી પાક વિદેશ મંત્રીના મોતિયા મરી ગયા

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીની ફાઇલ તસવીર

ભારત- પાકિસ્તાન વચ્ચે પુલવામા હુમલા બાદ તણાવપૂર્વક માહોલ સર્જાયો છે. તાજેતરમાં જ પાકિસ્તાન દ્વારા એર સ્ટ્રાઇક બાદ બંને દેશો વચ્ચેની સ્થિતિ ગંભીર છે.

    ન્યૂઝ 18 ગુજરાતી: પાકિસ્તાનના વિદેશ મંત્રી મોહમ્મદ કુરેશી એક ઇન્ટરવ્યૂ દરમિયાન ખરાબ રીતે ફસાઈ ગયા હતા. એક સવાલના જવાબમાં કુરેશીએ જણાવ્યું હતું કે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સરકાર સંપર્કમાં છે. ત્યારબાદ બીબીસીના પત્રકારે કુરેશીને પૂછ્યું કે પુલવામા હુમલા બાદ કોઈએ જૈશ સાથે સંપર્ક કર્યો હતો કે નહીં? તેના જવાબમાં પાકિસ્તાન વિદેશ મંત્રી જવાબ આપી શક્યા નહોતા. શાહ મહેમૂદ કુરેશીના આ સવાલ પર મોતિયા મરી ગયા હતા. તેમના શબ્દો તુટવા લાગ્યા હતા અને ત્યારબાદ જેમ તેમ કરી અને તેમણે આ સ્થિતિને સંભાળી હતી.

    ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્વક માહોલ છે. પુલવામા હુમલો અને ત્યારબાદ ભારતના વળતા જવાબના કારણે સરહદ પર સ્થિતિ ગંભીર બની છે. જૈશ-એ-મોહમ્મદે પુલવામા હુમલાની જવાબદારી સ્વીકારી તેના વિશે બીબીસીના પત્રકારે જ્યારે સવાલ કર્યો ત્યારે શાહ મહેમૂદ કુરેશીએ જણાવ્યું હતું કે મને તેના પર ભરોષો નથી.

    આ પણ વાંચો: ભારત-પાક તણાવ: LoCની પાસે રહેનારા લોકોનું દર્દ- તેઓ અમને એક ઝાટકે મારી કેમ નથી દેતા

    પત્રકારે પૂછ્યું, ' શું તમને એ વિશ્વાસ નથી કે જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાનમાં કાર્યરત છે? તેમણે હુમલાની જવાબદારી લીધી છે'



    કુરેશીએ કહ્યું, 'એમાં કોઈ શંકા નથી. જૈશ પાકિસ્તાનમાં છે, પરંતુ જ્યારે આ હુમલા બાદ તેમનો સંપર્ક કરવામાં આવ્યો તો જૈશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી લેવાથી ઇન્કાર કરી દીધો હતો.'

    આ પણ વાંચો: J&K: હંદવાડા એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર, 5 જવાન શહીદ

    પત્રકારે બીજો સવાલ પૂછ્યો કે કોનો સંપર્ક કર્યો હતો, આ સવાલ સાંભળતાની સાથે જ શાહ મહેમૂદ કુરેશીના તમામ જવાબો સમાપ્ત થઈ ગયા. તેમના મોતિયા મરીય ગયા અને તેમણે ખચકાતા જેમ તેમ કરી અને પોતાનું વાક્ય પુરું કર્યુ કે અહીંયાના લોકોએ તેમનો સંપર્ક કર્યો હતો અને તેમણે હુમલાની જવાબદારી લેવાનો ઇન્કાર કરી દીધો હતો. કુરેશીએ વધુમાં જણાવ્યું, ' લોકો.. લોકો જે તેમને જાણે છે, તેમણે હુમલા અંગે પૂછ્યું ત્યારે જૈશ-એ-મોહમ્મદે ઇન્કાર કરી લીધો હતો.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Interview, Jaish e mohmmad, પાકિસ્તાન, પુલવામા, ભારત

    આગામી સમાચાર