PM મોદીની અમેરિકા યાત્રા માટે પાકિસ્તાને ન આપી એરસ્પેસ, ફગાવી ભારતની માંગ

News18 Gujarati
Updated: September 18, 2019, 9:18 PM IST
PM મોદીની અમેરિકા યાત્રા માટે પાકિસ્તાને ન આપી એરસ્પેસ, ફગાવી ભારતની માંગ
PM મોદીની અમેરિકા યાત્રા માટે પાકિસ્તાને ન આપી એરસ્પેસ

ધાનમંત્રી નરેન્દ્ર મોદીઆ રવિવારે અમેરિકાના હ્યૂસ્ટન શહેરમાં 50 હજાર અમેરિકાન ભારતીયોને સંબોધિત કરવાના છે. વિદેશમાં પીએમ મોદીની અત્યાર સુધીમાં આ સૌથી મોટી ઈવેન્ટ માનવામાં આવી રહી છે

  • Share this:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે એટલે કે 22 સપ્ટેમ્બરે અમેરિકાના હ્યૂસ્ટન શહેરમાં 'Howdy Modi' ઈવેન્ટમાં 50 હજાર ભારતીય-અમેરિકન નાગરીકોને સંબોધિત કરવાના છે. આ ઈવેન્ટ માટે પીએમ મોદી શનિવારે અમેરિકા માટે રવાના થશે. એવામાં ભારત સરકાર સરકારે પાકિસ્તાનને ઔપચારિક વાત કરી હતી કે પીએમ મોદીના પ્લેનને પોતાના એરસ્પેસ પરથી પસાર થવા દે. પરંતુ, પાકિસ્તાને આ માંગ ફગાવી દીધી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઆ રવિવારે અમેરિકાના હ્યૂસ્ટન શહેરમાં 50 હજાર અમેરિકાન ભારતીયોને સંબોધિત કરવાના છે. વિદેશમાં પીએમ મોદીની અત્યાર સુધીમાં આ સૌથી મોટી ઈવેન્ટ માનવામાં આવી રહી છે. આ સિવાય પીએમ મોદી 27 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGC)માં પણ ભાષણ આપવાના છે.

ભારતીય ઉચ્ચાયુક્તને પાકિસ્તાની વિદેશ મંત્રાલયે જાણકારી આપી

સમાચાર એજન્સી ANI અનુસાર, પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું કે, અમે ભારતીય ઉચ્ચાયોગને એ વાતની જાણકારી આપી દીધી છે કે, અમે અમારા એરસ્પેસનો ઉપયોગ ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિમાન માટે નહી કરવા દઈએ.



તમને જણાવી દઈએ કે, પીએમ મોદીની વિદેશમાં અત્યાર સુધીની આ સૌથી મોટી ઈવેન્ટ બતાવવામાં આવી રહી છે. આ સિવાય પીએમ મોદી 27 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પણ ભાષણ આપવાના છે.



એરસ્પેસ બંધ થવાથી ભારતને થાય છે કરોડોનુ નુકશાન
બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનનું એરસ્પેસ બંધ થવાના કારણે એર ઈન્ડીયાને 2 જુલાઈ સુધી 191 કરોડનું નુકશાન થયું હતું. સિવિલ એવિએશન મિનિસ્ટર હરદિપ સિંહ પુરીએ રાજ્યસભામાં જવાબ આપતા કહ્યું હતું કે, પાકિસ્તાનના એરસ્પેસ બંધ હોવાના કારણે પ્રાઈવેટ એરલાયન્સ સ્પાઈસજેટ 30.73 કરોડ, ઈન્ડીગોને 25.1 કરોડ અને ગો એરને 2.1 કરોડનું નુકશાન ઉઠાવવું પડ્યું છે.
First published: September 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...