ભારતીય સરહદની પાસે સોમવારે સવારે પાકિસ્તાની F 16 વિમાન અને ડ્રોન પસાર થયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય રડારે સવારે લગભગ 3 વાગ્યે 4 F 16 ફાઈટર જેટ અને ડ્રોન સરહદની પાસે પસાર થયા હોવાની પુષ્ટિ કરી. જે બાદ ભારતે તેને ખદેડવા માટે સુખોઈ 30 અને મિરાજ ફાઈટર જેટને મોકલ્યાં જે બાદ પાકિસ્તાની ફાઈટર જેટનો કાફલો પરત ફર્યો હતો.
આ પહેલાં 13 માર્ચે ભારતીય વાયુસેનાના રડારે પુંછ સેકટરમાં બે પાકિસ્તાની એરફોર્સ જેટ્સને ડિટેક્ટ કર્યા હતા, જે સરહદથી 10 કિમી નજીકથી પસાર થયા હતા. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ સરહદ પર રાત્રે જેટ્સની સુપરસોનિક બૂમ સંભળાઈ હતી.
2013માં પાકિસ્તાની એરફોર્સે 45 બુરાક યુએવી સામેલ કર્યા હતા. જેમાંથી 7 યુએવી છેલ્લાં 12 દિવસોમાં રાજસ્થાન સરહદ પર મોકલવામાં આવ્યા. તમામને ભારતીય સેનાએ પાડી દીધા હતા.
ભારતે 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલા પર ફિદાયીન હુમલો કર્યો હતો જે બાદ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સ્થિત આતંકી કેમ્પસ પર એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. જવાબમાં પાકિસ્તાની વાયુસેનાએ 27 ફેબ્રુઆરીએ ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય વાયુસેનાએ દુશ્મનના વિમાનોને ખદેડીને નિષ્ફળ કરી દીધા હતા.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર