VIDEO: જાણો વસ્તી વધારા અંગે શું કહ્યું પાકિસ્તાનના મંત્રીએ, સાંભળશો તો હસી પડશો
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે આજે એક વખત ફરી જાહેરમાં પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું.
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે આજે એક વખત ફરી જાહેરમાં પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ જ ગંભીર શબ્દોમાં કહ્યું હતું કે જ્યાં માર્કેટ 8 વાગે બંધ થાય છે, ત્યાં વસ્તી વધતી જ નથી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો પેટ પકડીને હસ્યા હતા.
નવી દિલ્હીઃ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે આજે એક વખત ફરી જાહેરમાં પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ જ ગંભીર શબ્દોમાં કહ્યું હતું કે જ્યાં માર્કેટ 8 વાગે બંધ થાય છે, ત્યાં વસ્તી વધતી જ નથી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો પેટ પકડીને હસ્યા હતા.
પાકિસ્તાનના પત્રકારે જ ટ્વિટર પર શેર કર્યો વીડિયો
આ વીડિયો પાકિસ્તાનના પત્રકાર નયલા ઈનાયતે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં પાકિસ્તાનના રક્ષા મંત્રી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બાળકોના જન્મ અને માર્કેટના બંધ થવા અંગે વિચિત્ર સંબંધ સ્થાપિત કરતા જોવા મળ્યા હતા. આ વીડિયોને ટાંકીને સોશિયલ મીડિયા પર લોકોએ અલગ-અલગ પ્રકારની ટિપ્પણી કરી હતી.
New research, babies can’t be made after 8pm. “There’s no population increase in countries where markets close at 8pm,” defence minister. pic.twitter.com/G5IUAuOYD6
વાયરલ થયેલા વીડિયોમાં ખ્વાજા આસિફે જણાવ્યું હતું કે “જહાં પે 8 બજે માર્કેટ બંધ કી વહા પે બચ્ચો કી તાદાદ કમ હી પેદા હો કી” અર્થાત જ્યાં માર્કેટ 8 વાગે બંધ થાય છે ત્યાં બાળકોના જન્મનું પ્રમાણ ઓછું છે.
પાકિસ્તાનના પત્રકાર નાયલા ઈનાયતે વીડિયોને શેર કરતા લખ્યું કે “નવું સંશોધન, બાળકોનો જન્મ 8 વાગ્યા પછી થતો જ નથી. જે દેશોમાં માર્કેટ 8 વાગ્યે બંધ થાય છે ત્યાં વસ્તી વધતી જ નથી.” આ વીડિયો વાયરલ થતા જ લોકોએ વિવિધ પ્રકારની કોમેન્ટ્સ કરીને આ વિચિત્ર તર્કની ઠેકડી ઉડાવી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઘણી વખત પાકિસ્તાનના ઘણા મંત્રીઓ આ પ્રકારની તર્ક વગરની કમેન્ટ્સ પ્રેસ કોન્ફરન્સમાં કરતા જોવા મળ્યા છે.
Published by:Vrushank Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર