ભારત-USનું દબાણ, પાકિસ્તાને હાફિઝ સઈદને માન્યો આતંકવાદી

યૂએનએસસીની પ્રતિબંધિત યાદીમાં અલ-કાયદા, તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન, લશ્કર-એ-ઝાંગવી, જમાત-ઉદ-દાવા, ફલાહ-એ-ઇન્સાનિયત (એપઆઈએફ), લશ્કર-એ-તોઇબા અને અન્ય આતંકી જૂથો સામેલ છે.

News18 Gujarati
Updated: February 13, 2018, 9:10 AM IST
ભારત-USનું દબાણ, પાકિસ્તાને હાફિઝ સઈદને માન્યો આતંકવાદી
હાફિઝ સઈદ (ફાઈલ તસવીર)
News18 Gujarati
Updated: February 13, 2018, 9:10 AM IST
અમેરિકા અને ભારતના દબાણમાં આવીને પાકિસ્તાન આતંકવાદ સામે કડક પગલા લેવા માટે મજબૂર બન્યું છે. પાકિસ્તાને એવું પગલું ભર્યું છે જેના કારણે આતંકવાદી હાફિઝ સઇદ તેમજ અન્ય આતંકી સંગઠનોની મુશ્કેલી વધી શકે છે.

પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ મમનૂન હુસૈને એક એવા વટહુકમ પર હસ્તાક્ષર કર્યા છે જેનો ઉદેશ્ય સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) દ્વારા પ્રતિબંધિત વ્યક્તિઓ અને લશ્કર-એ-તોઇબા, અલ-કાયદા અને તાલિબાન જેવા સંગઠનો પર પ્રતિબંધ મૂકવાનો છે.

ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનના રિપોર્ટ પ્રમાણે આ વટહુકમ ટેરરિઝમ પ્રિવેન્સન એક્ટની એક કલમમાં સુધારો કરે છે, જે અંતર્ગત અધિકારીઓને યૂએનએસસી દ્વારા પ્રતિબંધિત વ્યક્તિઓ અને આતંકવાદી સંગઠનો સામે મોટી કાર્યવાહી કરવી, તેમના કાર્યાલયો અને બેંક ખાતાઓને સીઝ કરવાના અધિકાર મળે છે.

સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી પ્રમાણે નેશનલ ટેરરિઝમ પ્રિવેન્સન ઓથોરિટી(એનએસસીટીએ)એ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું છે કે, ગૃહમંત્રી, નાણા મંત્રી અને વિદેશ મંત્રીની સાથે સાથે એનએસીટીએની એન્ટી-ટેરરિઝમ ફાઇનાન્સિંગ (સીએફટી) શાખા પણ આ મામલે સાથે મળીને કામ કરી રહી છે.

રાષ્ટ્રપતિ ભવનના એક અધિકારીઓ આ ઘટનાક્રમની પુષ્ટિ કરતા કહ્યું કે, આ અંગે કાયદો છે, પરંતુ તેમણે આ અંગે વિસ્તૃત જાણકારી આપવાનો ઇન્કાર કરતા કહ્યું હતું કે આ અંગે રક્ષા મંત્રાલય કંઈ પણ કહેવા માટે અધિકારિક ઓથોરિટી છે. અધિકારીઓ કહ્યું કે, 'સંબંધિત મંત્રાલય આ અંગેની સૂચના તેમજ કોઈ પ્રતિક્રિયા આપશે.'

નોંધનીય છે કે યૂએનએસસીની પ્રતિબંધિત યાદીમાં અલ-કાયદા, તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન, લશ્કર-એ-ઝાંગવી, જમાત-ઉદ-દાવા, ફલાહ-એ-ઇન્સાનિયત (એપઆઈએફ), લશ્કર-એ-તોઇબા અને અન્ય આતંકી જૂથો સામેલ છે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં સરકારે હાફિઝ સઇદ સાથે સંબંધ ધરાવતા બે સંગઠન જમાત-ઉદ-દાવા અને એફઆઈએફ પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી હતી, અને એવું માનવામાં આવ્યું હતું કે આ અંગે કોઈ પ્લાન સોંપવામાં આવ્યો છે. વર્ષ 2005માં યૂએનએસસી પ્રસ્તાવ 1267 અંતર્ગત લશ્કર-એ-તોઇબાને પ્રતિબંધિત સંગઠિત જાહેર કરવામાં આવ્યું હતું.
First published: February 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर