Home /News /national-international /ઈમરાનના નિવેદન પર વિપક્ષનો વાર, મોદીને પૂછ્યું- હવે કહો 'ટુકડે-ટુકડે' ગેંગ કોણ છે?

ઈમરાનના નિવેદન પર વિપક્ષનો વાર, મોદીને પૂછ્યું- હવે કહો 'ટુકડે-ટુકડે' ગેંગ કોણ છે?

ન્યૂઝ18 ક્રિએટિવ

કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે તમામ ભારતીયોને જાણવું જોઈએ કે જો મોદી ચૂંટણી જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને બુધવારે કહ્યું કે જો ભારતની લોકસભા ચૂંટણીમાં બીજેપી જીતશે તો બંને દેશોની વચ્ચે શાંતિની વધુ શક્યતાઓ છે. ઈમરાન ખાનના આ નિવેદન બાદ વિપક્ષી પાર્ટીઓએ પીએમ મોદી અને બીજેપી પર હુમલા કરવાની તક મળી ગઈ.

ઈમરાન ખાનના નિવેદનને લઈ પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીએ કહ્યું કે, 'ભક્ત પોતાનું માથું ખંજવાળશે અને વિચારશે કે તેમણે ઈમરાન ખાનના વખાણ કરવા જોઈએ કે નહીં.' બીજી તરફ, નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ પૂછ્યું કે 'જો પાકિસ્તાનના પીએમે રાહુલ ગાંધીને ભારતના આગામી વડાપ્રધાન તરીકે સમર્થન આપ્યું તો કેવી પ્રતિક્રિયા આપશે?'

ઉમર અબ્દુલ્લાએ ટ્વિટર પર લખ્યું કે, 'હવે 'ટુકડે-ટુકડે' ગેંગ કોણ છે, બીજેપી દ્વારા કોંગ્રેસની વિરુદ્ધ અપનાવેલી ભાષા એ વાતનો ઈશારો છે કે તે ભારતને પોતાની નીતિઓથી વિભાજિત કરવા માંગે છે.'

આ પણ વાંચો, પાક. PM ઇમરાન ખાન ઇચ્છે છે ભારતમાં ફરી મોદી સરકાર બને, જાણો કારણ

રોયટર્સના રિપોર્ટનો સંદર્ભ ટાંકતા ઉમર અબ્દુલ્લાએ લખ્યું કે, 'મોદી સાહેબ દેશને જણાવી રહ્યા છે કે માત્ર પાકિસ્તાન અને તેમનાથી સહાનુભૂતિ રાખનારા ઈચ્છે છે કે બીજેપી હારી જશે. ઈમરાન ખાને બીજા કાર્યકાળ માટે તેમનું સમર્થન કર્યું છે.'

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ બીજેપી અને મોદી પર કટાક્ષ કરતાં કહ્યું કે, 'પાકિસ્તાને ઓફિશિયલ રીતે મોદી સાથે ગઠબંધન કરી લીધું છે. પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું કે, મોદી માટે વોટ પાકિસ્તાન માટે વોટ છે. મોદીજી, પહેલા નવાજ શરીફ સાથે પ્રમે અને હવે ઈમરાન ખાન આપને માનીતા યાર! ઢોલની પોલ ખુલી ગઈ છે.'

આ અવસરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ચૂપ નથી રહ્યા. કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે તમામ ભારતીયોને જાણવું જોઈએ કે જો મોદી ચૂંટણી જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે.

ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાને બુધવારે કહ્યું છે કે જો વડાપ્રધાન મોદીની પાર્ટી બીજેપી લોકસભા ચૂંટણીમાં જીતશે તો તે શાંતિ વાર્તા માટે સારું રહેશે. ખાને કહ્યું છે કે આ ચૂંટણીમાં જો ભારતમાં વિપક્ષી પાર્ટી કોંગ્રેસની આગેવાનીવાળી સરકાર સત્તામાં આવે છે તો તે પાકિસ્તાનની સાથે સમજૂતી કરવાથી પણ પાછળ હટી શકે છે. પાકિસ્તાની પીએમે વિદેશી પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે જો દક્ષિણપંથી પાર્ટી બીજેપી જીતે છે તો કાશ્મીરમાં કોઈ પ્રકારની સમજૂતી થઈ શકે છે.
First published:

Tags: Imran Khan, Kashmir issue, Lok sabha election 2019, નરેન્દ્ર મોદી, મોદી સરકાર