Home /News /national-international /

ખુની બન્યો પદ્માવતીનો વિરોધ- લટકતી લાશ સાથે લખ્યું, અમે માત્ર પુતળા જ નથી લટકાવતા

ખુની બન્યો પદ્માવતીનો વિરોધ- લટકતી લાશ સાથે લખ્યું, અમે માત્ર પુતળા જ નથી લટકાવતા

રાજસ્થાનમાં પદ્માવતીનો વિરોધ ખુની બની ગયો છે. જયપુર સ્થિત નાહરગઢના કિલ્લામાં એક યુવકની લાશ લટકતી મળી છે.

રાજસ્થાનમાં પદ્માવતીનો વિરોધ ખુની બની ગયો છે. જયપુર સ્થિત નાહરગઢના કિલ્લામાં એક યુવકની લાશ લટકતી મળી છે.

રાજસ્થાનમાં પદ્માવતીનો વિરોધ ખુની બની ગયો છે. જયપુર સ્થિત નાહરગઢના કિલ્લામાં એક યુવકની લાશ લટકતી મળી છે. લાશ પાસે એક પથ્થર પર મેસેજ પણ લખવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, "અમે માત્ર પુતળા જ નથી લટકાવા. લોકો પદ્માવતીનો વિરોધ કરી રહ્યાં છે, અમે પોતાને ખત્મ કરી રહ્યાં છીએ."


કરણી સેનાના નેતા ગોવિંદ સિંહે કહ્યું લોકોમાં ફિલ્મ પદ્માવતીને લઈને ખુબ જ વિરોધ છે. લોકોની ભાવના આના વિરૂદ્ધ છે. જોકે, તેમનેલોકોને અપીલ કરતાં કહ્યું કે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરે અને પોતાને સુરક્ષિત રાખે.


ડેડબોડી મળ્યાની જાણકારી મળ્યા બાદ પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ મર્ડરનો શક જતાવી રહી છે. જણાવી દઈએ કે, સંજય લીલા ભંસાળીની ફિલ્મ પદ્માવતીનો હાલમાં આખા દેશમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત ગુજરાત સહિત દેશના ચાર રાજ્યોમાં તો આ ફિલ્મને રિલિઝ કરવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.


મરનાર શખ્સનનું નામ ચેતન કુમાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તે જયપુરનો રહેવાસી છે, તેની ઉંમર માત્ર 22-23 વર્ષની છે. તેના ખિસ્સામાંથી એક મુંબઈની ટ્રેનની ટિકિટ મળી છે.


દિલ્હી હાઈકોર્ટે અરજી ફગાવી


દિલ્હી હાઈકોર્ટે પદ્માવતી ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા માટે કરેલી અરજીને ફગાવી દીધી છે. હાઈકોર્ટે કહ્યું કે, હાલમાં આ મામલો સેન્સર બોર્ડ પાસે પેન્ડિંગ છે, જ્યારે આવી અરજી સુપ્રિમ કોર્ટ ફગાવી દીધી છે, તો સુનવણી કોઈ જરૂરત જ નથી. તેથી અમે આ અરજીને રદ્દ કરીએ છીએ.




First published:

Tags: Deadbody jaipur, Karni sena, Padmavati

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन