પદ્મ ભૂષણ PDP નેતાએ કહ્યું - જમ્મુ-કાશ્મીરને અમેરિકા-પાકિસ્તાને પણ ભારતનું અભિન્ન અંગ માન્યું

News18 Gujarati
Updated: January 26, 2020, 6:21 PM IST
પદ્મ ભૂષણ PDP નેતાએ કહ્યું - જમ્મુ-કાશ્મીરને અમેરિકા-પાકિસ્તાને પણ ભારતનું અભિન્ન અંગ માન્યું
પીડીપી નેતા મુજફ્ફર હુસૈન બેગ

PDP નેતા મુજ્જફ્ફર બૈગે કહ્યું - જમ્મુ કાશ્મીરમાં ક્યારેય કોઈ જનમત સંગ્રહ ના થઈ શકે નહીં

  • Share this:
શ્રીનગર : પદ્મ ભૂષણ(Padma Bhushan)માટે નામિત પીડીપી નેતા મુજફ્ફર હુસૈન બેગે (PDP Leader Muzaffar Hussain Beg) રવિવારે જમ્મુમાં કહ્યું હતું કે આ પુરુસ્કાર મને નહીં પણ જમ્મુ કાશ્મીર(Jammu Kashmir)ના લોકોને આપવામાં આવ્યો છે.

PDP નેતા મુજ્જફ્ફર બૈગે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે દેશમાં જેટલી પણ રાજ્યો છે તેમની સાથે-સાથે અને તેનાથી પણ એક પગલું આગળ જમ્મુ કાશ્મીરમાં વિકાસ થાય. અહીંના લોકોના હક યથાવત્ રહે અને અમે આ દેશના ભાગ જેવા હતા તેનાથી પણ મજબૂત ભાગ બનીને રહીએ.

પાકિસ્તાન અને અમેરિકાએ માન્યું કાશ્મીર ભારતનો ભાગ

બેગે આગળ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં ક્યારેય કોઈ જનમત સંગ્રહ ના થઈ શકે નહીં. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન (Imran Khan)અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)જમ્મુ કાશ્મીર માટે સ્વાયત્તતાની માંગણી કરી રહ્યા છે. તેનો મતલબ છે કે તેમણે સ્વિકાર કર્યો છે કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. બેગે કહ્યું કે અમે માંગણી કરીએ છીએ કે જમ્મુ કાશ્મીરને સંવિધાન પ્રમાણે બધા અધિકાર આપવા જોઈએ.આ વર્ષે રાષ્ટ્રપતિએ 144 પદ્મ પુરુસ્કારની જાહેરાત કરી છે. આ લિસ્ટમાં 7 પદ્મ વિભૂષણ, 16 પદ્મ ભૂષણ અને 118 પદ્મ શ્રી છે. આ લિસ્ટમાં 34 મહિલાઓ છે. 18 લોકો NRI છે. જ્યારે 12 લોકોને મરણોપરાંત એવોર્ડ આપવામાં આવશે. પૂર્વ કેન્દ્રીય મંત્રી જોર્જ ફર્નાન્ડિસ, અરુણ જેટલી, સુષ્મા સ્વરાજને મરણોપરાંત પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવશે. આ સિવાય બોક્સર એમસી મેરિકોમ સહિત 7 લોકોને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે.
First published: January 26, 2020
વધુ વાંચો
अगली ख़बर