PADMA AWARDS 2023: ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આજે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ભારતના મહાનુભાવો કે જેમણે દેશ માટે વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપ્યું છે તેઓને પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે.
PADMA AWARDS 2023: ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આજે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ભારતના મહાનુભાવો કે જેમણે દેશ માટે વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપ્યું છે તેઓને પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે.
કયા જાણીતા ચહેરાઓ?
દેશની જાણીતી હસ્તીઓની વાત કરીએ તો નારાયણ મુર્તિના પત્ની અને જાણીતા લેખક સુધા મુર્તિને પદ્મ ભુષણ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય જાણીતા બિઝનેસમેન કુમાર મંગલમ બિરલાને પદ્મ ભુષણ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
તો દિવંગત બિઝનેસમેન રાકેશ ઝૂનઝુનવાલાને મરણોપરાંત પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય RRR ફિલ્મના સંગીતકાર એમ એમ કિરવાણી અને અભિનેત્રી રવિના ટંડનને પદ્મ શ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
सुधा मूर्ति, कुमार मंगलम बिड़ला पद्म भूषण पाने वालों में शामिल हैं।
राकेश राधेश्याम झुनझुनवाला (मरणोपरांत), RRR फिल्म के संगीतकार एम.एम. कीरवानी, अभिनेत्री रवीना रवि टंडन पद्म श्री पाने वालों में शामिल हैं। pic.twitter.com/u6rExfSV2e
આત્મનિર્ભર નાના ખેડૂત તુલા રામ ઉપ્રેતી (98 વર્ષ)ને કૃષિ ક્ષેત્રે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. તે માત્ર પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને જૈવિક ખેતી કરે છે.
પયન્નુરના ગાંધીવાદી અને સ્વાતંત્ર્ય સેનાની વી પી અપ્પુકુટ્ટન પોદુવાલમને સામાજિક કાર્ય (ગાંધી) ક્ષેત્રે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.
મંડીના ઓર્ગેનિક ખેડૂત નેકરામ શર્માને પણ કૃષિ ક્ષેત્રે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. તેમણે નવ અનાજની પરંપરાગત પાક પદ્ધતિને પુનર્જીવિત કરવાનું કામ કર્યું.
પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. દિલીપ મહાલનાબીસને દવા (બાળ ચિકિત્સા) ક્ષેત્રે પદ્મ વિભૂષણ (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યો હતો. 25 લોકોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તેમણે ORS ની શોધમાં મહત્વનુ યોગદાન આપ્યું હતું.
चिकित्सा(बाल रोग) के क्षेत्र में ओआरएस अग्रणी दिलीप महलानाबीस को पद्म विभूषण (मरणोपरांत) दिया जाएगा। pic.twitter.com/lbX7Wgntc6
પદ્મ શ્રી શ્રી હેમંત ચૌહાણ- આર્ટ શ્રી ભાનુભાઇ ચૈતારા- આર્ટ શ્રી મહિપત કવિ- આર્ટ શ્રી અરિઝ ખંભાતા- આર્ટ શ્રી હીરાબાઈ લોબી- આર્ટ ડો. મહેન્દ્ર પાલ- આર્ટ શ્રી પરેશભાઈ રાઠવા- આર્ટ
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર