Home /News /national-international /

Padma Awards 2022: કર્મચારીઓને ફ્લેટ-મર્સિડીઝ ભેટ આપનાર સવજી ધોળકિયાને પદ્મ પુરસ્કાર

Padma Awards 2022: કર્મચારીઓને ફ્લેટ-મર્સિડીઝ ભેટ આપનાર સવજી ધોળકિયાને પદ્મ પુરસ્કાર

તસવીર - સવજી ધોળકિયા ફેસબુક પેજ

દર વર્ષે ગણતંત્ર દિવસના (Republic Day 2022) અવસર પર ભારત સરકાર દ્વારા કેટલાક લોકોને પદ્મ પુરસ્કાર (padma award) આપવામાં આવે છે. આ અંતર્ગત ત્રણ કેટેગરીમાં સન્માન આપવામાં આવે છે

    દર વર્ષે ગણતંત્ર દિવસના (Republic Day 2022) અવસર પર ભારત સરકાર દ્વારા કેટલાક લોકોને પદ્મ પુરસ્કાર (padma award) આપવામાં આવે છે. આ અંતર્ગત ત્રણ કેટેગરીમાં સન્માન આપવામાં આવે છે - પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી.(padma shri award) આ સન્માન એવા લોકોને આપવામાં આવે છે જેઓ દેશના નાગરિકો માટે અસાધારણ કામ કરે છે. આ વખતે પણ ભારત સરકારે પદ્મ પુરસ્કાર વિજેતાઓની યાદી જાહેર કરી છે. જેમાં વેપાર જગતના ઘણા દિગ્ગજ લોકો સામેલ છે.

    કર્મચારીઓને મોંઘી બેટ આપનાર સવજી ધોલકિયાને પદ્મશ્રી

    આ લિસ્ટમાં વેપારની જે હસ્તીઓના નામ સામેલ છે તેમાં સૌથી રસપ્રદ નામ સવજીભાઈ ધોળકિયાનું (savji bhai dholakia) છે. જો કે તેઓ ખૂબ મોટા બિઝનેસમેન છે, પરંતુ આ વખતે તેમને સામાજિક કાર્ય માટે એવોર્ડ મળ્યો છે. સવજીભાઈ ધોળકિયાએ તેમના કર્મચારીઓને ફ્લેટ્સ અને મર્સિડીઝ કાર ગિફ્ટ કર્યા બાદ ચર્ચામાં આવ્યા હતા. હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સના સ્થાપક અને ચેરમેન સવજી ધોળકિયાએ વર્ષ 2016માં દિવાળીના અવસરે તેમના કર્મચારીઓને 400 ફ્લેટ અને 1260 કાર ભેટમાં આપી હતી. અહેવાલો અનુસાર હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સમાં 5000થી વધુ કર્મચારીઓ કામ કરે છે.

    આ લિસ્ટમાં વેપારની જે હસ્તીઓના નામ સામેલ છે તેમાં સૌથી રસપ્રદ નામ સવજીભાઈ ધોળકિયાનું છે. જો કે તેઓ ખૂબ મોટા બિઝનેસમેન છે, પરંતુ આ વખતે તેમને સામાજિક કાર્ય માટે એવોર્ડ મળ્યો છે. સવજીભાઈ ધોળકિયાએ તેમના કર્મચારીઓને ફ્લેટ્સ અને મર્સિડીઝ કાર ગિફ્ટ કર્યા બાદ ચર્ચામાં આવ્યા હતા. હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સના સ્થાપક અને ચેરમેન સવજી ધોળકિયાએ વર્ષ 2016માં દિવાળીના અવસરે તેમના કર્મચારીઓને 400 ફ્લેટ અને 1260 કાર ભેટમાં આપી હતી. અહેવાલો અનુસાર હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સમાં 5000થી વધુ કર્મચારીઓ કામ કરે છે.

    આ પણ વાંચો: બાળક કોરોના સંક્રમિત હોય તો આ રીતે કરો સારવાર, કેન્દ્ર સરકારે ગાઇડલાઇન્સ જારી કરી

    સવજી ધોળકિયાનો જન્મ ગુજરાતના અમરેલી જિલ્લાના એક નાનકડા ગામમાં થયો હતો. ભણવામાં તેમનું મન લાગતું ન હતું. 13 વર્ષની ઉંમરે સવજીભાઇ સુરત આવ્યા હતા અને નાના કારખાનામાં કામ કરવા લાગ્યા હતા. સવજીભાઇના કહેવા પ્રમાણે તેમણે લગભગ 10 વર્ષ સુધી હીરા ગ્રાઇન્ડીંગનું કામ કર્યું અને તેના વિશે ઘણો અનુભવ મેળવ્યા પછી તેમણે પોતાના ઘરે કેટલાક મિત્રો સાથે મળીને હીરા ગ્રાઇન્ડીંગનું કામ શરૂ કર્યું હતું. જે ધીમે ધીમે આગળ વધવા લાગ્યું. આજે તેમની કંપની 50 દેશોમાં હીરા સપ્લાય કરે છે.

    વેપારની દુનિયાના ભાગમાં આવ્યા 5 પદ્મ ભૂષણ સન્માન

    પદ્મ સન્માનની આ લિસ્ટમાં વેપાર અને ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીના મોટા દિગ્ગજોના નામ સામેલ છે. ટાટા ગ્રુપના ચેરપર્સન નટરાજન ચંદ્રશેખરનને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભારત બાયોટેકના ચેરમેન ક્રિષ્ના એલા અને કંપનીના સહ-સ્થાપક અને નિર્દેશક શ્રીમતી સુચિત્રા એલાને પદ્મ ભૂષણ એવોર્ડ મળ્યો છે. માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નારાયણ નડેલા, ગૂગલના સુંદર પિચાઈ અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સાયરસ એસ પૂનાવાલાને પણ પદ્મ ભૂષણતી સન્માનિત કરાયા છે.

    આ પણ વાંચો: Republic Day 2022: વીરતા પુરસ્કારોની જાહેરાત, Neeraj Chopra ને પરમ વિશિષ્ટ સેવા મેડલ

    આ ઉદ્યોગપતિઓને પદ્મશ્રી એવોર્ડ મળ્યા

    રૂપા કંપની લિમિટેડના ચેરમેન અને ડાયરેક્ટર પ્રહલાદ રાય અગ્રવાલ, ચઢદી કલા ટાઈમ ટીવી ગ્રૂપના એડિટર-ઈન-ચીફ જગજીત સિંહ દાર્દી, મુક્તા શૂઝ ઈન્ડસ્ટ્રીના ફાઉન્ડર મુક્તામણી દેવી, હરિ કૃષ્ણ એક્સપોર્ટના ફાઉન્ડર અને ચેરમેન સવજી ધોળકિયા અને જાપાનના રાયકો હીરાને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Savji Dholakia, પદ્મ ભૂષણ, પદ્મ શ્રી, સવજી ધોળકિયા

    આગામી સમાચાર