પદ્મ એવોર્ડની જાહેરાત, શાહબુદ્દીન રાઠોડ સહિત ગુજરાતના 8 લોકોને મળ્યું સન્માન

News18 Gujarati
Updated: January 25, 2020, 11:01 PM IST
પદ્મ એવોર્ડની જાહેરાત, શાહબુદ્દીન રાઠોડ સહિત ગુજરાતના 8 લોકોને મળ્યું સન્માન
શાહબુદ્દીન રાઠોડ

આ વર્ષે રાષ્ટ્રપતિએ 144 પદ્મ પુરુસ્કારની જાહેરાત કરી છે. આ લિસ્ટમાં 7 પદ્મ વિભૂષણ, 16 પદ્મ ભૂષણ અને 118 પદ્મશ્રી છે

  • Share this:
નવી દિલ્હી : ગણતંત્ર દિવસ(Republic Day)ની પૂર્વ સંધ્યા પર સરકારે વર્ષ 2020 માટે પદ્મ પુરુસ્કારની જાહેરાત કરી દીધી છે. આ વર્ષે રાષ્ટ્રપતિએ 144 પદ્મ પુરુસ્કારની જાહેરાત કરી છે. આ લિસ્ટમાં 7 પદ્મ વિભૂષણ, 16 પદ્મ ભૂષણ અને 118 પદ્મ શ્રી છે. આ લિસ્ટમાં 34 મહિલાઓ છે. 18 લોકો NRI છે. જ્યારે 12 લોકોને મરણોપરાંત એવોર્ડ આપવામાં આવશે. ગુજરાતના 8 લોકોને આ એવોર્ડથી સન્માનિત કરાશે.

ગુજરાતમાંથી આ લોકોને મળશે પદ્મશ્રી

જાણીતા આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોષીને પદ્મ ભૂષણથી સન્માનવામાં આવશે. જ્યારે સુધીર જૈન (સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ), યાશ્ઝદી કરંજીયા (કલા), નારાયણ જોષી કરીયાલ (સાહિત્ય), ગફુર ભાઇ બિલાખીયા (વેપાર અને ઉદ્યોગ), શાહબુદ્દીન રાઠોડ (સાહિત્ય અને કલા), એચ એમ દેસાઇ ( સાહિત્ય અને શિક્ષણ) અને ડો.ગુરદીપ સિંઘ (મેડિસિન)ને પદ્મશ્રીથી સન્માનિત કરાશે.

આ પણ વાંચો - જેટલી, સુષ્મા સ્વરાજ સહિત 7ને પદ્મ વિભૂષણ, 16ને પદ્મ ભૂષણ, 118ને પદ્મ શ્રી સન્માન

પૂર્વ કેન્દ્રીય મંત્રી જોર્જ ફર્નાન્ડિસ, અરુણ જેટલી, સુષ્મા સ્વરાજને મરણોપરાંત પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવશે. આ સિવાય બોક્સર એમસી મેરિકોમ સહિત 7 લોકોને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે. 16 હસ્તીઓને પદ્મ ભૂષણ અને 118 લોકોને પદ્મશ્રી આપવામાં આવશે. છન્નુલાલ મિશ્રા અને અનિરુદ્ધ જગન્નાથને પણ પદ્મ વિભૂષણથી સન્માનિત કરાશે. વિશ્વેશતીર્થ સ્વામીજીને મરણોપરાંત પદ્મ વિભૂષણ સન્માન મળશે. પૂર્વ કેન્દ્રીય મંત્રી મનોહર પર્રિકર (મરણોપરાંત), આનંદ મહીન્દ્રા, પીવી સિંધૂ સહિત 16ને પદ્મ ભૂષણથી આપવામાં આવશે.
First published: January 25, 2020, 11:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading