ઉત્તર ભારત માટે પ્રદૂષણ મુક્ત શિયાળાની યોજના, પરાલીમાંથી બનાવાશે બાયોગેસ

પંજાબ (Punjab), હરિયાણા (Haryana)અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મોટા પાયે આવતી ડાંગરની પરાલી સળગાવવામાં આવે છે

Parali Biogas station- પરાળ દ્વારા બાયોગેસ સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યો છે અને તેના દ્વારા ગાડીઓ દોડશે

  • Share this:
શિયાળાની ઋતુ (Winter season)આવતા જ ઉત્તર ભારતમાં લોકોને સ્મોગની સમસ્યાનો સામનો કરવો પડે છે. તેનું સૌથી મોટું કારણ પંજાબ (Punjab), હરિયાણા (Haryana)અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મોટા પાયે સળગાવવામાં આવતી ડાંગરની પરાલી (parali)છે. આ સમસ્યા એટલી વિકરાળ બને છે કે દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બને છે. ઝીરો વિઝીબિલીટીના કારણે વાહન ચાલકો માટે અકસ્માતનો ભય વધુ ગંભીર બને છે. પરંતુ હવે આ પરાળ દ્વારા બાયોગેસ (biogas station)તૈયાર કરવામાં આવી રહ્યો છે અને તેના દ્વારા ગાડીઓ દોડશે.

પરાલીમાંથી બનશે બાયોગેસ

પરાલી અને કચરા દ્વારા બાયોગેસ બનાવવાની ટેક્નોલોજી નોઇડા સ્થિત ગ્રીન એનર્જી કંપની નેક્સજેન એનર્જી લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવી છે. આ તકનીકનો બીજો ફાયદો એ છે કે બાયોગેસ બનાવવાની આ પ્રક્રિયામાં મોટા પ્રમાણમાં જૈવિક ખાતર પણ મળે છે. આ બાયોગેસને કંપ્રેસ કરીને સિલિન્ડરમાં ભરવામાં આવે છે અને સીએનજી સ્ટેશનના બાયોગેસ પંપ પર તેના દ્વારા ગાડીઓને રીફીલ કરી શકાય છે.

ખેડૂતો પાસેથી ખરીદશે પરાલી

કંપનીએ જણાવ્યા અનુસાર તેઓ આ બાયોગેસના ઉત્પાદન માટે પંજાબ અને હરીયાણાના ખેડૂતો પાસેથી મોટા પાયે પરાલી ખરીદશે. સાથે જ ખેડૂતોને સસ્તા દરે જૈવિક ખાતર આપશે. કંપ્રેસ્ડ બાયોગેસ બનાવવા માટે કંપનીએ હરિયાણાના અંબાલામાં પ્લાન્ટ શરૂ કરી દીધો છે. જલ્દી જ પંજાબ અને યુપીમાં પણ આ પ્રકારના પ્લાન્ટ લગાવવામાં આવશે.

આ પણ વાંચો - ભત્રીજાની હત્યા કરીને જેલ ગયો, 10 વર્ષની સજા કાપી, બહાર આવ્યો તો સાળીની હત્યા કરી

આ શહેરોમાં ખુલશે બાયોગેસ સ્ટેશન

નેક્સજેન એનર્જીના એમડી ડો. પીયૂષ દ્વિવેદીએ જણાવ્યું કે સૌથી પહેલા આ કંપ્રેસ્ડ બાયોગેસ સ્ટેશન (સીબીજી સ્ટેશન) જીંદ, અંબાલા, બાગપત, ખુર્જા અને ફતેહાબાદમાં લગાવવામાં આવશે. આગામી વર્ષે માર્ચ પહેલા કામ કરવાનું શરૂ કરી દેશે.

આ પહેલા ઇન્ડિયન ઓઇલે કરી હતી પહેલ

અગાઉ ઇન્ડિયન ઓઇલ પણ પરાલી દ્વારા સીબીજી બનાવવાની દિશામાં આગળ વધી ચૂકી છે. કંપનીએ પંજાબ સરકાર સાથે આ પ્લાન્ટ માટે એમઓયુ પણ સાઇન કર્યા છે. તો પરાલીની સમસ્યાને ઉકેલવા માટે આઇઆઇટી દિલ્હીએ તેના દ્વારા ડિસ્પોઝેબલ વાસણ બનાવવા અને કાગળ બનાવવાની ટેક્નિક પણ વિકસાવી છે.

સરકારની યોજના શું છે?

સરકાર પણ આગામી શિયાળાની સિઝનને ઉત્તર ભારત માટે પ્રદૂષણ અને ધૂમ્મસ મુક્ત બનાવવા તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. આ વર્ષે દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ મુક્ત સિઝન માટે સરકારે શરૂ કરેલા પગલાઓમાં થર્મલ પ્લાન્ટ 20 મિલિટન ટન પરાલી ખરીદશે. પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેન્જ સચિવ આર.પી ગુપ્તાએ થોડા સમય પહેલા મીડિયાને જણાવ્યા અનુસાર, થર્મલ પ્લાન્ટ ઓછામાં ઓછા 10 ટકા બાયોમાસનો ઉપયોગ કરે છે. તેમાંથી 50 ટકા પરાલી હશે.

સરકારે જણાવ્યા અનુસાર, તેના માટે રાજધાની દિલ્હીના 300 કિમીના વિસ્તારમાં આવેલા તમામ 11 થર્મલ પાવર પ્લાન્ટ્સ માટે દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. ગુપ્તાએ જણાવ્યું કે, NTPCએ તેના માટે ટેન્ડર બહાર પાડ્યું છે.
First published: