Home /News /national-international /તેલંગાણાના CMને પગે લાગીને ચર્ચામાં આવેલા IASએ રાજીનામું આપ્યું, TRSમાં સામેલ થઈ શકે છે
તેલંગાણાના CMને પગે લાગીને ચર્ચામાં આવેલા IASએ રાજીનામું આપ્યું, TRSમાં સામેલ થઈ શકે છે
સીએમને પગે લાગીને રેડ્ડી વિવાદોમાં આવ્યા હતા. (ફાઈલ ફોટો)
પી વેંકટરામી રેડ્ડી TRSમાં સામેલ થઈ શકે છે. તેમને એમએલસી તરીકે વિધાનસભા મોકલવામાં આવી શકે છે. છ એમએલસી સીટો માટે 29 નવેમ્બરે અને એલએસી કોટાની 12 એમએલસી સીટો માટે 10 ડિસેમ્બરે મતદાન થવાનું છે.
હૈદરાબાદ. તેલંગાણા (Telangana) સ્થિત સિદ્દીપેટ (Siddipet)ના જિલ્લાધિકારી રહી ચૂકેલા પી વેંકટરામી રેડ્ડી (P Venkatrami Reddy)એ રાજીનામું આપ્યા બાદ રાજકારણમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જણાવી દઈએ કે IAS રેડ્ડીના કાર્યકાળમાં હજુ એક વર્ષ બાકી હતું. જોકે, તેમણે સોમવારે રાજીનામું આપી દીધું. થોડા સમય પહેલાં તેઓ રાજ્યના સીએમ અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિના નેતા કે. ચંદ્રશેખર રાવ (KCR)ના ચરણ સ્પર્શ કર્યા બાદ વિવાદોમાં આવ્યા હતા. પોતાના રાજીનામાંની પુષ્ટિ કરતી વખતે રેડ્ડીએ કહ્યું કે તેઓ IAS તરીકે મુખ્યમંત્રીના સંપર્કમાં રહ્યા એ દરમ્યાન રાજ્ય માટે મુખ્યમંત્રીના વિઝનને જાણી શક્યા.
ટીઆરએસ પાર્ટી તરફથી ચૂંટણીમાં ઊભા રહી શકે છે
એવું માનવામાં આવે છે કે રેડ્ડી ટીઆરએસ પાર્ટી (Telangana Rashtra Samithi) તરફથી રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઊભા રહી શકે છે. જોકે, હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત થઈ નથી. રેડ્ડીએ વર્ષ 1996માં ગ્રુપ 1 અધિકારી તરીકે ડેપ્યુટી કલેક્ટરના પદ પર કામ કરવાનું શરુ કર્યું. વર્ષ 2007માં તેમને IASમાં પ્રમોટ કરવામાં આવ્યા. પાછલા વર્ષોમાં તેમણે જોઇન્ટ કલેક્ટર અને કલેક્ટરના હોદ્દા પર કામ કર્યું. રેડ્ડી સિદ્દીપેટ, સંગારેડ્ડી અને રંજન્ના સિરસિલ્લા જિલ્લામાં ડીએમ રહી ચૂક્યા છે. તેમનો પરિવાર રાજ્યમાં રિયલ એસ્ટેટના બિઝનેસમાં પણ સામેલ છે.
રેડ્ડી શા માટે વિવાદોમાં આવ્યા?
ઉલ્લેખનીય છે કે સિદ્દીપેટ જિલ્લા કલેક્ટ્રેટના ઉદ્ઘાટન દરમ્યાન રેડ્ડીએ સીએમ ચંદ્રશેખર રાવના ચરણ સ્પર્શ કર્યા હતા. ત્યારબાદ તેઓ ચર્ચામાં આવી ગયા. સીએમના નજીક ગણાતાં રેડ્ડી કાર્યાલયના ઉદ્ઘાટન બાદ જિલ્લાધિકારીની ખુરશીમાંથી ઉઠ્યા અને કેસીઆરને પગે લાગ્યા. આ દરમ્યાન સીએમ અન્ય નેતાઓ સાથે ઊભા હતા. આ પૂરી ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો હતો. કોંગ્રેસના પ્રવક્તા શ્રવણ દાસોજૂએ આ મામલે કહ્યું હતું કે સિદ્દીપેટ કલેક્ટરનું આ રીતે સીએમને પગે લાગવું ખોટું છે. ત્યારબાદ તેમણે સીએમ પર વાક્ પ્રહાર કર્યો હતો.
રેડ્ડી ટૂંક સમયમાં TRSમાં સામેલ થશે તેવું અનુમાન છે. તેમને એમએલસી (A member of a legislative council) તરીકે વિધાન સભા મોકલવામાં આવી શકે છે. છ એમએલસી સીટો માટે 29 નવેમ્બરે અને એલએસી કોટાની 12 એમએલસી સીટો માટે 10 ડિસેમ્બરે મતદાન થવાનું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર