ચેન્નાઈ એરપોર્ટ પર ચા નો ઓર્ડર આપ્યો, બિલ જોઈ ડરી ગયા ચિદમ્બરમ

News18 Gujarati
Updated: March 25, 2018, 9:37 PM IST
ચેન્નાઈ એરપોર્ટ પર ચા નો ઓર્ડર આપ્યો, બિલ જોઈ ડરી ગયા ચિદમ્બરમ

  • Share this:
પૂર્વ નાણાંમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે ટ્વીટર પર કોફીની કિંમતને લઈ રાજનૈતિક ચર્ચા પેદા કરી છે. તેમણે કોફી અને ચાની કિંમતને લઈ એક ટ્વીટ કર્યું જેના પર ફોલોઅર્સે તેમણે મજેદાર જવાબ પણ આપ્યો.

ચિદમ્બરમે ટ્વીટ કર્યું, ચેન્નાઈ એરપોર્ટ પર કોફી ડે પર મે ચા માટે કહ્યું. ત્યાં મને ગરમ પાણી અને ટી બેગ આપવામાં આવી, જેની કિંમત 135 રૂપિયા હતી. હું ડરી ગયો અને મેં ના પાડી દીધી. મે સારૂ કર્યું કર્યું કે ખોટું?

ત્યારબાદ તેમણે એક બીજુ ટ્વીટ કર્યું, 180 રૂપિયાની કોફી, મેં પુછ્યું આને કોણ ખરીદે છે? જવાબ મળ્યો કેટલાએ લોકો. શું હું આઉટડેટેડ છું?

ત્યાર બાદ ટ્વીટર પર યૂઝર્સ તેમની જોબરદસ્ત મજાક ઉડાવી રહ્યા છે. એક ટ્વિટર યૂઝર્સે લખ્યું કે, કરોડો લૂટ્યા બાદ હવે અમને મુદ્રસ્ફીતિ વિશે ના શિખવાડો. એક અન્ય યૂઝર્સે લખ્યું કે, ભારતમાં તમામ એરપોર્ટ પર લગભગ ખાવા-પીવા માટે લોકોને લૂંટવામાં આવે છે. માત્ર જયપુર એરપોર્ટ પર સામાન એમઆરપી પર વેંચવામાં આવે છે. અન્ય એરપોર્ટ પર 100 રૂપિયાની પાણીની બોટલ મળે છે.

એક અન્ય યૂઝર્સે લખ્યું કે, 19થી વધારે એકાઉન્ટ, 21 દેશમાં રોકાણ, નોટ ગણવામાં જ અડધી જિંદગી જતી રહે, તમને કોફીનો ભાવ પૂછવાનો સમય કેવી રીતે મળી ગયો?

તમને જણાવી દઈએ કે, પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ પર ભ્રષ્ટાચારનો આરોપ છે. તેના પર આરોપ છે કે, તેમણે પોતાના પિતા અને તત્કાલિન નાણાંમંત્રી ચિદમ્બરમની મદદથી આઈએનએક્સ મીડિયા ગ્રુપમાં વિદેશી રોકાણનો રસ્તો સાફ કરવા માટે લાંચ લીધી હતી. આ સિવાય પી ચિદમ્બરમ પર પણ આરોપ છે કે, યૂપીએ સરકાર દરમ્યાન નાણાંમંત્રીના પદ પર રહી ગોલ્ડ ઈમ્પોર્ટ સ્કીમમાં કેટલીક સુચના આપી હતી. આનાથી પ્રાઈવેટ ડ્રેડિંગ હાઉસોને ફાયદો થયો હતો.
First published: March 25, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading