નેશનલ સ્ટેટિસ્ટિકલ કમીશન (NSC)ના બે સભ્યો દ્વારા રાજીનામા બાદ કોંગ્રેસના સિનિયર નેતા પી ચિદમ્બરમે બુધવારે કહ્યું કે સરકારની દ્વેષપૂર્ણ બેદરકારીના કારણે વધુ એક મહત્વપૂર્ણ સંસ્થા મરી ચૂકી છે.
પૂર્વ નાણા મંત્રીનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે એનએસસીના બે સ્વતંત્ર સભ્યો પીસી મોહનન અને જેવી મીનાક્ષીએ કેટલાક મુદ્દાઓને લઈને સરકાર સાથે મતભેદ હોવાના કારણે રાજીનામા આપી દીધા. મોહનન કાર્યકારી અધ્યક્ષ પણ હતા.
ધ ઈન્ડિયન એક્સપ્રેસ અખબાર મુજબ, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનલ (NSSO) તરફથી રોજગાર અને બેકારો પર તૈયાર કરવામાં આવેલા વાર્ષિક રિપોર્ટ (2017-18) તૈયાર થવાના બે મહિના બાદ પણ સરકાર તરફથી જાહેર નહીં કરવાના કારણે આ બંને સભ્યોએ રાજીનામા આપી દીધા.
ચિદમ્બરમે ટ્વિટ કર્યું કે, અમે એનએસસીના મોત પર દુ:ખ મનાવીએ છીએ અને સાચા જીડીપી અને રોજગાર સંબંધિત ડેટાને રિલીઝ કરવા માટે તેના દ્વારા લડવામાં આવતી લડાઈના વખાણ કરીએ છીએ. ફરી એનએસીને જીવંત થાય ત્યાં સુધી તેની આત્માને શાંતિ મળે.
सरकार की बदनीयत के चलते 29 जनवरी, 2019 को एक और सम्मानित संस्थान ख़त्म हो गया।
हम राष्ट्रीय सांख्यिकी आयोग के ख़त्म होने पर गहरा अफ़सोस जाहिर करते हैं और इसके द्वारा विश्वसनीय जीडीपी आंकड़े और रोजगार के आंकड़े जारी करने की साहसी लड़ाई को कृतज्ञता से याद करते हैं।
આ બે સભ્યોના રાજીનામા બાદ એનએસસીમાં હવે માત્ર બે જ સભ્ય બચ્યા છે. ગયા વર્ષે નવેમ્બરમાં યૂપીએના સમયે રિવાઇઝ્ડ જીડીપી ડેટાના કારણે નીતિ આયોગને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર