હવે ચિદમ્બરમે આર્મી ચીફ જનરલ બિપિન રાવત પર પ્રહાર કર્યો, કહ્યું - પોતાના કામથી મતલબ રાખો

News18 Gujarati
Updated: December 28, 2019, 6:25 PM IST
હવે ચિદમ્બરમે આર્મી ચીફ જનરલ બિપિન રાવત પર પ્રહાર કર્યો, કહ્યું - પોતાના કામથી મતલબ રાખો
હવે ચિદમ્બરમે આર્મી ચીફ જનરલ બિપિન રાવત પર પ્રહાર કર્યો, કહ્યું - પોતાના કામથી મતલબ રાખો

જનરલ રાવતે હાલમાં જ નાગરિકતા સંશોધિત કાનૂન સામે હિંસક પ્રદર્શન કરનાર લોકોની ટિકા કરી હતી

  • Share this:
તિરુવનંતપુરમ : કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે (P Chidambaram) શનિવારે સેના પ્રમુખ જનરલ બિપિન રાવત (General Bipin Rawat)પર આકરો પ્રહાર કર્યો છે અને તેમને પોતાના કામથી મતલબ રાખવા કહ્યું છે. જનરલ રાવતે હાલમાં જ નાગરિકતા સંશોધિત કાનૂન સામે હિંસક પ્રદર્શન કરનાર લોકોની ટિકા કરી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિદમ્બરમે નવા કાનૂન સામે કેરળ પ્રદેશ કૉંગ્રેસ કમિટી દ્વારા રાજભવન સામે આયોજીત મહારેલીને સંબોધિત કરી રહ્યા હતા. ચિદમ્બરમે એ આરોપ પણ લગાવ્યો છે કે સેના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ને સરકારનું સમર્થન કરવા કહ્યું છે અને આ શરમજનક છે.

ચિદમ્બરમે કહ્યું હતું કે હવે આર્મી જનરલને બોલવા માટે કહેવામાં આવી રહ્યું છે. શું આ આર્મી જનરલનું કામ છે? ડીજીપી, સેનાના જનરલને સરકારનું સમર્થન કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. આ શરમજનક છે. હું જનરલ રાવતને અપીલ કરું છું કે તમે સેનાનું નેતૃત્વ કરો અને પોતાના કામથી મતલબ રાખો. નેતાઓને જે કરવું છે તે કરશે. તમે પોતાના વિચારો પ્રમાણે યુદ્ધ લડો અને અમે દેશની રાજનીતિને સંભાળીશું.

આ પણ વાંચો - સંસદ અને મુંબઈ હુમલા પછી પાકિસ્તાન પર હુમલો કરવા તૈયાર હતી વાયુસેના : ધનોઆબિપિન રાવતે કહી હતી આવી વાત
દેશમાં સીએએ, એનઆરસી પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શન પર જવાબ આપતા બિપિન રાવતે કહ્યું હતું કે નેતા એ નથી જે અનુચિત દિશામાં લોકોનું નેતૃત્વ કરે છે. જેમ કે આપણે મોટી સંખ્યામાં વિશ્વવિદ્યાલય અને કોલેજ છાત્રોને જોઈ રહ્યા છીએ. જે રીતે તે શહેરો અને ગામમાં આગજની અને હિંસા કરવામાં ભીડની આગેવાની કરી રહ્યા છે તે નેતૃત્વ નથી. નેતા એ છે જે તમને યોગ્ય દિશામાં લઈ જાય છે. તમને સાચી સલાહ આપે છે અને એ સુનિશ્ચિત કરે છે કે જેનું નેતૃત્વ કરે છે તેમની ચિંતા કરે છે.
First published: December 28, 2019, 6:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading