કારમાંથી ઉતર્યા, ફોન બંધ કરીને 'ગુમ' થઈ ગયા પી. ચિદમ્બરમ!

News18 Gujarati
Updated: August 21, 2019, 3:38 PM IST
કારમાંથી ઉતર્યા, ફોન બંધ કરીને 'ગુમ' થઈ ગયા પી. ચિદમ્બરમ!
સીબીઆઈ અને ઈડીએ અનેક સ્થળો પર દરોડા પાડ્યાં પણ પી. ચિદમ્બરમની કોઈ ભાળ નથી મળી

સીબીઆઈ અને ઈડીએ અનેક સ્થળો પર દરોડા પાડ્યાં પણ પી. ચિદમ્બરમની કોઈ ભાળ નથી મળી

  • Share this:
કોંગ્રેસના સિનીયર નેતા અને પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમને દિલ્હી હાઈકોર્ટથી આંચકો લાગ્યા બાદ તેઓ ગુમ થઈ ગયા છે. INX મીડિયા કેસમાં આગોતરા જામીનની અરજી ફગાવતાં તેઓ તાત્કાલીક સુપ્રીમ કોર્ટ ગયા. ત્યાં ચિદમ્બરમની લીગલ ટીમે એક અરજી દાખલ કરી જેમાં માંગ કરવામાં આવી હતી કે મામલાની તાત્કાલીક સુનાવણી થાય.

જોકે, સુપ્રીમ કોર્ટથી બહાર આવ્યા બાદ ચિદમ્બરમ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા. તેમના ઘરે સીબીઆઈની ટીમ ત્રણ વાર ગઈ. અનેક સ્થળે દરોડા પાડ્યા પરંતુ ચિદમ્બરમની કોઈ ભાળ નથી મળી રહી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મંગળવારે દિલ્હી હાઈકોર્ટના ચુકાદા બાદ જ્યારે ચિદમ્બરમ સુપ્રીમ કોર્ટ ગયા ત્યારબાદથી જ તેઓ જોવામાં નથી આવ્યા. કેટલાક રિર્પોટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે સુપ્રીમ કોર્ટથી બહાર આવ્યા બાદ તેઓએ પોતાના ક્લાર્ક અને ડ્રાઈવરને રસ્તામાં ગાડીથી ઉતારી દીધા. એટલું જ નહીં તેઓએ પોતાનો ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો જે હજુ પણ બંધ જ છે.

આ પણ વાંચો, પી.ચિદમ્બરમ ફરાર થતા જ સોશિયલ મીડિયામાં લોકોએ આ રીતે મજાક ઉડાવી!

ઉલ્લેખનીય છે કે, ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચિદમ્બરમની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી દીધી જેથી તેઓ વિદેશ ભાગી ન શકે. બીજી તરફ, સુપ્રીમ કોર્ટમાં તપાસ એજન્સીએ એક કેવિએટ પણ દાખલ કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે તેમનો પક્ષ સાંભળ્યા વગર ચુકાદો ન આપવામાં આવે.

ચિદમ્બરમ પર સીબીઆઈએ એવો આરોપ લગાવતાં વર્ષ 2017માં એફઆઈઆર નોંધી હતી કે FIPBના ફન્ડ ટ્રાન્સફર કરવામાં અનિયમિતતા કરવામાં આવી. વર્ષ 2007માં INX મીડિયાને વિદેશથી 305 કરોડનું ફંડ મળ્યું હતું. તે સમયે પી. ચિદમ્બરમ નાણા મંત્રી હતા અને આરોપ છે કે તેમના દીકરા કાર્તિ ચિદમ્બરમે આ લેવડ-દેવડમાં તેમની મદદ કરી હતી.સીબીઆઈ મુજબ, INX મીડિયાએ નિયમોને નજરઅંદાજ કર્યા અને જાણી જોઈને INX ન્યૂઝમાં લગભગ 26 ટકા રોકાણ કર્યુ. આ ઉપરાંત તેઓએ 800 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી પોતાના શેરને જાહેર કરીને INX મીડિયા માટે 305 કરોડ એફડીઆઈ એકત્ર કર્યા જ્યારે તેમને માત્ર 4.62 કરોડ રૂપિયા એફડીઆઈની મંજૂરી હતી.

કાર્તિ ચિદમ્બરમની 28 ફેબ્રુઆરી 2018ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, બાદમાં તેમને જામીન મળી ગઈ. EDઅ. કાર્તિ ચિદમ્બરમની 54 કરોડ રૂપિયાની સંપત્તિ અને મામલા સાથે જોડાયેલી એક કંપનીને અટેચ કરી હતી.

આ પણ વાંચો, પી. ચિદમ્બરમના સમર્થનમાં આવી પ્રિયંકા, કહ્યુ- સત્ય માટે લડતા રહીશું
First published: August 21, 2019
વધુ વાંચો
अगली ख़बर