INX મીડિયા કેસ : ચિદમ્બરમે લાંચના પૈસાથી સ્પેનમાં ટેનિસ ક્લબ ખરીદી હોવાનો EDનો દાવો

News18 Gujarati
Updated: August 21, 2019, 7:00 PM IST
INX મીડિયા કેસ : ચિદમ્બરમે લાંચના પૈસાથી સ્પેનમાં ટેનિસ ક્લબ ખરીદી હોવાનો EDનો દાવો
ન્યૂઝ18 ક્રિએટિવ

EDએ આપેલી જાણકારી પ્રમાણે ચિદમ્બરમનાં પુત્ર કાર્તિ ચિદમ્બરમે સ્પેનમાં ટેનિસ ક્લબ, યૂકેમાં કૉટેઝની સાથે સાથે દેશ વિદેશમાં 54 કરોડની સંપત્તિ ખરીદી છે.

  • Share this:
INX મીડિયા મામલામાં દિલ્હી હાઇકોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દેતા હવે પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. મંગળવારે આગોતરા જામીન માટે ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. બુધવારે સુપ્રીમ કોર્ટે આ મામલે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો હતો. હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી થશે.

મંગળવારે સીબીઆઈ અને ઈડીની ટીમો વારાફરતી ચિદમ્બરમના ઘરે પહોંચી હતી. જોકે, તેઓ ઘરે હાજર ન હતા. બુધવારે પણ તેઓ પોતાના ઘરે મળ્યા ન હતા. હકીકતમાં ઈડી ચિદમ્બરમની પૂછપરછ કરવા માંગે છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે ઈડીને વિશ્વાસ છે કે તેને પૂર્વ નાણા મંત્રીની કસ્ટડી મળી જશે. ઇડી ચિદમ્બરમની સ્પેન, યૂકે સહિત દેશ વિદેશમાં તેની સંપત્તિને લઈને પૂછપરછ કરવા માંગે છે.

આ પણ વાંચો : કારમાંથી ઉતર્યા, ફોન બંધ કરીને 'ગુમ' થઈ ગયા પી. ચિદમ્બરમ!

દેશ-વિદેશમાં રૂ. 54 કરોડની સંપત્તિ

ઈડીએ આપેલી જાણકારી પ્રમાણે ચિદમ્બરમનાં પુત્ર કાર્તિ ચિદમ્બરમે સ્પેનમાં ટેનિસ ક્લબ, યૂકેમાં કૉટેઝની સાથે સાથે દેશ વિદેશમાં 54 કરોડની સંપત્તિ ખરીદી છે. ઈડી જાણવા માંગે છે કે કાર્તિ ચિદમ્બરમ પાસે આ સંપત્તિ ખરીદવા માટે પૈસા ક્યાંથી આવ્યા.

ઈડીએ ઓક્ટોબર 2018માં એક જપ્તી ઓર્ડર કર્યો હતો. જે પ્રમાણે આ તમામ સંપત્તિ આઈએનએક્સ મીડિયા કેસમાં મળેલી લાંચમાંથી ખરીદવામાં આવી હતી. નોંધનીય છે કે ચિદમ્બરમ આઈએનએક્સ મીડિયા ગોટાળા કેસ અને એરસેલ મેક્સિમ-2માં સહ-આરોપી છે. સીબીઆઈ અને ઈડી બંનેની પૂછપરછ કરી ચુકી છે.
Loading...

આ પણ વાંચો : પી. ચિદમ્બરમને રાહત નહીં, સુપ્રીમે કહ્યુ- કેસ લિસ્ટ થયા વગર સુનાવણી ન થઈ શકે

ચાર્જશીટ દાખલ થઈ ચુકી છે

પી. ચિદમ્બરમ અને તેના પુત્ર કાર્તિ ચિદમ્બરમ સામે ચાર્જશીટ દાખલ થઈ ચુકી છે. સાથે જ બંનેની સંપત્તિને પણ જપ્ત કરવામાં આવી છે. આ સંપત્તિમાં ચિદમ્બરમનું જોરબાગમાં આવેલું ઘર પણ સામેલ છે, હાલ તેઓ અહીં રહે છે. આની કિંમત રૂ. 16 કરોડ બતાવવામાં આવી રહી છે. સ્પેનના બાર્સિલોનામાં ચિદમ્બરમની જમીન અને ટેનિસ કોર્ટની કિંમત રૂ. 15 કરોડ આંકવામાં આવી છે.

ઇડીએ કાર્તિ ચિદમ્બરમની ઇન્ડિયન ઓવરસીઝ બેંકની 9.23 કરોડની એફડી પણ જપ્ત કરી લીધી છે. સાથે જ કાર્તિ સાથે જોડાયેલી કંપની એડવાન્ટેઝ સ્ટ્રેટજિક કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડની ડીસીબી બેંકની રૂ. 90 લાખની એફડી પણ ઈડીએ જપ્ત કરી છે.

પીટર મુખરજીએ ભાંડો ફોડ્યો

ઈડીએ દાવો કર્યો છે કે પીટર મુખજીએ એએસસીપીએલ અને કાર્તિ સાથે જોડાયેલી સંસ્થાઓને રૂ. 3.09 કરોડ આપ્યાં હતાં. પીટર મુખરજીએ તપાસ દરમિયાન કબૂલ કર્યું હતું કે કાર્તિની સૂચના બાદ ખોટાં ટ્રાન્ઝેક્શન અંગે અમુક ડેબિટ નોટ પણ તૈયાર કરવામાં આવી હતી.
First published: August 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com