INX મીડિયા કેસ : ચિદમ્બરમને રાહત નહી, CBIને મળી 26 ઓગસ્ટ સુધીની કસ્ટડી

સીબીઆઈના મુખ્ય મથક ખાતે બુધવારે રાત્રે અને ગુરુવારે સવારે સીબીઆઈના અધિકારીઓએ પી. ચિદમ્બરમની પૂછપરછ કરી હતી.

News18 Gujarati
Updated: August 22, 2019, 7:03 PM IST
INX મીડિયા કેસ : ચિદમ્બરમને રાહત નહી, CBIને મળી 26 ઓગસ્ટ સુધીની કસ્ટડી
સીબીઆઈના મુખ્ય મથક ખાતે બુધવારે રાત્રે અને ગુરુવારે સવારે સીબીઆઈના અધિકારીઓએ પી. ચિદમ્બરમની પૂછપરછ કરી હતી.
News18 Gujarati
Updated: August 22, 2019, 7:03 PM IST
નવી દિલ્હી : આઇએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમને સીબીઆઈની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં આ મામલે સુનાવણી થઈ. સીબીઆઈની વિશેષ અદાલતે પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમને 26 ઓગસ્ટ સુધી સીબીઆઈ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા. એટલે કે, પી ચિદમ્બરમ ચાર દિવસ સીબીઆઈની કસ્ટડીમાં રહેશે.

કોર્ટે કહ્યું કે, ચિદમ્બરમના પરિવારના સભ્યો અને વકીલ, દિવસમાં 30 મિનીટ માટે ચિદમ્બરમને મળી શકે છે. સીબીઆઈ ચિદમ્બરમને અદાલતમાંથી લઈ પાછી સીબીઆઈ હેડક્વાર્ટર લઈને ગઈ.

તમને જણાવી દઈએ કે, સીબીઆઈએ કોર્ટ પાસે 5 દિવસના રિમાન્ડની માંગની અરજી કરી હતી. લગભગ દોઢ કલાક સુધી આ મામલે સુનાવણી ચાલી. કોર્ટે સીબીઆઈની 5 દિવસની રિમાન્ડ અરજી પર પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો, ત્યારબાદ થોડી મીનિટોમાં સીબીઆઈની વિશેષ અદાલતે સીબીઆઈની પાંચ દિવસની રિમાન્ડની માંગને સ્વિકારતા, પી ચિદમ્બરમને ચાર દિવસના રિમાન્ડ પર મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો. પી. ચિદમ્બરમ 26 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર રહેશે.

બુધવારે સાંજે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ તેમને સીબીઆઈ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે. સીબીઆઈના મુખ્ય મથક ખાતે બુધવારે રાત્રે અને ગુરુવારે સવારે સીબીઆઈના અધિકારીઓએ પી. ચિદમ્બરમની પૂછપરછ કરી હતી. ગુરુવારે સવારે ત્રણ કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી.

ચિદમ્બરમને કોર્ટ રૂમમાં લાવવામાં આવ્યા તે પહેલા કોર્ટ બહાર ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. કોર્ટ રૂમમાં ચિદમ્બરમના તમામ વકીલો અને સીબીઆઈ તરફથી પ્રોસિક્યૂટર હાજર છે. નલીની ચિદમ્બરમ પણ કોર્ટમાં હાજર છે. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ પણ કોર્ટરૂમમાં હાજર છે. કોર્ટમાં પ્રવેશતા પહેલા કાર્તિ ચિદમ્બરમે જણાવ્યું હતું કે ફક્ત બિલ્ડિંગ બદલાયું છે, માહોલ એવો જ છે. કાર્તિ સાથે તમિલનાડુ કોંગ્રેસના અધ્યક્ષ એસ. અલાગિરી પણ હાજર છે.

તમને જણાવી દઈએ કે, વકિલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીની ધારદાર દલીલોથી કાર્તિ તેમના ફેન બની ગયા છે.  કાર્તિ ચિદમ્બરમે ટ્વીટ કરી વકિલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીની પ્રશંસા કરી. તેમણે લખ્યું કે, સિબ્બલ અને સિંઘવીને કોર્ટમાં સાંભળવા શાનદાર છે. માસ્ટર ક્લાસ, તેમણે તમામ કોર્ટ પ્રોસિડિંગ્સની વીડિયો રેકોર્ડિંગ કરવી જોઈએ. આ કાયદાના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખુબ મહત્વપૂર્ણ સાબિત થશે.
Loading...




સીબીઆઈ કોર્ટમાં કપિલ સિબ્બલની દલીલો :

પી. ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું કે જો પૈસા લીધા હોય તો ક્યાંકને ક્યાંક જમા થયા હોત. એકાઉન્ટમાં, કોઈ બેગમાં, પરંતુ પૈસા ક્યાં ગયા? તમે કેસની ડાયરી જોઈ લો, તેમાં પૈસાનો ઉલ્લેખ નથી.

કપિલ સિબ્બલે કહ્યું કે 11 વાગ્યે પૂછપરછ શરૂ કરવામાં આવી. જેમાં 12 સવાલ પૂછવામાં આવ્યા. રાત્રે પૂછપરછ ન કરવામાં આવી. સવારે ન કરવામાં આવી. 10 વાગ્યે ન કરવામાં આવી. 11 વાગ્યે પૂછપરછ શરૂ કરવામાં આવી. સીબીઆઈએ પૂછેલા 12 સવાલના જવાબ તો તેઓ પહેલા પણ આપી ચુક્યા છે.

કપિલ સિબ્બલે દલીલ કરતા કરતા કહ્યું કે પી. ચિદમ્બરમે તપાસમાં હંમેશા સહકાર આપ્યો છે. પીટર અને ઇન્દ્રાણી મુખરજી ડિફોલ્ટ જામીન પર છે. આ મામલે સંપૂર્ણ તપાસ થઈ ચુકી છે. આ મામલે છ સેક્રેટરી દ્વારા FIPBની સ્વીકૃતી આપવામાં આવી હતી. છમાંથી એક ગવર્નર બન્યાં. છ સેક્રેટરીમાંથી કોઈની ધરપકડ કરવામાં ન આવી. કાર્તિ જામીન પર છે, ભાસ્કર જામીન પર છે, ઇદ્રાણી અને પીટર પણ જામીન પર છે.

આ પણ વાંચો : ક્યારે અને કેવી રીતે INX મીડિયા કેસમાં ફસાતા ગયા પી. ચિદમ્બરમ

સીબીઆઈની દલીલ :

આ મામલે સાક્ષી અને આરોપીઓ સામે તેમની ક્રોસ તપાસ બાકી છે. સીબીઆઈ જ્યારે તેમને બે કલાકમાં હાજર થવાનું કહ્યું હતું ત્યારે તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. તેમના આગોતરા જામીન રદ થઈ ચુક્યા છે. આ મામલે સીબીઆઈ તરફથી તુષાર મહેતાએ રિમાન્ડ કોપી કોર્ટને આપી હતી. તુષારે કહ્યુ કે પાંચ દિવસના રિમાન્ડ જોઈએ છે. INX મીડિયા કેસમાં મોટી રકમ ટ્રાન્સફર થઈ છે. સીબીઆઈએ કહ્યું કે તેમની સામે નોન-બેલેબલ વોરંટ જાહેર થયા બાદ ધરપકડ કરવામાં આવી છે. પી. ચિદમ્બરમ તપાસમાં સહકાર નથી આપી રહ્યા.



આ પણ વાંચો : ચિદમ્બરમની ધરપકડ પર કોંગ્રેસે કહ્યું- 'લોકતંત્રની ધોળા દિવસે હત્યા કરવામાં આવી'

ધરપકડનો ડ્રામા

સીબીઆઈની આશરે 30 અધિકારીઓની ટીમ બુધવારે મોડી રાત્રે દિલ્હી પોલીસના અધિકારીઓ સાથે જોરબાગ સ્થિત ચિદમ્બરમના ઘરે પહોંચી હતી. મુખ્ય દરવાજો ખોલવામાં ન આવતા સીબીઆઈના અધિકારીઓ દીવાલ કૂદીને ઘરમાં પ્રવેશ્યા હતા. બાદમાં ઈડીની ટીમ પણ આવી પહોંચી હતી. આશરે એક કલાકની મહેનત બાદ ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી હતી.

27 કલાક નાટક ચાલ્યું

સીબીઆઈ અને ઇડીની ટીમે આશરે 27 કલાકથી પી. ચિદમ્બરમની શોધખોળ કરી રહી હતી. ચિદમ્બરમ તેમના ઘરે હાજર ન હતા. ચિદમ્બરમની તપાસ માટે સીબીઆઈની ટીમ મંગળવારે સાંજે ત્રણ વાગ્યે તેમના ઘરે ગઈ હતી. પરંતુ ટીમ ખાલી હાથે પરત ફરી હતી. સીબીઆઈની ટીમે મંગળવારે રાત્રે તેમના ઘર બહાર નોટિસ ચોંટાડી હતી અને બે કલાકમાં હાજર થાવ. જે બાદમાં સીબીઆઈ અને ઈડીએ ચિદમ્બરમ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ બહાર પાડી હતી.
First published: August 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...