ઓક્સિજન, બેડ અને પ્લાઝ્મા સહિતની વિગતો જોઈએ છે? આ રહ્યા સોર્સ

ઓક્સિજન, બેડ અને પ્લાઝ્મા સહિતની વિગતો જોઈએ છે? આ રહ્યા સોર્સ
પ્રતિકાત્મક તસવીર

દેશમાં ઉપલબ્ધ વ્યવસ્થા અંગે સોશિયલ મીડિયાના પેજ કાર્યરત છે

  • Share this:
દેશમાં કોરોના વાયરસના વધતા કેસ સાથે સ્વાસ્થ્ય કટોકટી ઊભી થઈ હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. દેશમાં આરોગ્યની સવલતો ક્યાં? કેવી રીતે લેવી? તે અંગે સ્પષ્ટતાનો અભાવ જોવા મળે છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયામાં સંકલન માટે કેટલાક પેજ કાર્યરત છે. આ પેજની વિગતો અહીં પુરી પાડવામાં આવી છે.

દેશમાં ઉપલબ્ધ વ્યવસ્થા અંગે સોશિયલ મીડિયાના પેજ કાર્યરત છે.



કોવિડ એઇડ રિસોર્સ, ઇન્ડિયા

કોવિડ એઇડ રિસોર્સિસ, ઇન્ડિયા નામનું ઇન્સ્ટાગ્રામ પેજ વિવિધ શહેરોમાં પ્લાઝ્મા ડોનર, ઓક્સિજન, એમ્બ્યુલન્સ સેવાઓ, હોમકેર સેવાઓ, હોસ્પિટલ બેડ, સ્વચ્છતા સેવાઓ અને જમવાની સંબંધિત વ્યવસ્થાની વિગતો આપે છે.

કોવિડ 911

આ પેજ દિલ્હી અને મુંબઇ જેવા શહેરોમાં વ્યવસ્થા અંગેની માહિતી પૂરી પાડે છે. આ પેજ દ્વારા લોકોને રેમડેસિવીર, ફેબીફ્લુ જેવી દવાઓની સંસાધનો પૂરા પાડવામાં સહાય કરવામાં આવે છે. સાથે જ ઓક્સિજન કેન અને સિલિન્ડરોની વ્યવસ્થાની વિગતો પણ આપવામાં આવે છે. ઉપરાંત હોસ્પિટલો અને એમ્બ્યુલન્સની સંપર્ક વિગતો આપે છે. જેના થકી ગંભીર દર્દીઓની સારવાર કરવામાં મદદ મળે છે.

કોવિડ ઇન્ડિયા રિસોર્સ

આ સંસ્થાની વેબસાઈટમાં ઘણી વિગતો પુરી પાડવામાં આવી છે. આ વેબસાઇટ ફૂડ સેવાઓ, પરીક્ષણ કેન્દ્રો, આઇસીયુ બેડ સહિતની અન્ય સેવાઓની વ્યવસ્થાની વિગતો પ્રદાન કરી રહી છે. જો કે, એ નોંધવું જોઇએ કે વેબસાઇટ માલ અને સેવાઓના ભાવની પુષ્ટિ કરતી નથી.

સ્પ્રિંકલર

સ્પ્રિંકલર વેબસાઈટ ઓક્સિજનથી લઈને આઇસીયુ બેડ સુધીની આવશ્યક દવાઓ માટેના સંસાધનોને જોડે છે. વેબસાઇટ શહેરોમાં COVID-19 સંસાધનો માટે ડેશબોર્ડ છે. તમે વેબસાઇટની મુલાકાત લો ત્યારે શહેર અથવા રાજ્ય પસંદ કરો અને અપડેટ કરેલું પેજ તમને ઓક્સિજન સિલિન્ડર, આઈસીયુ બેડ, દવાઓ અને પ્લાઝ્મા માટે વિગતો પ્રદાન કરશે.

આ પણ વાંચો - કોરોનાની બીજી લહેર સામે લડી લેવા સેના સજ્જ, દરેક મોરચે કરશે મદદ

ટ્વિટર ઇન્ડિયા

ટ્વિટર ઇન્ડિયાએ પોતાનું કોવિડ -19 સ્રોત પેજ પણ શરૂ કર્યું છે. જેમાં એસઓએસ કોલ અને ટ્વીટ્સથી દર્દીઓને એમ્બ્યુલન્સ, ઓક્સિજન, મેડિસિન્સ, આઇસીયુ બેડ સહિતની આવશ્યકતા માટે સહાયતા મળે છે.

કોવિડ રિલીફ

જરૂરિયાતમંદ લોકો કોવિડ રાહત સુવિધાઓનો લાભ પણ મેળવી શકે છે. આ મોબાઇલ એપ્લિકેશનમાં રાજ્યની હેલ્પલાઈન્સ, ઓક્સિજન ઉપલબ્ધતા, પ્લાઝ્મા અને એમ્બ્યુલન્સ ઉપલબ્ધતાની વિગતો અપાઈ છે. આ ઉપરાંત પ્લાઝ્મા ડોનર, ઓક્સિજન, દવાની વિગતો પણ મળે છે.

ધૂંધ

એક સ્વૈચ્છિક સંસ્થા કોવિડ દર્દીઓને ભારતભરના પ્લાઝ્મા દાતાઓ સાથે જોડે છે. તેમની વેબસાઇટની www.who.hondh.com.Bot લો. દર્દી અને દાતા આ વેબસાઇટ પર નોંધણી કરાવી શકે છે.

ચંદીગઢ

આ ઇન્સ્ટાગ્રામ પેજ ચંદીગઢમાં અને આજુબાજુના વિસ્તારમાં પ્લાઝ્મા ડોનરની ઉપલબ્ધતા અંગે ડિટેલ્સ આપે છે. કોઈ પણ દાતા અને દર્દીની નોંધણી માટે તેમના બાયોની લિંક પર જઈ શકે છે.

અલ્હાબાદ

પ્લાઝ્મા ડોનર અને જેઓને ઓક્સિમીટર, નેબ્યુલીઝર જેવા કોવિડ સંબંધિત સાધનોની જરૂર હોય છે તેવા લોકો આ ઇન્સ્ટાગ્રામ પેજની મુલાકાત લઈ શકે છે.

લખનઉ

આ ઈન્સ્ટાગ્રામ પેજ લખનઉ દવાઓ, પ્લાઝ્મા ડોનેશન અને અન્ય સેવાઓની જરૂર હોય છે તેમને માહિતી આપે છે.

ભોપાલ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં દર્દીઓ અને પ્લાઝ્મા દાતાઓને અહીં કોરોનાના સંસાધનો માટે સારું એવું પ્લેટફોર્મ મળે છે. જેના માટે તમે www.bhoplplasmasupport.inની મુલાકાત લઈ શકો છો.

કર્ણાટક

ફૂડ સેવાઓ, એમ્બ્યુલન્સ, ઓક્સિજન, રસીકરણ, આઇસીયુ બેડ પર વિગતો અને યાદી આપવામાં આવે છે.

અમદાવાદ

આ ઈન્સ્ટાગ્રામ પેજમાં કોવિડ -19 દર્દીઓ માટે જરૂરી સેવાઓના સંસાધનો પૂરા પાડે છે.

મુંબઇ

મુંબઈના લોકો માટે ફૂડ, ઓક્સિજન, આઇસીયુ બેડ જેવી સેવાઓની લીડ આ પેજ પર ઉપલબ્ધ છે.

ઝારખંડ

ઝારખંડમાં લોકો માટે ઓક્સિજન, દવાઓ, એમ્બ્યુલન્સ સેવાઓ સંબંધિત માહિતી આ પેજ પ્રદાન કરી રહ્યું છે.
Published by:News18 Gujarati
First published:April 28, 2021, 15:24 pm

ટૉપ ન્યૂઝ