નવી દિલ્હી. કોરોના મહામારી (Corona Pandemic)ની બીજી લહેર વધુ જોખમી બની છે. અનેક દર્દીઓ ઓક્સિજન (Oxygen) ઉપર છે. આવી સ્થિતિમાં કેરળ (Kerala) કોટ્ટાયમ જિલ્લા (Kottayam District)માં તંત્ર દ્વારા દર્દીઓને સરળતાથી ઓક્સિજન મળી રહે તે માટે ઓક્સિજન પાર્લર (Oxygen Parlour) શરૂ કરવામાં આવ્યું છે.
માનર્કડમાં મેરી ચર્ચ ઓડિટોરિયમ ખાતે કોવિડ કેર સેન્ટરમાં સૌપ્રથમ પાર્લર ઊભું કરવામાં આવ્યું છે. રાજ્યમાં આ સૌથી પહેલું સાહસ છે.
જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ આકાશને આંબી રહ્યા છે. ત્યારે જે દર્દીઓ ઘરે આઇસોલેટ (Home Isolation) છે તેમના માટે ઓક્સિજન લેવલ ચેક કરવા અને ઓક્સિજન મેળવવા આ સેન્ટર અગત્યની ભૂમિકા ભજવશે.
જિલ્લા કલેક્ટર એમ અંજનાએ માનર્કડમાં આ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ તકે જિલ્લા પોલીસ વડા શિલ્પા દેવીહ પણ હાજર રહ્યા હતા. કલેક્ટર અંજનાએ જણાવ્યું હતું કે, મોટાભાગના કોવિડ દર્દીઓ ઘરે જ રહેતા હોય તેવી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સ્થાનિક સ્તરે ઓક્સિજન પાર્લર સ્થાપવામાં આવી રહ્યા હતા. જેનાથી ઓક્સિજન લેવલ ઘટી જાય તો સારવારમાં મોડું થવાની દહેશતને નિવારી શકાશે.
ઘરે આઇસોલેટ થયેલા કોવિડ દર્દીઓ કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને પાર્લરમાં આવી શકે છે અને જો જરૂરી હોય તો ટેસ્ટ કરાવી ઓક્સિજન મેળવી શકે છે.
પાર્લરમાં 24 કલાક ઓક્સિજન પહોંચાડે તેવા કંસેન્ટ્રેટર મશીનનો ઉપયોગ થાય છે. દર મિનિટ આ મશીન પાંચ લીટર ઓક્સિજન પૂરું પડી શકે છે. મશીન વાતાવરણમાંથી ઓક્સિજન એકઠું કરે છે. જેથી સ્ટોક સમાપ્ત થઈ જાય તેવી શક્યતા નહિવત છે. આ એક યુનિટની કિંમત રૂ.50,000 છે.
પાર્લરની મુલાકાત લેતા કોવિડ દર્દીઓ લોહીમાં ઓક્સિજનનું સ્તર ઓક્સીમીટરથી તપાસતા પહેલા બે મિનિટ આરામ કરી શકે છે. જો લોહીમાં ઓક્સિજનનું સ્તર 94% કરતા વધારે હોય તો ઓક્સિજન પાર્લરનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
અલબત્ત જો ઓક્સિજનનું સ્તર 94% કરતા ઓછું હોય તો આ મશીનનો ઉપયોગ કરી શકાય છે. કિઓસ્કમાં ઓક્સિજન માસ્કને શુદ્ધિકરણ કર્યા બાદ પ્રક્રિયા કરવાની રહેશે. નાક અને મોંને ઢાંકી શકાય તેવી રીતે લોકો માસ્ક પહેરે અને ત્યારબાદ મશીનથી ઓક્સિજન લઈ શકાય છે.
ઉલ્લેખનીય છે કે, દસ મિનિટ સુધી ઉપયોગ બાદ ઓક્સિજનનું પ્રમાણ ફરીથી માપવાનું રહે છે. જો લેવલ 94 ટકાથી વધુ આવે તો દર્દી ઘરે પરત ફરી શકે છે. જોકે, 94 ટકાથી નીચું આવે તો દર્દી વધુ એક વખત મશીનનો ઉપયોગ કરી શકે છે. આવું પ્રથમ વખત બન્યું છે, જ્યારે રાજ્યમાં આ પ્રકારની સિસ્ટમ ઊભી થઇ હોય. આ સિસ્ટમ ઘરે રહેલા દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે. જિલ્લા કલેકટર દ્વારા આ મશીન તમામ CFLTC અને કન્વેનશન સેન્ટર ખાતે રાખવાનો નિર્ણય લેવાયો છે.
" isDesktop="true" id="1092072" >
કલેક્ટરે જરૂરીયાતમંદો મશીનનો વધુ ઉપયોગ કરી શકે તે માટે સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્થાનિક સંગઠનો અને સેવાભાવી લોકોના સહકારની હાકલ પણ કરી હતી. CFLTCના નોડલ અધિકારી ડો.ભાગ્યશ્રી અને જિલ્લા માસ મીડિયા અધિકારી ડોમી જ્હોન પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર