Home /News /national-international /

બ્રિટન ભારતમાં મોકલશે પ્રાણવાયુની ફેક્ટરી, એક મિનિટમાં થશે 500 લીટર ઓક્સિજનનું ઉત્પાદન

બ્રિટન ભારતમાં મોકલશે પ્રાણવાયુની ફેક્ટરી, એક મિનિટમાં થશે 500 લીટર ઓક્સિજનનું ઉત્પાદન

પ્રતિકાત્મક તસવીર

ઘણા દર્દીઓને ઓક્સિજન મળતો નથી તેવી ફરિયાદો ઉઠી છે. આવા કપરા સમયમાં ભારતની પડખે વિશ્વના અનેક દેશ આવીને ઊભા રહ્યા છે

લંડન : કોરોના વાયરસના સતત વધી રહેલા કેસની સાથે આરોગ્ય સુવિધાઓ લોકો સુધી ન પહોંચતી હોવાની બાબત ચિંતાજનક છે. ઘણા દર્દીઓને ઓક્સિજન મળતો નથી તેવી ફરિયાદો ઉઠી છે. આવા કપરા સમયમાં ભારતની પડખે વિશ્વના અનેક દેશ આવીને ઊભા રહ્યા છે. સાથે જ બ્રિટન દ્વારા પણ મદદ કરવામાં આવી છે.

કોરોના વાયરસ સામે મહત્વપૂર્ણ ગણાતા ઓક્સિજન ઉપકરણ બ્રિટન ટૂંક સમયમાં ભારતને પૂરા પાડશે. જેમાં કથિત રીતે ઓક્સિજન ફેક્ટરી પણ સામેલ છે. આ ફેક્ટરી દર મિનિટે મોટા પ્રમાણમાં ઓક્સિજનનું ઉત્પાદન કરવા સક્ષમ છે. આયર્લેન્ડના ઉત્તર ભાગમાંથી ઓક્સિજન ઉત્પાદન માટેના ત્રણ ઉપકરણો ભારત મોકલવામાં આવશે. પ્રત્યેક ઉપકરણ 500 લીટર ઓક્સિજન ઉત્પાદિત કરવાની ક્ષમતા ધરાવે છે. 500 લીટર ઓક્સિજન એક સાથે 50 લોકો માટે પૂરતો જથ્થો છે.

આ પણ વાંચો - મનુષ્ય જાતે ભારે કરી: પૃથ્વી ઉત્પન્ન કરે તેના કરતાં 73 ટકા વધુ સંસાધનોનો ઉપયોગ કરી નાખ્યો

આ ઓક્સિજન ઉપકરણનું કદ શિપીંગ કન્ટેનર જેવડું છે. ઓક્સિજન ઉત્પાદન માટેની આ ફેક્ટરી ભારતમાં દર્દીઓ માટે રાહત લઈને આવશે. દેશમાં મહામારીની બીજી લહેરે કહેર મચાવ્યો છે. મહામારીમાં દર્દીઓ માટે ઓક્સિજન મુખ્ય જરૂરિયાતો પૈકીનું એક છે. બ્રિટનના સ્વાસ્થ્યમંત્રી મેટ હેનકોકે કહ્યું છે કે, આપણે બધાએ ભારતમાં શું થઈ રહ્યું છે તેની ભયંકર તસવીરો જોઈ છે. આ તસવીરો જોનાર દરેકને દુઃખ થયું છે. તેમણે વધુમાં કહ્યું કે, હજુ મહામારી નાબૂદ થઈ નથી તે વાત ભારત યાદ અપાવે છે. આપણે સતર્ક રહેવું પડશે, તેનો સંકેત પણ આ બાબત આપે છે.

બ્રિટન મદદ માટે સતત ભારતના પડખે

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનો ઉલ્લેખ કરીને બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોન્સનના પ્રવક્તા ડાઉનિંગ સ્ટ્રીટએ કહ્યું હતું કે, અમારા તરફથી ભારતને 495 ઓક્સિજન કન્સનટ્રેટર્સ, 220 નોન ઇનવેજિવ વેન્ટિલેટર અને 20 મેન્યુઅલ વેન્ટિલેટરની સપ્લાય કરવામાં આવી રહી છે. મંગળવાર સવારે જ બ્રિટનથી 95 ઓક્સિજન કન્સનટ્રેટર્સ અને 100 વેન્ટિલેટરની પ્રથમ ખેપ દિલ્હી પહોંચી ગઈ હતી.
First published:

Tags: BRITAIN, Oxygen, Oxygen factory, કોરોના, ભારત

આગામી સમાચાર