Home /News /national-international /

ઑક્સફર્ડ ડિક્શનરીમાં સામેલ થયા 'ચડ્ડી' અને 'ફંટૂશ' જેવા શબ્દ

ઑક્સફર્ડ ડિક્શનરીમાં સામેલ થયા 'ચડ્ડી' અને 'ફંટૂશ' જેવા શબ્દ

ઑક્સફર્ડ ડિક્શનરીએ પોતાના પહેલા સંસ્કરણની 90મી વર્ષગાંઠ પૂરી થવાના અવસરે લોકોને સ્થાનિક શબ્દકોશ બનાવવામાં મદદની અપીલ કરી હતી, ત્યારબાદ અનેક નવા શબ્દ જોડવામાં આવ્યા છે

ઑક્સફર્ડ ડિક્શનરીએ પોતાના પહેલા સંસ્કરણની 90મી વર્ષગાંઠ પૂરી થવાના અવસરે લોકોને સ્થાનિક શબ્દકોશ બનાવવામાં મદદની અપીલ કરી હતી, ત્યારબાદ અનેક નવા શબ્દ જોડવામાં આવ્યા છે

    ઑક્સફર્ડ ઈંગ્લિશ ડિક્શનરી (OED)માં નવા શબ્દોને સ્થાન મળ્યું છે, જેમાં કેટલાક શબ્દ એવા છે જે ભારતમાં ઘણા પ્રચલિત છે. ડિક્શનરીએ પોતાના પહેલા સંસ્કરણની 90મી વર્ષગાંઠ પૂરી થવાના અવસરે લોકોને અપીલ કરી હતી કે તેઓ સ્થાનિક શબ્દકોશમાં ઑક્સફર્ડની મદદ કરે, ત્યારબાદ ડિક્શનરીમાં ચડ્ડી, ફંટૂશ અને જિબોન્સ જેવા શબ્દોને સ્થાન આપવામાં આવ્યું છે.

    ઑક્સફર્ડ ડિક્શનરીમાં સામેલ ચડ્ડી શબ્દ ભારતીયોની બોલચાલમાં ખૂબ પ્રચલિત છે. અ શબ્દ અન્ડરપેન્ટ્સ માટે ઉપયોગમાં લેવાય છે. પાઠકો દ્વારા સ્કોટિશ શબ્દોની પણ ભલામણ કરવામાં આવી હતી. OED બિડી-ઇન સામેલ કર્યો છે, જેનો ડિક્શનરીમાં અર્થ કોઈ સાથે વિવાહેત્તર સંબંધ રાખવો તેવું જણાવવામાં આવ્યો છે.

    દુનિયાભરમાં ફેલાયેલા તેના પાઠકોએ ડિક્શનરીમાં વેલ્શ અંગ્રેજીના શબ્દ જિબોન્સ એટલે કે લીલી ડુંગળી અને ન્યૂ ઓરલિયન્સના યાટ જેવા શબ્દોની પણ ભલામણ કરી. OEDમાં સિટૂટેરી શબ્દ પણ જોડવામાં આવ્યો છે. સિટૂટેરી એક સ્કોટિશ શબ્દ છે, જેનો અર્થ બહાર બેસવું કે તડકામાં બેસવું થાય છે.

    આ પણ વાંચો, પાક.સેનાના ફાયરિંગમાં જવાન શહીદ, સોપોરમાં ગ્રેનેડ હુમલામાં ત્રણ પોલીસકર્મી ઘાયલ

    ઑક્સફર્ડ ડિક્શનરીમાં ફંટૂશ શબ્દ પણ જોડવામાં આવ્યો છે. આ શબ્દ આમ તો સ્કોટિશ છે, પરંતુ ભારતમાં પણ લોકો તેનો ઉપયોગ કરે છે. ફંટૂશ નામથી એક ફિલ્મ પણ રિલીઝ થઈ ચૂકી છે. ફંટૂશનો અર્થ થાય છે- બનાવટી કે ભડકીલું. ઑક્સફર્ડ ડિક્શનરીના જોનાથન ડેન્ટે કહ્યું કે અમે ક્ષેત્રી શબ્દાવલીની શોધમાં લાગેલા રહીશું. ભવિષ્યમાં અમે અપડેટ્સ દરમિયાન વધુ નવા શબ્દો જોડીશું.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Chaddi, Fantoos, Indian Words, Oxford english dictionary, Oxford university

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन