ઑક્સફર્ડ ડિક્શનરીમાં Womanનું સમાનાર્થી Bitch, અપમાનજનક શબ્દ હટાવવાની માંગ

News18 Gujarati
Updated: September 18, 2019, 2:41 PM IST
ઑક્સફર્ડ ડિક્શનરીમાં Womanનું સમાનાર્થી Bitch, અપમાનજનક શબ્દ હટાવવાની માંગ
પુરુષો માટે ડિક્શનરીમાં નથી આપવામાં આવ્યા અપમાનજનક શબ્દ : મારિયા ગિયોવનાર્ડી

પુરુષો માટે ડિક્શનરીમાં નથી આપવામાં આવ્યા અપમાનજનક શબ્દ : મારિયા ગિયોવનાર્ડી

  • Share this:
રાકા મુખર્જી

ઑક્સફર્ડ ડિક્શનરી (Oxford Dictionary)માં Womanનો પર્યાયવાચી (Synonym) Bitch આપવામાં આવ્યું છે. બીજી તરફ, જો તમે ગૂગલ (Google) પર Womanની પરિભાષા શોધીએ તો એક ઉદાહરણમાં મહિલાઓને મૂર્ખ (Daft)ની સંજ્ઞા આપવામાં આવી છે. તેની વિરુદ્ધ 30 હજાર લોકોએ પિટિશન (Petition) સાઇન કરી છે. મારિયા બેટ્રિશ ગિયોવનાર્ડિની પિટિશનમાં જણાવવામાં આવ્યું છે કે ઓનલાઇન ઑક્સફર્ડ ડિક્શનરી (Online Oxford Dictionary)માં મહિલાઓ માટે Bitch, Piece, Baggage, Wench, Frail, Bird જેવા અપમાનજનક (Derogatory) અને લેંગિકવાદી (Sexist) શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેઓએ મહિલાઓ માટે ઉપયોગ કરવામાં આવેલા આવા શબ્દોને ડિક્શનરીમાંથી હટાવવાની માંગ કરી છે.

'પુરુષો માટે ડિક્શનરીમાં નથી આપવામાં આવ્યા અપમાનજનક શબ્દ'

પિટિશનર ગિયોવનાર્ડીએ 'ધ ગાર્ડિયન'ને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, મહિલાઓ માટે આવા શબ્દો જોયા બાદ જ્યારે તેઓએ શોધ્યું કે શું પુરુષો માટે પણ આવા જ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તો જાણવા મળ્યું કે પુરુષો માટે આટલા ભદ્દા શબ્દોનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. ઓનલાઇન ઑક્સફર્ડ ડિક્શનરીમાં પુરુષો માટે સૌથી અપમાનજનક શબ્દ Bozo (મૂર્ખ) અને Geezer (વૃદ્ધ)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, Man શબ્દની પરિભાષા માટે ડિક્શનરીમાં 25 ઉદાહરણ આપવામાં આવ્યા છે, જ્યારે Woman શબ્દ માટે માત્ર 5 ઉદાહરણથી કામ ચલાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો, PM મોદીને મળેલી 500 રુપિયા કિંમતની આ Giftની એક કરોડમાં હરાજી થઈ!

મારિયાએ કહ્યુ, મહિલાઓની સાથે નિમ્ન કક્ષાનો વ્યવહાર કરવામાં આવ્યોમારિયાનું કહેવું છે કે મહિલાઓ માટે ઑક્સફર્ડ ડિક્શનરીમાં નિમ્ન કક્ષાનો વ્યવહાર કરવામાં આવ્યો છે. ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ (Oxford University Press) જેવા પ્રતિષ્ઠિત સંસ્થાન પાસે આ પ્રકારની બિલકુલ અપેક્ષા ન કરી શકાય અને ન તો આ સ્વીકાર્ય છે. સાથોસાથ એ પણ ચિંતા કરવામાં આવી છે કે કેવી રીતે તેઓ આપણી ભાષાને પ્રભાવિત કરી નવા નિયમ બનાવી રહ્યા છે. ગૂગલ (Google), બિંગ (Bing) અને યાહૂ (Yahoo) જેવા સર્ચ એન્જિનની પાસે ઑક્સફર્ડ ડિક્શનરીનું લાઇસન્સ છે. એવામાં આ પ્રકારની મહિલા વિરોધી પરિભાષાઓ ઘણો પ્રચારિત થઈ ચૂકી છે. નોંધનીય છે કે, મારિયાએ જૂન 2019માં પિટિશન પક્ષમાં સમર્થન એકત્ર કરવા અભિયાન શરૂ કર્યુ હતું.

ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ મામલાને ગંભીરતાથી લઈ રહી છે

હવે સવાલ એવો ઉઠે છે કે શું ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ (Oxford University Press) માટે આ શબ્દો અને પરિભાષાઓને ડિક્શનરીથી હટાવવી આટલી જ સરળ હશે? પ્રેસને આ શબ્દો અને પરિભાષાઓને હટાવવાની સાથે જ કિન્નર (Transgender woman) અને સમલેંગિક મહિલા (Lesbian) જેવા અનેક શબ્દો વધારવા પણ પડશે. ઑક્સફર્ડ યુનિવર્સિટીના પ્રવક્તાએ કહ્યું કે અમે આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહ્યા છીએ. અમે લોકો તરફથી મળનારી પ્રતિક્રિયાને હંમેશા પ્રોત્સાહિત કરીએ છીએ.

આ પણ વાંચો, ભારતીય સેનાએ પાકિસ્તાની 'BAT'ની ઘૂસણખોરી નિષ્ફળ બનાવી
First published: September 18, 2019, 2:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading