‘કોવિશીલ્ડ’ને પેનલે આપી ઇમરજન્સી યૂઝની મંજૂરી, હવે DGCI કરશે નિર્ણય

‘કોવિશીલ્ડ’ને પેનલે આપી ઇમરજન્સી યૂઝની મંજૂરી, હવે DGCI કરશે નિર્ણય
‘કોવિશીલ્ડ’ને પેનલે આપી ઇમરજન્સી યૂઝની મંજૂરી, હવે DGCI કરશે નિર્ણય

ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા દ્વારા બનાવેલ વિશેષ પેનલે આ વિશે નિર્ણય કર્યો

 • Share this:
  નવી દિલ્હી : કોરોના વેક્સીનને લઈને સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની આજે મહત્વની બેઠક મળી હતી. જેમાં ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીન કોવિશીલ્ડને ઈમરજન્સી યૂઝની મંજૂરી આપવામાં આવી છે. CDSCOની વિશેષજ્ઞ સમિતિએ કોવિશીલ્ડને મંજૂરી આપવા અંગેની ભલામણ કરી છે, હવે DGCI આ ભલામણ પર વિચાર કરીને તેને અંતિમ રૂપ આપીને મંજૂરી આપવા પર કામ કરશે. જો આવું થશે તો ભારતમાં ઈમરજન્સી યૂઝની મંજૂરી મેળવનારી પહેલી વેક્સીન બની જશે.

  ઉલ્લેખનીય છે કે બ્રિટન દુનિયાનો પ્રથમ દેશ છે જેણે ઓક્સફોર્ડ-એસ્ટ્રેજેનેકા વેક્સીનની ઇમરજન્સી યૂઝની મંજૂરી આપી છે. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ પહેલા જ આ વેક્સીનના 5 કરોડ ડોઝ તૈયાર કરી ચૂકી છે.  ઓછા તાપમાનમાં રાખવી સૌથી મોટી ખાસિયત

  ભારત માટે કોવિશીલ્ડ વેક્સીન વધારે યોગ્ય છે. Pfizerની વેક્સીનને -70 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર ફ્રીઝ કરીને રાખવાની હોય છે. જેના માટે ફ્રીઝરની વ્યવસ્થા કરવી ભારત માટે મોટો પડકાર બની શકે છે. મોર્ડનાના વેક્સીન માટે પણ ડીપ ફ્રીઝરની જરૂર રહેશે. જોકે ઓક્સફોર્ડની વેક્સીનને સામાન્ય ફ્રીઝમાં રાખવામાં આવી શકે છે.

  આ પણ વાંચો - 2021માં રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે સોના-ચાંદીના ભાવ, 10 ગ્રામ ગોલ્ડ માટે આપવા પડશે 65 હજાર રૂપિયા  બીજુ કારણ એ છે કે ભારત જેવા મોટા દેશમાં ટીકાકરણ મોટા સ્તર પર પ્રોડક્શનની જરૂરિયાત રહેશે. દુનિયાની સૌથી મોટી વેક્સીન ઉત્પાદકના રૂપમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ તેમાં મદદગાર સાબિત થઈ શકે છે. કંપનીનું કહેવું છે કે તે માર્ચ મહિના સુધી લગભગ 10 કરોડ ડોઝ તૈયાર કરી લેશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં પ્રથમ ફેઝના વેક્સિનેશનમાં લગભગ 30 કરોડ લોકોનું ટીકાકરણ કરવામાં આવશે.

  વેક્સીન ક્યાં રાખવામાં આવશે?

  ગત દિવસોમાં આદર પૂનાવાલાએ જણાવ્યું હતું કે, વેક્સીનના ડોઝને અંતિમ વખત તપાસ્યા બાદ તેમને પેક કરવામાં આવશે. જે બાદમાં એક બોક્સમાં મૂકીને તેમને ડાઇ આઈસ કરી દેવાશે. જે બાદમાં ફ્રિજર ટ્રકમાં લોડ કરીને દેશના અલગ અલગ હિસ્સામાં પહોંચાડવામાં આવશે. રસીને કોલ્ડ સ્ટૉરેજમાં રાખવામાં આવશે.

  એક શીશીમાં 10 ડોઝ

  પૂનાવાલાએ જણાવ્યું કે સીરમની વેક્સીનની એક બોટલમાં 10 ડોઝ હોઈ શકે છે. જો કોઈ શીશી ખોલવામાં આવે છે તો તેને ચારથી પાંચ કલાકમાં ઉપયોગમાં લઈ શકાય છે. જો કોઈ ડૉક્ટર પાસે એક શીશી છે તો તે તેને પાંચ લોકોને આપી શકે છે. પૂનાવાલાએ દાવો કર્યો કે, વેક્સીનના ટ્રાયલ દરમિયાન અમુક લોકોએ માથાનો દુઃખાવો, તાવ જેવી ફરિયાદ કરી હતી, જેની સામાન્ય દવાથી સારવાર શક્ય છે. વેક્સીન 2-8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રાખી શકાય છે. જો આને 10 દિવસ સુધી ખુલ્લામાં રાખવામાં આવશે તો પણ તે ખરાબ નહીં થાય. જોકે, તેને 2-8 ડિગ્રી તાપમાનમાં રાખવામાં આવે તે ઇચ્છનીય છે.

  કોવિશીલ્ડ નવા સ્વરૂપ પર પણ અસરકારક

  કોરોનાના નવા સ્ટ્રેઇન સાથે જોડાયેલા એક સવાલ અંગે તેમણે કહ્યુ કે કોવિશીલ્ડ તેના પર પણ અસરકારક રહશે. તેમણે કહ્યું કે સીરમની રસીની કિંમત 200 રૂપિયા પ્રતિ ડોઝ એટલે કે 400 રૂપિયા રહેશે. જોકે, આ ભાવ ફક્ત સરકાર માટે છે. જો કોઈ ખાનગી કંપની તેની ખરીદી કરે છે તો તેના માટે ભાવ 1,000 રૂપિયા પ્રતિ ડોઝ ચૂકવવા પડશે. સીરમના કહેવા પ્રમાણે માર્ચ અથવા એપ્રિલમાં કોવિશીલ્ડ ખાનગી સ્તરે મળવા લાગશે અને તે કોઈ પણ ડૉક્ટર પાસે હશે.
  Published by:Ashish Goyal
  First published:January 01, 2021, 17:44 pm

  ટૉપ ન્યૂઝ