જમ્મૂ અને કશ્મીરમાં થઇ રહેલી હત્યાઓ પ રઅસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે,- 'કશ્મીરમાં ટાર્ગેટેડ કિલિંગ થઇ રહી છે. હથિયાર આવી રહ્યાં છે. ઇન્ટેલિજન્સ શું કરે છે?'
હૈદરાબાદ: હૈદરાબાદથી લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)એ ટી-20 વિશ્વ કપ દરમિયાન ભારત અને પાકિસ્તાનની વચ્ચે થનારા મેચ પર સવાલ કરવામાં આવ્યાં છે. તેણે કહ્યું કે, એક તરફ જમ્મૂ અને કશ્મીરમાં 9 જવાન શહીદ થઇ ગયા અને બીજી તરફ મોદી સરકાર 24 ઓક્ટોબરનાં ક્રિકેટ મેચ રમાડી રહ્યાં છે. પ્રધાનમંત્રી મોદીનાં નિવેદનનો ઉલ્લેખ કરતાં ઓવૈસી કહે છે, શું મોદીજીએ નહોતું કહ્યું કે, ફોજ મરી રીહ છે અને મનમોહન સિંહની સરકાર બિરયાની ખવડાવી રહી છે. હવે 9 સૈનિકો મરી રહ્યાં છે પણ આપ T20 રમશો? પાકિસ્તાન કશ્મીરમાં ભારતીયોનો જીવથી T20 રમી રહ્યાં છે.
જમ્મૂ અને કશ્મીરમાં થઇ રહેલી હત્યાઓ પર ઓવૈસીનું કહેવું છે કે, 'કશ્મીરમાં ટાર્ગેટેડ કિલિંગ થઇ રહી છે. હથિયાર આવી રહ્યાં છે. ઇન્ટેલિજન્સ શું કરે છે? અમિત શાહ શું કરે છે? 370 હટ્યા બાદ કહ્યું હતું કે, કશ્મીરમાં બધુ પૂર્ણ થઇ ગયુ છે, પણ કંઇ જ પત્યું નથી. સીમાપારથી આતંકવાદી આવી રહ્યાં છે. આપે કયું સીઝ ફાયર કર્યું છે'
#WATCH | PM Modi never speaks on 2 things -- rise in petrol and diesel prices & China sitting in our territory in Ladakh. PM is afraid of speaking on China. Our 9 soldiers died (in J&K) & on Oct 24 India-Pakistan T20 match will happen: AIMIM chief Asaduddin Owaisi, in Hyderabad pic.twitter.com/Q0AabFZ0BU
પાકિસ્તાનને NSAથી શું વાત કરીશ સરકાર
આ પહેલાં સોમવારનાં ઓવૈસીએ કહ્યું હતું કે, 'અમે જોઇ રહ્યાં છે કે, નાગરિકો મરી રહ્યાં છે. દરરોજ હત્યાઓ થાય છે. અમારા સૈનિકો મરી રહ્યાં છે એવામાં પાકિસ્તાનનાં NSAની સાથે વાતચીત કરવાનો શું અર્થ છે. જો આપ ઘાટીની હત્યા નથી રોકી શકતા તો આ દેશનાં દરેક ખૂણે આવી ઘટનાઓ થશે.'
ઓવૈસીએ સવાલ કર્યો હતો કે, 'આપણે LoC પર યુદ્ધવિરામ કેમ સ્વીકારી લીધુ? આપણાં જવાન શહીદ થઇ રહ્યાં છે. મજૂરો મરી રહ્યાં છએ. હવે આપ NSAથી શું ચર્ચા કરશો? ભાજપનાં ઘણાં સ્થિર વિદેશ નીતિ નથી. આવા માહોલમાં તેમની સાથે વાત કરવાથી શું થશે?'
લોકસભા સાંસદ ઓવૈસીએ કહ્યું હતું કે, શું કેન્દ્ર સરકાર પર પાકિસ્તાન પાસેની LoC સીમા માટે કોઇ પ્લાન છે? તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, 'જેમ અમેરિકાથી દબાણ આવે છે તેવું સરકાર કરે છે.'