ઓવેસીએ એકવાર ફરીથી PM મોદી પર સાધ્યું નિશાન, કહ્યું કંઈક આવું

Mujahid Tunvar | News18 Gujarati
Updated: January 2, 2018, 9:41 PM IST
ઓવેસીએ એકવાર ફરીથી PM મોદી પર સાધ્યું નિશાન, કહ્યું કંઈક આવું

  • Share this:
AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવેસીએ એકવાર ફરીથી પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. પીએમે મહેરમ (પુરૂષ વાલી વગર) વગર હજ પર મહિલાઓને જવાની જાહેરાત કરી છે. આના પર ઓવેસીએ કહ્યું કે, વિદેશી સરકાર જે કામ પહેલા જ કરી ચૂકી છે, તેનો શ્રેય વડાપ્રધાને લેવો જોઈએ નહી. હૈદરાબાદથી સાંસદ ઓવેસીએ કહ્યું કે, સાઉદી હજ ઓર્થોરિટીએ 45 વર્ષથી અધિક કોઈપણ દેશની મુસ્લિમ મહિલાને વગર મહેરમ હજ પર જવાની પરવાનંગી આપી દીધી છે.

મનની વાતથી ઉભો થયો વિવાદ

આ વિવાદ પીએમ મોદીના રેડિયો કાર્યક્રમ 'મન કિ બાત'થી ઉભો થયો. 2017ના અંતિમ રવિવારે મનની બાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, "મે જોયું છે કે, જો કોઈ મુસ્લિમ મહિલા હજયાત્રાએ જવા ઈચ્છે છે તો તેઓ મહેરમ વગર જઈ શકતી નથી. જ્યારે મે તપાસ કરાવી તો ખબર પડી કે, આપણે એકલા જ છીએ જેમને મહિલાઓને એકલા હજ પર જવા પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે. આ નિયમનો કેટલાક ઈસ્લામિક દેશોમાં પાલન કરવામાં આવતો નથી." મોદીએ આગળ કહ્યું કે, લઘુમતી મંત્રાલયે આ પ્રતિબંધ હટાવી લીધો છે અને હવે મુસ્લિમ મહિલાઓને મહેરમ વગર હજ યાત્રા કરવાની અનુમતિ મળશે." નરેન્દ્ર મોદીએ મન કિ બાતમાં આગળ બોલતા કહ્યું કે, અત્યાર સુધી 1300 મહિલાઓએ મહેરમ વગર હજયાત્રા કરવા માટે આવેદન કરી ચૂકી છે. તેમને કહ્યું કે, મહિલાઓને પુરૂષો જેમ એક સરખા હક મળવા જોઈએ.

પીએમનો થયો વિરોધ

મુસ્લિમ મહિલાઓ માટે મહેરમ (કોઈ પુરૂષ સાથે ના હોય તો પણ ચાલે) વગર યાત્રા પર જવાની પીએમ મોદીએ કરેલી જાહેરાતથી ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB)એ વિરોધ દર્શાવ્યો છે. AIMPLBના સેક્રેટરી મોલાના અબ્દુલ હામિદ અઝહરીએ કહ્યું કે, મુસ્લિમ મહિલાઓનો વગર મહેરમે હજયાત્રા જવાની બાબત સંપૂર્ણ રીતે ધાર્મિક છે. આ એવી બાબત નથી કે, જેના પર સંસદમાં કાનૂન બનાવી શકાય. આમ ઓવેસીએ આજે મોદી પર નિશાન સાંધતા કહ્યું કે, નરેન્દ્ર મોદી સાઉદી સરકારે કરેલા કામની ક્રેડિટ લઈ રહ્યાં છે.

  

 
First published: January 2, 2018, 8:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading