ઔવેસીનો મોદીને ટોણો, "ફાંકા મારવામાં મોદી જાદુગર પીસી સરકારને પણ ટક્કર આપે છે"

News18 Gujarati
Updated: April 11, 2018, 4:51 PM IST
ઔવેસીનો મોદીને ટોણો,

  • Share this:
નવી દિલ્હી: નરેન્દ્ર મોદીએ મગંળવારે બિહાર સરકારને એક અઠવાડિયામાં 8.5 લાખ શૌચાલયો બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા એના બીજા દિવસે અસાઉદ્દીન ઔવેસીએ મોદી પર કટાક્ષ કરતાં કહ્યું કે, મોદી જાદુગરથી ઓછા નથી. ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદ ઉલ મુસલમીનના વડા ઔવેસીએ મોદીની સરખામણી ખ્યાતનાર જાદુગર પી.સી. સરકાર સાથે કરી હતી.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી હવે જાદુગર પી.સી. સરકારની સાથે સ્પર્ધા કરતી રહ્યા છે. હવે એ દિવસો દુર નથી કે જ્યારે મોદી તેમની હેટમાંથી સસલા કાઢે. જો 8.5 લાખ શૌચાલયો એક એઠવાડિયામાં બાંધવામાં આવ્યા હોય તો એનો મતલબ એવો થાય કે, દર બે સેકન્ડે એક શૌચાલય બનાવવામાં આવ્યું. મોદી ખરેખર જાદુગર છે અને તેમનો શો સૌથી વધુ ટી.આર.પી મેળવી શકવા સક્ષમ છે. મને એમ થાય છે કે, વડાપ્રધાન જેવા વ્યક્તિ આવુ તથ્યવિનાનું નિવેદન કઇ રીતે આપી શકે? પણ હવે આપણને તેની ટેવ પડી ગઇ છે."

મંગળવારે ચંપારણમાં સ્વચ્છ ભારત પ્રોગ્રામમાં સંબોધન કરતી વખતે મોદીએ કહ્યું હતુ કે, છેલ્લા એક અઠવાડિયામાં, બિહારમાં 8.5 લાખ શૌચાલયો બાંધવામાં આવ્યા છે. આ કોઇ નાનીસૂની વાત નથી. આ વાત સાબિત કરે છે કે, બિહાર ટૂંક સમયમાં દેશની પ્રગતિ સાથે દોડવા લાગશે."

12 એપ્રિલનાં રોજ નરેન્દ્ર મોદી ઉપવાસ કરવાના છે. લોકસભાનું સત્ર દરમિયાન કામગિરી ન થવા બદલ મોદી ઉપવાસ કરી પશ્ચાતાપ કરશે. આ બાબતે ઔવેસીએ મોદીને સવાલ કર્યો કે, "તેઓ ખેડૂત આત્મહત્યા બાબતે પણ ઉપવાસ કરશે ?. હું મોદીને પુછવા માંગુ છુ કે, જ્યારે હજારો ખેડૂતો આત્મહત્યા કરતા હતા ત્યારે તેમને કેમ પશ્ચાતાપ ન થયો ? શું મોદી આ ખેડૂત આત્મહત્યાના મુદ્દે ઉપવાસ પર બેસશે દલિતો પર અત્યાર થાય છે એ મુદ્દે મોદી ઉપવાસ કરશે ? મોદી રોજગારી આપવામાં નિષ્ફળ ગયા છે. આ બધા ક્ષેત્રે મળેલી નિષ્ફળતાને છુપાવવા માટેની આ બધી તરકીબ છે.
First published: April 11, 2018
વધુ વાંચો
अगली ख़बर