બીજી લહેરનો પ્રકોપ, 2021માં કોરોનાથી 93 ટકા મોત માર્ચ બાદ થયા

બીજી લહેરનો પ્રકોપ, 2021માં કોરોનાથી 93 ટકા મોત માર્ચ બાદ થયા

 • Share this:
  નવી દિલ્લી: કોવિડ-19ની બીજી લહેર (Second Wave Of Covide-19)ને કારણે દેશના મોટાભાગના રાજ્યોની સ્થિતિ ખુબ જ ખરાબ હાલતમાં છે હવે કેટલાક રાજ્યોમાં સ્થિતિ સુધરી રહી છે. તો કેટલાક રાજ્યોમાં પહેલા કરતા સ્થિતિ વધુ ખરાબ થઇ રહી છે. આ બધાની વચ્ચે આંકડાઓ પરથી જાણવા મળી રહ્યું છે કે, 2021માં કોરોનાથી 93 ટકા મોત (Covide death) માર્ચ મહિનામાં થયા છે. આ આંકડાઓ માર્ચ મહિના પછીના છે એટલેએ માની શકાય કે 2021ના શરૂઆતના 2 મહિનામાં માત્ર 7 ટકા જ લોકોના મોત થયા છે.

  સ્વાસ્થય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પર ધ્યાન આપવામાં આવે તો જાણ થાય છે કે, કોરોનામાં દેશમાં થયેલા કુલ મોતમાં 42.72 ટકા માર્ચ મહિનામાં જ થયા છે. કોરોનાએ અત્યાર સુધી 2.74 લાખ લોકોના મોત થયા છે. અને તેમાંથી 1.57 લાખ મોત માર્ચ અને મે મહિનાની વચ્ચે થયા છે.  શું છે સંક્રમણાના આંકડાઓ

  1 જાન્યુઆરી 2021 સુધી દેશમાં કોરોનાથી કુલ 1.48 લાખ મોત થયા હતા. 2021માં 1.25 લાખ લોકોના મોત થયા છે. જેમાંથી 1.17 લાખ લોકોના મોત માર્ચ બાદ થયા છે. જો કોરોના સંક્રમણની વાત કરવામાં આવે તો માર્ચથી લઈને અત્યાર સુધીમાં દેશમાં એટલા કેસો સામે આવ્યા છે કે, જેટલા ગત 10 મહિનામાં પણ નથી આવ્યા. 1 જાન્યુઆરી પહેલા દેશમાં કુલ કોરોનાના કેસ 1.02 કરોડ હતા. જ્યારે હવે તે 2.49 લાખ થયા છે. માર્ચ મહિનામાં દેશમાં 1.38 કરોડ કેસ સામે આવ્યા હતા. 1 મેથી અત્યાર સુધીમાં દેશમાં કુલ 62.02 લાખ કેસ સામે આવ્યા છે. આ દરમિયાન દેશમાં 66,060 લોકોના મોત થયા છે.

  ઓછા થઈ રહેલા નવા કેસો પર સંદેહ: એક્સપર્ટ

  મહત્વનું છે કે, અત્યારે દેશમાં કોરોના કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યા છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્લી અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. પરંતુ એક્સપર્ટોએ આ આંકડાઓ પર સંદેહ વ્યક્ત કર્યો હતો. તેમનું કહેવું છે કે, કોરોના હવે ગ્રામીણ વિસ્તારોમાં ફેલાઈ ગયો છે જ્યાં ટેસ્ટીગનું પ્રમાણ એકદમ ઓછુ છે જેના કારણે કેસો સામે આવી રહ્યા નથી.
  Published by:kuldipsinh barot
  First published:May 17, 2021, 23:27 pm

  ટૉપ ન્યૂઝ