Home /News /national-international /નોટબંધી પછી 50 લાખ લોકોએ નોકરી ગુમાવી: અઝિમ પ્રેમજી યુનિ.નો અહેવાલ

નોટબંધી પછી 50 લાખ લોકોએ નોકરી ગુમાવી: અઝિમ પ્રેમજી યુનિ.નો અહેવાલ

અગાઉ લીક થયેલા અહેવાલમાં બહાર આવ્યુ હતુ કે, 2017માં બેકારીનો દર છેલ્લા 45 વર્ષમાં સૌથી ઉંચો હતો.

અગાઉ લીક થયેલા અહેવાલમાં બહાર આવ્યુ હતુ કે, 2017માં બેકારીનો દર છેલ્લા 45 વર્ષમાં સૌથી ઉંચો હતો.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2016માં રાતોરાત જાહેર કરેલી નોટબંધીને કારણે એ પછીનાં બે વર્ષમાં 50 લાખ લોકોએ નોકરીઓ ગુમાવી છે. આ ખુલાસો એક નવા રિપોર્ટમાં થયો છે.

બેંગ્લુરુ સ્થિત અઝીમ પ્રેમજી યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ દ્વારા મંગળવારનાં રોજ ‘સ્ટેટ ઓફ ધી વર્કિંગ ઇન્ડિયા-2019’ નામનો એક એહવાલ બહાર પાડવામાં આવ્યો છે.

આ અહેવાલમાં એવું પણ નોંધવામાં આવ્યુ છે કે, જો મહિલાઓને ગણવામાં આવે તો, આથીય વધારે લોકોએ નોકરીઓ ગુમાવી છે.

આ અહેવાલમાં નોંધ્યુ છે કે, નોટબંધીનાં કારણે લોકોએ નોકરીઓ ગુમાવી છે. આ એક ચિંતાનો વિષય છે અને આ મુદ્દે તાત્કાલિક નીતિ બદલવાની જરૂર છે,”.

આ અહેવાલનાં જણાવ્યા પ્રમાણે ઉચ્ચ શિક્ષણ મેળવેલા યુવાનોમાંમાં પણ બેકારી જોવા મળી. ઓછું ભણેલા લોકોએ નોકરીઓ ગુમાવી અને તેમને મળતા કામમાં ઘટાડો જોવા મળ્યો. બેરોજગારી એક મહત્વનો પ્રાથમિક મુદ્દો અર્થતંત્રમાં બનીને ઉપસી આવ્યો છે.

આ પહેલા બેરોજગારી વિશેનો સરકારનો અહેવાલ લીક થયો હતો. આ સરકારી આંકડાઓ મુજબ જ, 2017-18નાં વર્ષમાં બેરોજગારીનો આંક છેલ્લા 45 વર્ષમાં સૌથી ઉંચો આવ્યો છે.

નેશનલ સેમ્પલ સર્વે ઓફિસે દ્વારા જુલાઇ-2017 અને જુન 2018નાં સમયગાળા દરમિયાન બેરોજગારી વિશે અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં બેરોજગારીનો દર 6.1 ટકા જોવા મળ્યો હતો.1972-73થી અત્યાર સુંધીનો સૌથી મોટો દર હતો.
રોજગારી (બેરોજગારી)વિશેનો અહેવાલ સરકારે બહાર પાડ્યો નહી પણ એક અંગ્રેજી અખબારે આ અહેવાલ મેળવીને બહાર પાડ્યો હતો.

તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા અઝિમ પ્રેમજી યુનિવર્સિટીનાં અહેવાલમાં નોંધવામાં આવ્યુ છે કે, જે લોકોને રોજગારી મળે છે તેમાં મોટાભાગનાં લોકો ઓછુ ભણેલા છે.
First published:

Tags: Demonetization, Unemployment, ભારત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી