Home /News /national-international /ભારત સહિત અનેક દેશોમાં પત્રકારો-નેતાઓના મોબાઇલ હેકિંગનો દાવો, સરકારે કહ્યું- તેમાં કોઈ નક્કર સત્ય નથી

ભારત સહિત અનેક દેશોમાં પત્રકારો-નેતાઓના મોબાઇલ હેકિંગનો દાવો, સરકારે કહ્યું- તેમાં કોઈ નક્કર સત્ય નથી

(પ્રતીકાત્મક તસવીર)

Pegasus Spyware India: કેન્દ્રીય મંત્રીઓ, પત્રકારો, વિપક્ષી નેતાઓ અને કારોબારીના ફોન હેક થયાનો આક્ષેપ, સરકારે રિપોર્ટ ફગાવ્યો

નવી દિલ્હી. મીડિયા સંસ્થાનોના આંતરરાષ્ટ્રીય સંગઠને ખુલાસો કર્યો છે કે માત્ર સરકારી એજન્સીઓને વેચવામાં આવતા ઈઝરાયલ (Israel)ના જાસૂસી સોફ્ટવેર (pegasus spyware)ના માધ્યમથી ભારતના બે કેન્દ્રીય મંત્રીઓ, 40થી વધારે પત્રકારો, વિપક્ષના ત્રણ નેતાઓ અને એક જજ સહિત મોટી સંખ્યામાં કારોબારીઓ અને અધિકાર કાર્યકર્તાઓના 300થી વધારે મોબાઇલ નંબર હોઈ શકે છે કે હેક કરવામાં આવ્યા છે. આ રિપોર્ટ (Pegasus Spyware India) રવિવારે સામે આવ્યો છે. જોકે સરકારે પોતાના સ્તર પર ખાસ લોકો પર નજર રાખવા સંબંધી આરોપોને ફગાવી દીધા છે. સરકારે કહ્યું છે કે- કોઈ નક્કર આધાર નથી કે તેના સાથે જોડાયેલું સત્ય નથી.

સરકારે રિપોર્ટનો ફગાવ્યો

સરકારે મીડિયા રિપોર્ટોને ફગાવી દેતા કહ્યું કે, ભારત એક મજબૂત લોકતંત્ર છે અને તે પોતાના તમામ નાગરિકોના અંગત અધિકારને મૌલિક અધિકાર તરીકે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. સાથોસાથ સરકારે તપાસકર્તા, અભિયોજક અને જ્યૂરીની ભૂમિકાના પ્રયાસ સંબંધી મીડિયા રિપોર્ટને ફગાવી દીધો છે.

રિપોર્ટને ભારતના ન્યૂઝ પોર્ટલ ધ વાયરની સાથોસાથ વોશિંગટન પોસ્ટ, ધ ગાર્ડિયન અને લે મોંડે સહિત 16 અન્ય આંતરરાષ્ટ્રીય પ્રકાશકોએ પેરિસના મીડયા બિન-લાભકારી સંગઠન ફોરબિડન સ્ટોરીઝ અને રાઇટ્સ ગ્રુપ એમનેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવેલી એક તપાસ માટે મીડિયા પાર્ટનરના રૂપમાં પ્રકાશિત કરી છે. આ તપાસ દુનિયાભરથી 50,000થી વધુ ફોન નંબરોના લીક થવાની યાદી પર આધારિત છે અને માનવામાં આવી રહ્યું છે કે ઈઝરાયલની કંપની એનએસઓ ગ્રુપના પેગાસસ સોફ્ટવેરના માધ્યમથી સંભવિત આ હેકિંગ કરવામાં આવ્યું છે.

સંસદમાં ઉઠી શકે છે મુદ્દો

ધ વાયરે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે મીડિયા તપાસ પરિયોજનાના હિસ્સાના રૂપમાં કરવામાં આવેલા ફોરેન્સિક પરીક્ષણોમાં 37 ફોનને પેગાસસ જાસૂસી સોફ્ટવેર દ્વારા નિશાન બનાવવાના સ્પષ્ટ સંકેત મળ્યા છે, જેમાંથી 10 ભારતીય છે. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે સોમવારથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું છે. આ મુદ્દો સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં ઉઠી શકે છે. વિપક્ષના કેટલાક નેતા આ મુદ્દા પર ચર્ચા માટે સ્થગન પ્રસ્તાવ પણ રજૂ કરી શકે છે.

આ પણ વાંચો, સરકારની આ સ્કીમથી હવે તમે ઉપાડી શકશો 5 લાખ રૂપિયા સુધીની રકમ, જાણો શું છે નવો નિયમ

ધ વાયરે કહ્યું કે, આ આંકડાઓમાં ભારતના જે નંબર છે તેમાં 40થી વધારે પત્રકાર, ત્રણ પ્રમુખ વિપક્ષી હસ્તીઓ, એક બંધારણીય અધિકારી, નરેન્દ્ર મોદી સરકારના બે મંત્રી, સુરક્ષા સંગઠનોના વર્તમાન અને પૂર્વ પ્રમુખ અને અધિકારી, એક જજ અને અનેક કારોબારીઓન નંબર સામેલ છે. સરકારે રિપોર્ટનો જવાબ આપતા મીડિયા સંગઠનોને આપેલા પોતાના જવાબનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારત દ્વારા વોટ્સએપ પર પેગાસસના ઉપયોગ સંબંધમાં આ પ્રકારના દાવા ભૂતકાળમાં પણ કરવામાં આવ્યા હતા અને આ રિપોર્ટનો પણ તથ્યાત્મક આધાર નથી અને સુપ્રીમ કોર્ટમાં વોટ્સએપ સહિત તમામ પક્ષોએ તેનો ઇન્કાર કર્યો હતો.

આ પણ વાંચો, PM Kisan Tractor Yojna: ટ્રેક્ટર ખરીદવા પર મળશે 50 ટકાની સબ્સિડી, જાણો કેવી રીતે મળશે ફાયદો

સરકારે કહ્યું કે, એક સ્થાપિત પ્રક્રિયા છે જેના માધ્યમથી રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને લઈ ઇલેક્ટ્રોનિક સંવાદને કેન્દ્ર કે રાજ્યોની એજન્સીઓ દ્વારા કાયદાકીય રીતે પ્રાપ્ત કરી શકાય છે અને આ પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ કોમ્પ્યૂટર સંસાધનથી સૂચનાને પ્રાપ્ત કરવા, તેની પર નજર રાખવા નિયત કાયદાકીય પ્રક્રિય હેઠળ થાય.
First published:

Tags: Indian Journalists, Israel, Pegasus, Pegasus Spyware India, Snooping, મોદી સરકાર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો