નવી દિલ્હી : કોરોના વાયરસે પુરી દુનિયાને પોતાની ઝપેટમાં લીધુ છે. આ ઘાતક મહામારીની હાલમાં કોઈ કારગર દવા નથી મળી શકી. કોવિડ-19ને ખતમ કરવા માટે દુનિયાભરમાં વેક્સિ બનાવવાનું કામ ઝડપથી થઈ રહ્યું છે. કોઈ વેક્સિન બનાવવા માટે આમ તો ઘણો સમય અને સંશાધન ખર્ચ થાય છે. પરંતુ, વિશ્વમાં કોરોનાથી મચેલી તાબાહીને જોતા આ કામ ઝડપથી પૂરૂ કરવાની કોશિસ ચાલી રહી છે. આ કામમાં મદદ માટે પણ લોકો આગળ આવી રહ્યા છે. એવામાં એક સંસ્થાએ એક કેમ્પેઈન શરૂ કર્યું છે, જેના હેઠળ એવા લોકોનુંલિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે જે વેક્સિન માટે ખુદને કોરોના સંક્રમિત થવા માટે તૈયાર છે.
વોશિંગ્ટન પોસ્ટના એક રિપોર્ટ અનુસાર, આ અનોખા કેમ્પેઈનને શરૂ કરનારી સંસ્થાનું નામ 1 ડે સૂનુર છે. આ સંસ્થા પોતાની વેબસાઈટ દ્વારા દુનિયાભરમાંથી વોલેન્ટિયર્સ બનવા માટે અરજી સ્વીકાર કરી રહ્યા છે. આ સંસ્થા સાથે અત્યાર સુધીમાં 30 હજારથી વધુ લોકો જોડાઈ ચુક્યા છે. અને કોવિડ-19 વેક્સિન પરિક્ષણ કરાવવા ાટે કોરોના સંક્રમિત થવા માટે રાજી થઈ ગયા છે.
આ કારણે વેક્સિન બનાવવામાં લાગે છે ખૂબ સમય
જોકે, એ વાત પણ સામે આવી છે કે, મોટાભાગના લોકો પર ટ્રાયલ કરવા માટે તેમને સંક્રમિત નથી કરવામાં આવતા. જ્યારે સ્વસ્થ્ય લોકો પર વેક્સિનનું પરિક્ષણ કરવામાં આવે છે. ત્યારબાદ વ્યક્તિ સંક્રમિત થાય તેની રાહ જોવામાં આવે છે. જેથી તે વ્યક્તિના શરીરમાં થતી પ્રક્રિયા ખબર પડી શકે. આ પ્રક્રિયામાં ઘણો લાંબો સમય લાગી શકે છે. અને વ્યક્તિ સંક્રમિત થશે કે નહીં તેના પર પણ શસ્પેન્સ રહેતુ હોય છે. જેના કારણે વેક્સીન બનાવવામાં લાંબો સમય લાગી શકે છે.
તો આ રીતે વેક્સિન તૈયાર કરવામાં ઓછો સમય લાગશે?
એવામાં 1 ડે સૂનર નામની આ સંસ્થા વેક્સીનના હ્યુમન ટ્રાયલ માટે લોકોને સંક્રમિત કરવાના પક્ષમાં છે. સંસ્થાનું કહેવું છે કે, જે લોકો ખુદ વેક્સીનના ટ્રાયલ માટે આગળ આવી રહ્યા છે તેમને સંક્રમિત કરી વેક્સીનનો ડોઝ આપવામાં આવે. જેનાથી લાખો લોકોના જીવ પર આવેલા ખતરાને ઓછો કરી શકાય.
રિપોર્ટ અનુસાર, હાલમાં કોઈ પણ દેશે વેક્સિનના ટ્રાયલ માટે લોકોના જાણી જોઈને સંક્રમિત કરવાની મંજૂરી નથી આપી. તેનું કારણ એ છે કે, આ લોકો માટે જીવલેણ પ્રયોગ બની શકે છે. જોકે, આ સંસ્થાનું માનવું છે કે, હ્યુમન ટ્રાયલને મંજૂરી આપવાથી વેક્સીન ઝડપી બનશે, અને દુનિયાભરના લાખો લોકોના જીવ બચાવી શકાશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર