Home /News /national-international /

મહારાષ્ટ્રમાં 24 હજાર સરકારી કર્મચારીઓએ પાક લોન માફી માટે અરજી કરી

મહારાષ્ટ્રમાં 24 હજાર સરકારી કર્મચારીઓએ પાક લોન માફી માટે અરજી કરી

પ્રતિકાત્મક તસવીર

    અમદાવાદ: મહારાષ્ટ્રમાં 24,000 સરકારી અધિકારીઓએ રાજ્ય સરકારની પાક ધિરાણ લોન માફી માટે અરજીઓ કરી હોવાનું સામે આવ્યું છે. સરકારી નોકરીયાતો આ યોજના ન હોવા છતા તેમણે અરજીઓ કરી છે. એક સિનીયર અધિકારીએ જણાવ્યું કે, એક લાખથી વધુ એવા લોકોએ આ માફી યોજનાનો લાભ લેવા માટે અરજીઓ કરી કે, જેઓ ખરેખર આ યોજનાનો લાભ લેવા માટે હકદાર નથી. આશ્ચર્યજનક વાત એ છે કે, આ એક લાખ અરજીઓમાં 24,221 અરજીઓ રાજ્ય સરકારમાં નોકરીઓ કરે છે.

    મહારાષ્ટ્ર સરકારે રૂ. 34,000 કરોડની પાક લોન માફી યોજના જાહેર કરી છે.

    રાજયના મહેસુલ મંત્રી ચંદ્રકાંત પાટીલે તાજેતરમાં આ વાતનો ઉલ્લેખ કરી કહ્યું હતુ કે, પાક લોન માફી યોજનાનો લાભ લેવા જે અરજીઓ આવી તેમાં સરકારી નોકરિયાતોના નામ પણ જોવા મળ્યા છે અને આ અરજીઓ રદ કરવામાં આવી છે. આ બાબત ધ્યાનમાં આવતા, આ યોજનાના લાભાર્થીઓની ઉંડી ચકાસણી કરવાની જરૂરિયાત ઉભી થઇ છે અને તેથી આ યોજનાની અમલવારી મોડી થઇ રહી છે.

    સરકારી અધિકારીએ માહિતી આપતા કહ્યું કે, 1.30 લાખ અરજીઓ તેમણે રદ કરી છે. કેમ કે, અરજદારો આ યોજના માટે જરૂરી લાયકાતના ધોરણો ધરાવતા ન હતા. આ યોજનાના જે મહત્વની શરતો હતી તેમાં સૌથી પહેલી શરત જ એ હતી કે, લાભાર્થીને આવકનો બીજો કોઇ સ્ત્રોત ન હોય. જે લોકોની અરજીઓ રદ કરવામાં આવી તેમા એવુ જોવા મળ્યુ કે, તેમને ખેતી સિવાય આવકના અન્ય સ્રોત પણ હતા. આ લાભ લેવા માટે દુકાનદારો, સરકારી નોકરિયાતો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ અરજીઓ કરી હતી. આ યોજના કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ દ્વારા અમલ કરવામાં આવી રહી છે. રસપ્રદ વાત એ છે કે, પાક લોન માફી યોજના માટે 9, 262 અરજીઓ આ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ કરી હતી.
    મહારાષ્ટ્ર સરકારે જ્યારે આ પાક લોન માફી યોજના જાહેર કરી હતી ત્યારે જ જણાવ્યું હતુ કે, સરકારી કર્મચારીઓ ખેતી કરતા હશે તો પણ તેમને આ યોજનાનો લાભ મળશે નહીં.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Maharashtra Government, મહારાષ્ટ્ર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन