UNએ અપડેટ કર્યું આતંકીઓનું લીસ્ટ, પાકિસ્તાનમાંથી દાઉદ-હાફિઝ સહિત 139 નામ

  • Share this:

    સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આતંકવાદીઓનું તાજેતરમાં લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં 1993 મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપી અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનું પણ નામ શામેલ છે. આ લિસ્ટમાં કેટલાએ એવા આતંકવાદીઓ છે, જે પાકિસ્તાનમાં રહે છે, ત્યાંથી પોતાની ગતીવિધીઓ ચલાવે છે, અથવા અહીંથી સક્રિય આતંકવાદી સમૂહોની સાથે મળી કામ કરે છે.


    પાકિસ્તાનના કુલ 139 કુખ્યાત લોકોના નામ આમાં શામેલ છે, જેમાં દાઉદ ઈબ્રાહિમ અને લશ્કર-એ-તૈયબાના પ્રમુખ હાફિઝ સઈદ પણ છે. યૂએનના 139 પાકિસ્તાની આતંકવાદીઓના લિસ્ટમાં અલકાયદા, લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ-દાવાનું નામ પણ છે. કાંઉન્સિલ પ્રમાણે, દાઉદ ઈબ્રાહિમ ભારતનો નાગરિક છે, પરંતુ તેની પાસે પાકિસ્તાની પાસપોર્ટ છે, જે રાવલપિંડી અને કરાચીમાં જાહેર કરવામાં આવ્યો છે. એજન્સિએ એ પણ દાવો કરે છે કે, દાઉદ કરાચીમાં એક આલિશાન બંગલામાં રહે છે.


    સંયુક્ત રાષ્ટ્રના લીસ્ટમાં હાફિઝ સઈદને લશ્કર-એ-તૈયબાના નેતાના રૂપમાં બતાવવામાં આવ્યો છે. મિલિલી મુસ્લીમ લીગ પાર્ટી મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદની પાર્ટી છે. અમેરિકાએ MLMના સાત સભ્યોને વિદેશી આતંકવાદીઓના રૂપમાં નામિત કર્યા છે. આ સિવાય અમેરિકાએ MLMના સાત સભ્યોને વિદેશી આતંકવાદીઓના રૂપમાં નામિત કર્યા છે. આ સિવાય અમેરિકાએ આતંકવાદી સંગઠનોના લીસ્ટમાં તહરીક-એ-આઝાદી-એ-કાશ્મીરને પણ શામેલ કર્યું છે. TAJKને લશ્કર-એ-તૈયબાની પાર્ટી છે. ટ્રંપ પ્રશાસન પ્રમાણે આ તમામ પાર્ટીઓ પાકિસ્તાનમાં એકદમ સરળ રીતે કામ કાજ કરી રહી છે, તેમના પર કોઈ પ્રતિબંધ નથી.

    Published by:kiran mehta
    First published: