આસામ સરકારે જાહેર કરી NRCની નવી યાદી, 1 લાખ લોકોનાં નામ સામેલ નહીં

News18 Gujarati
Updated: June 26, 2019, 12:00 PM IST
આસામ સરકારે જાહેર કરી NRCની નવી યાદી, 1 લાખ લોકોનાં નામ સામેલ નહીં
એડિશનલ ડ્રાફ્ટ ઇક્સ્ક્લૂશન લિસ્ટમાં 1,02,462 લોકોનાં નામ સામેલ છે. (Reuters)

વધારાની યાદીમાં એમનાં નામ છે જે 30 જુલાઈ 2018ના રોજ પ્રકાશિત પૂર્ણ ડ્રાફ્ટ એનઆરસીમાં સામેલ છે, પરંતુ બાદમાં અયોગ્ય પુરવાર થયા

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : આસામમાં નાગરિકોના રાષ્ટ્રીય રજિસ્ટર (એનઆરસી)ના ડ્રાફ્ટ તૈયાર કરવાની વધારાની યાદી બુધવારે તમામ માટે પ્રકાશિત કરવામાં આવી છે. એડિશનલ ડ્રાફ્ટ ઇક્સ્ક્લૂશન લિસ્ટમાં 1,02,462 લોકોના નામ સામેલ છે, જેમને હવે પોતાની નાગરિકતા સાબિત કરવા માટે દાવા દાખલ કરવાના છે.

એનઆરસી અધિકારીઓએ જણાવ્યું કે, વધારાની યાદીમાં માત્ર એ લોકોના નામ છે જે 30 જુલાઈ 2018ના રોજ પ્રકાશિત પૂર્ણ ડ્રાફ્ટ એનઆરસીમાં સામેલ છે, પરંતુ બાદમાં અયોગ્ય પુરવાર થયા છે.

એક પ્રેસ રિલિઝમાં સ્ટેટ કો-ઓર્ડિનેશને કહ્યું કે, એડિશનલ ડ્રાફ્ટ ઇક્સ્ક્લૂશન લિસ્ટમાં 15 ફેબ્રુઆરી 2019થી 26 જૂન 2019ની અવધિ દરમિયાન દાવા અને વાંધાને ઉકેલવા માટે આયોજિત દાવા અને વાંધાઓની પરિણામ નથી. તે માત્ર 31 જુલાઈ 2019ના રોજ પ્રકાશિત થનારા અંતિમ એનઆરસીમાં પ્રકાશિત કરવામાં આવશે. 26 જૂન 2019ની સવારે 10 વાગ્યે એડિશનલ ડ્રાફ્ટ ઇક્સ્ક્લૂશન લિસ્ટની હાર્ડ કોપી એનઆસી સેવા કેન્દ્રો (એનએસકે) પર જનતા માટે ઉપલબ્ધ હશે.

બહાર રાખવામાં આવેલા લોકોને મોકલાશે LOI

આ ઉપરાંત, NRCના સ્ટેટ કો-ઓર્ડિનેટરનું કહેવું છે કે, જેમને બહાર રાખવામાં આવશે, તેમને વ્યક્તિગત રીતે એલઓ આઈ (સેટક ઓફ ઇર્ન્ફોમેશન)ના માધ્યમથી તેમના ઘરના સરનામે પહોંચાડવાની સાથોસાથ તેમને બહાર રાખવાના કારણ વિશે પણ માહિતગાર કરવામાં આવશે અને તેમની પાસે એ દાવો કરવાનો અવસર હોય છે કે એક નિરાકરણ અધિકારી દ્વારા તેમના મામલાની સુનાવણી થાય.

સ્ટેટ કો-ઓર્ડિનેટરે કહ્યું કે સુનાવણી 5 જુલાઈ 2019થી શરૂ થશે. સુનાવણીની તારીખ પણ હશે. એનઆરસીની વેબસાઇટ www.nrcassam.nic.in 29 જૂનથી ઓનલાઇન ઉપલબ્ધ છે. આ પ્રકારે તમામ દાવાઓને ત્યારબાદ ઉકેલાશે અને 31 જુલાઈ 2019ના રોજ અંતિમ એનઆરસીમાં એવા વ્યક્તિઓના પરિણામ જાહેર કરવામાં આવશે.
First published: June 26, 2019, 12:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading