1 લાખ ખેડૂતોનું 29મીએ મોદી સરકાર સામે હલ્લાબોલ

News18 Gujarati
Updated: November 26, 2018, 12:04 PM IST
1 લાખ ખેડૂતોનું 29મીએ મોદી સરકાર સામે હલ્લાબોલ
પ્રતીકાત્મક તસવીર

ખેડૂતો રામલીલા મેદાનથી સંસદ સુધી વિશાળ રેલી કાઢશે, ભાજપ વિરોધી રાજકીય પક્ષોને પણ આમંત્રણ

  • Share this:
નવી દિલ્હી: પોતાની સમસ્યાઓને લઈને દેશભરનાં ખેડૂતો મોદી સરકાર સામે ફરી ઉગ્ર રોષ ઠાલવશે. 29 અને 30 નવેમ્બરના રોજ ખેડૂતો વિશાળ રેલીનું આયોજન કરવા જઈ રહ્યા છે. ઓલ ઈન્ડિયા કિસાન સંઘર્ષ કો-ઓર્ડીનેશન કમિટીના કન્વેનર હન્નન મોલ્લાહે જણાવ્યું કે, દેશના 208 જેટલા ખેડૂત સંગઠન સાથે મળી 29 નવેમ્બરે દિલ્હીમાં સરકાર સમક્ષ પોતાની માંગો રજૂ કરશે. અન્ય એક ખેડૂત નેતાએ જણાવ્યું કે, આ રેલીનું આયોજન મોદી સરકાર ખેડૂતોની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહી છે તેને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યું છે.

ઓલ ઈન્ડિયા કિસાન સભાના નેશનલ સેક્રેટરી અતુલ અંજાને જણાવ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, આંધ્ર પ્રદેશ, કેરળ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યા છે. આ રેલીમાં એક લાખથી વધુ ખેડૂતો જોડાય તેવી શક્યતા છે, જેને પગલે અત્યાર સુધીની સૌથી મોટી રેલી બની રહેશે.

ખેડૂત સંગઠનોએ માગણી કરી હતી કે સંસદમાં સરકાર એક વિશેષ સત્ર બોલાવે અને બે મહત્વપૂર્ણ બિલોને રજૂ કરે. જેમાં ખેડૂતોના દેવા અને ટેકાના ભાવોનો સમાવેશ થાય છે. ઉપરાંત ખેડૂતોની જે સમસ્યાઓ છે તેના નિરાકરણ માટે પણ પગલા લેવામાં આવે. ખેડૂતોની દેવા માફી માટે એક રાષ્ટ્રીય કમીશનની પણ રચના કરવામાં આવે.

આ પણ વાંચો, સાતમા પગાર પંચનો અમલ નહીં થાય તો પ્રોફેસરો કરશે રાજ્યવ્યાપી આંદોલન

2019ની લોકસભા ચૂંટણી પહેલાં ખેડૂતોની મોદી સરકાર આ રેલી અનેક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ખેડૂતો પોતાની માંગ રજૂ કરશે અને અગાઉ જે વચનો આપ્યા હતા તેને યાદ અપાવવામાં આવશે. રેલીમાં ખેડૂતોની આત્મહત્યા, ટેકાના ભાવ, સિંચાઈની સુવિધા, વૃદ્ધ ખેડૂતોને પેન્શન જેવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ખેડૂતો પોતાની માંગ સરકાર સમક્ષ રજૂ કરશે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસના કાર્યક્રમમાં 29 નવેમ્બરે એક શામ કિસાન કે નામ નામથી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 30 નવેમ્બરે ખેડૂતો રામલીલી મેદાનથી સંસદ સુધી એક વિશાળ માર્ચ કાઢશે.
First published: November 26, 2018, 10:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading