BMJ ગ્લોબલ હેલ્થ જર્નલ (BMJ Global Health)માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, હેડફોન અને ઇયરબડના ઉપયોગ (use of headphones and earbuds in Yougsters) અને મોટેથી વાગતા મ્યુઝીકના સ્થળો (Loud Music Places)એ અવારનવાર જવાના કારણે એક અબજથી વધુ કિશોરો અને યુવાનોને સાંભળવાની ક્ષમતામાં નુકસાન (risk of hearing loss in Youngsters) થવાનું જોખમ છે. યુ.એસ.ની મેડિકલ યુનિવર્સિટી ઓફ સાઉથ કેરોલિના (Medical University of South Carolina)ના સંશોધકો સહિતની આંતરરાષ્ટ્રીય ટીમે નોંધ્યું હતું કે, વિશ્વભરની સરકારોએ લોકોની સાંભળવાની ક્ષમતાને સુરક્ષિત ( safeguard aural health) રાખવા માટે "Safe Listening" નીતિઓને તાત્કાલિક પ્રાથમિકતા આપવાની જરૂર છે.
અભ્યાસ લેખકોએ જણાવ્યું હતું કે, "સરકાર, ઇન્ડસ્ટ્રી અને સિવિલ સોસાયટી માટે સલામત સાંભળવાની રીતોને પ્રોત્સાહન આપીને વિશ્વભરના લોકોને થઇ રહેલ શ્રવણ શક્તિના નુકસાન નિવારણને પ્રાથમિકતા આપવાની ખાસ જરૂરિયાત છે."
430 મિલિયન લોકોની શ્રવણ શક્તિ છે નબળી
સંશોધકોએ જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) નો અંદાજ છે કે, વિશ્વભરમાં 430 મિલિયનથી વધુ લોકોની હાલમાં સાંભળવાની ક્ષમતા નબળી પડી ચૂકી છે. આમાં સૌથી વધુ યુવાન લોકો છે, કારણ કે તેમના પર્સનલ ડિવાઇસ જેમ કે સ્માર્ટફોન્સ, હેડફોન્સ અને ઇયરબડ્સ કે કોઇ લાઉડ મ્યુઝીકવાળી જગ્યાએ વારંવાર જવાથી અને પોતાની શ્રવણ શક્તિ પ્રત્યે બેદરકારીથી વધારો થયો છે. અગાઉ પ્રકાશિત થયેલા સંશોધનો સૂચવે છે કે, PLD યુઝર્સ ઘણીવાર 105 ડેસિબલ (dB) જેટલું ઊંચું વોલ્યુમ પસંદ કરે છે, જ્યારે મનોરંજનના સ્થળોએ સરેરાશ અવાજનું સ્તર 104થી 112 dB સુધીનું હોય છે. જે પુખ્ત વયના લોકો માટે 80 dB અને બાળકો માટે 75 dBના માન્ય ધ્વનિ લેવલથી વધારે છે, પછી ભલે તે ખૂબ જ ટૂંકા ગાળા માટે જ કેમ ન હોય.
સંશોધકોએ કિશોરો અને યુવાન પુખ્ત વયના લોકોમાં સાંભળવાની અનસેફ પ્રેક્ટિસના વ્યાપનું માપ કાઢ્યું હતું, જેથી તે સંખ્યાઓનો વૈશ્વિક અંદાજ તૈયાર કરી શકાય કે જે લોકોમાં શ્રવણ શક્તિ નબળી પડવાની શક્યતા વધારે છે. તેઓએ અંગ્રેજી, ફ્રેંચ, સ્પેનિશ અને રશિયનમાં પ્રકાશિત થયેલા સંબંધિત અભ્યાસો માટે સંશોધન ડેટાબેસેસને ટ્રોલ કર્યું. જેમાં 12-34 વર્ષની વયના લોકો સામેલ હતા અને નિરપેક્ષ રીતે માપેલા ડિવાઇસ આઉટપુટ લેવલ્સ અને એક્સપોઝરની લંબાઈ અંગે જણાવતા હતા.
સંશોધનમાં 33 અભ્યાસોનો સમાવેશ થાય છે, જે 35 રેકોર્ડ્સ અને 19,046 સહભાગીઓના ડેટાને અનુરૂપ છે. 17 રેકોર્ડ PLD ઉપયોગ પર કેન્દ્રિત છે અને 18 વધુ અવાજવાળા મનોરંજન સ્થળો પર કેન્દ્રિત છે.
સંશોધકોએ કાઢ્યો અંદાજ
સંશોધકોએ 2022 (2.8 બિલિયન)માં 12-34 વર્ષની વયની અંદાજિત વૈશ્વિક વસ્તી અને PLDs અથવા લાઉડ મ્યુઝીક સ્પેસના સંપર્કમાં આવતા લોકોના અંદાજોને ધ્યાનમાં લઈને સાંભળવાની શક્તિ જોખમમાં હોઈ શકે તેવા લોકોની સંખ્યાનો પણ અંદાજ કાઢ્યો હતો. સંશોધન સૂચવે છે કે કિશોરો અને યુવાન લોકોમાં PLDનો ઉપયોગ અને લાઉડ મ્યુઝીક સ્પેસમાં જવું વિશ્વભરમાં સામાન્ય બની ગયું છે. અનુક્રમે આ સંખ્યા 24 ટકા અને 48 ટકા છે. સંશોધકોનો અંદાજ છે કે ટીનેજર્સ અને યુવા પુખ્ત વયના લોકોની વૈશ્વિક સંખ્યા કે જેઓ સંભવતઃ સાંભળવાની ખોટના જોખમમાં હોઈ શકે છે, તે 0.67 થી 1.35 બિલિયન છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર