કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષે સિદ્ધારમૈયા ઉપર લગાવ્યા ગંભીર આરોપ

News18 Gujarati
Updated: May 16, 2018, 7:44 PM IST
કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષે સિદ્ધારમૈયા ઉપર લગાવ્યા ગંભીર આરોપ
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર મળ્યા બાદ કોંગ્રેસી નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપ લગાવવાનું શરૂ કર્યું છે. વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ કેબી કોલિવાડે સિદ્ધારમૈયાને હાર માટે જવાબદાર ગણાવ્યા છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર મળ્યા બાદ કોંગ્રેસી નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપ લગાવવાનું શરૂ કર્યું છે. વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ કેબી કોલિવાડે સિદ્ધારમૈયાને હાર માટે જવાબદાર ગણાવ્યા છે.

  • Share this:
ડી પી સતિષ

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર મળ્યા બાદ કોંગ્રેસી નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપ લગાવવાનું શરૂ કર્યું છે. વિધાનસભાના  અધ્યક્ષ કેબી કોલિવાડે સિદ્ધારમૈયાને હાર માટે જવાબદાર ગણાવ્યા છે. સિદ્ધારમૈયા કોલિવાડ, રાણેબેનુર સીટ ઉપર અપક્ષના ઉમેદવાર સામે 6000 વોટથી ચૂંટણી હાર્યા છે. કોલિવાડે કહ્યું કે, કોંગ્રેસને સિદ્ધારમૈયા પાસેથી પાર્ટીની જવાબદારી પાછી લેવી જોઇએ.

ન્યૂઝ18 સાથે વાત કરતા તેમણે કહ્યું કે, સિદ્ધારમૈયા આ કરારી હાર માટે જવાબદાર છે. તેમણે કર્ણાટકમાં કોંગ્રેસને બર્બાદ કરી દીધી છે. સિદ્ધારમૈયાએ શંકરને મારી સામે એક અપક્ષ ઉમેદવાર તરીકે ઊભો કર્યો હતો. હું કેટલાક હજાર વોટોથી ચૂંટણી હાર્યો હતો. એ અપક્ષ ધારાસભ્ય આજે ભાજપમાં સામેલ થયો છે. સિદ્ધારમૈયાએ ગુનો કર્યો છે. તેમનો હાવભાવ, ભાષા બધી જ વસ્તુઓ કોંગ્રેસ સામેની છે.

કોલીવાડમાં કોંગ્રેસ હાઇકમાનથી અપીલ કરી છે કે જે ભવિષ્યમાં સિદ્ધારમૈયાને કોઇ જ મહત્વ ન આપે. તેમણે કહ્યું કે એમના લોહીમાં કોંગ્રેસ જ નથી. તેમણે પોતાના વ્યક્તિગત લાભ માટે લિંગાયત અને વોક્કાલિયાથી દુશ્મની કરી દીધી છે.

કોલિવાડ પ્રમાણે સિદ્ધારમૈયાએ પોતાની ઇમેઝ બનાવવા માટે કોંગ્રેસનો ઉપયોગ કર્યો છે. તેમણે કહ્યું કે, અમે સિદ્ધારમૈયાને પાર્ટીમાં નથી લેવા ઇચ્છતા. અમે કોગ્રેસના અનેક નેતાઓને જોયા છે. સિદ્ધારમૈયાએ જેડીએસના લોકોના લોકો સાથે મળીને કામ કર્યું છે. કોલિવાડે જણાવ્યું હતું કે, સિદ્ધારમૈયાને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવે તો કોંગ્રેસ માટે આત્મઘાતી નિર્ણય હશે. સિદ્ધારમૈયાને લોકોએ નકારી દીધો છે. કોંગ્રેસનું પુનર્નિર્માણ કરવું હોય તો ડીકે શિવકુમાર સારો વિકલ્પ છે.

વિપક્ષ ઉમેદવાર શંકરે ભાજપને સમર્થન આપવાનો એલાન કર્યું છે. શંકર કુરબા જાતીના છે. મંગળવારે જીત બાદ કોંગ્રેસના નેતાઓને બેંગલુરુ લાવવા માટે હેલિકોપ્ટર મોકલ્યું હતું. પરંતુ શંકર બીજેપી સાથે ગયા હતા.
First published: May 16, 2018, 7:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading