Home /News /national-international /Inflation in Pakistan: પાકિસ્તાનમાં મોંઘવારીએ લોકોની કમર તોડી! એક કિલો લોટ ખરીદવા માટે પણ લોકો મૂંઝવણમાં મૂકાયા

Inflation in Pakistan: પાકિસ્તાનમાં મોંઘવારીએ લોકોની કમર તોડી! એક કિલો લોટ ખરીદવા માટે પણ લોકો મૂંઝવણમાં મૂકાયા

પાકિસ્તાનમાં લોટના ભાવ આસમાને પહોંચી ગયા છે. (ફોટો twitter/@gchahal)

inflation in Pakistan: એક સપ્તાહ પહેલાં ફાઈન અને સુપર ફાઈન લોટ 108 રૂપિયે કિલો વેચાઈ રહ્યો હતો. ગત મહિને આ લોટ 105 રૂપિયે કિલો વેચાઈ રહ્યો હતો, જેની કિંમત વધીને 118 રૂપિયે કિલો થઈ ગઈ છે.

    પાકિસ્તાન ધીમે ધીમે આર્થિક કટોકટી તરફ ધકેલાઇ રહ્યું છે. દિવસે-દિવસે પાકિસ્તાન (Pakistan)ની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. જીવન જરૂરિયાતી ચીજ વસ્તુઓના ભાવ વધવાને કારણે ગરીબો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. લોકોને 2 જૂનની રોટલી પણ નસીબ નથી થઈ રહી. જાણવા મળી રહ્યું છે કે, લોટની કિંમત સતત વધી રહી છે. ટૂંક સમયમાં લોટની કિંમત (Flour price) રૂ. 150 થઈ જશે. 100 કિલો લોટની બોરીની કિંમત રૂ. 12,000ને પાર કરી ગઈ છે. સિંધમાં એક સપ્તાહ પહેલા લોટ 104 રૂપિયે કિલો વેચાઈ રહ્યો હતો. ગત મહિને આ લોટ રૂ. 96થી રૂ. 115 પ્રતિ કિલો વેચાઈ રહ્યો હતો.

    ધ ડૉનના એક રિપોર્ટ અનુસાર, એક સપ્તાહ પહેલાં ફાઈન અને સુપર ફાઈન લોટ 108 રૂપિયે કિલો વેચાઈ રહ્યો હતો. ગત મહિને આ લોટ 105 રૂપિયે કિલો વેચાઈ રહ્યો હતો, જેની કિંમત વધીને 118 રૂપિયે કિલો થઈ ગઈ છે. એક મહિના પહેલા ચક્કીના લોટની કિંમત રૂ.120 હતી, જે વધીને 140 રૂપિયા કિલો થઈ ગઈ છે.

    માર્કેટ એસોસિએશન જણાવે છે કે, લોટની મિલો પાસે સીમિત માત્રામાં ઘઉંનો સ્ટોક છે. આ કારણોસર લોટની મિલો બજારમાં સીમિત માત્રામાં લોટ આપી રહી છે. સિંધ માટે પાકિસ્તાન ફ્લોર મિલ્સ એસોસિએશન (PFMA)ના અધ્યક્ષ આમિર અબ્દુલ્લાએ આ અંગે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેઓ જણાવે છે કે, એક સપ્તાહ પહેલાં રિટેઈલ માર્કેટમાં 100 કિલો ઘઉંની બોરીની કિંમત રૂ. 9,300થી વધીને રૂ. 10,200 થઈ ગઈ હતી. ત્યારબાદ ફાઈન અને સુપર ફાઈન ઘઉંની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. ગયા મહિને ઘઉંની બોરી રૂ. 8,300માં વેચાઈ રહી હતી.

    આ પણ વાંચો: પૂર્વ રશિયન પ્રધાનમંત્રી દિમિત્રી મેદવેદેવે કરી 2023ની ભવિષ્યવાણી

    પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર, પાકિસ્તાનના અનેક શહેરોમાં લોટ માટે લાંબી-લાંબી લાઈનો લાગે છે. પાકિસ્તાનમાં ઘઉંની સાથે સાથે ગેસ અને ચોખાની પણ કમી છે. પાકિસ્તાનને ગેસ ઉધારમાં મળી રહ્યો છે, પરંતુ તેની કિંમત ખૂબ જ વધુ છે. આ વર્ષે ભીષણ પૂર આવવાને કારણે પાકને પણ ખૂબ જ નુકસાન પહોંચ્યું છે. આ પરિસ્થિતિમાં અનાજની કિંમતમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. પહેલાં પાકિસ્તાનમાં ગેસ માટે મારામારી થઈ રહી હતી. લોકો ખાલી ટાંકી લઈને ભરાવવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગદોડ કરી રહ્યા હતા.
    First published:

    Tags: Inflation, Pakistan news, પાકિસ્તાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો