2022 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડૉલર કરવાનો ટાર્ગેટ : PM મોદી

News18 Gujarati
Updated: August 23, 2019, 9:13 AM IST
2022 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડૉલર કરવાનો ટાર્ગેટ : PM મોદી
વડાપ્રધાને કહ્યું કે ફ્રાન્સનો આ પ્રવાસ મારા માટે એક યાદગાર ક્ષણ છે.

જી7 સમિટમાં પીએમ મોદીએ કહ્યુ, ફ્રાન્સ અમારું મહત્વપૂર્ણ મિત્ર છે, બંને દેશો વચ્ચેનો સંબંધ હજારો વર્ષ જૂનો છે

  • Share this:
જી7 (G7) સમિટમાં ભાગે લેવા માટે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સને ભારતનું મહત્વપૂર્ણ મિત્ર ગણાવ્યું. આ દરમિયાન તેઓએ કહ્યું કે બંને દેશોની વચ્ચે સંબંધ હજારો વર્ષ જૂનો છે. આ દરમિયાન તેઓએ વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે ફ્રાન્સના સહયોગ માટે આભાર પણ વ્યક્ત કર્યો. પીએમ મોદીએ કહ્યું કે આજે બંને દેશોની સામે આતંકવાદ એક મોટો મુદ્દો છે પરંતુ ફ્રાન્સ અને ભારત પરસ્પર સહયોગથી આ સમસ્યાનો પણ ઉકેલ શોધી લેશે. આ દરમિયાન તેઓએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેનુઅલ મેક્રોને જી7 સમિટનું નેતૃત્વ કરવા માટે શુભેચ્છાઓ પાઠવી. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, ફ્રાન્સનો આ પ્રવાસ મારા માટે એક યાદગાર ક્ષણ છે.

5 ટ્રિલિયન ડૉલરની ઇકૉનોમી

પીએમ મોદીએ કહ્યું કે આપણી સામે સૌથી મોટું લક્ષ્ય આજે એ છે કે 2022 સુધી દેશની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડૉલરની બનાવવામાં આવે. અને આવનારા સમયમાં આપણે આ લક્ષ્યે પહોંચી પણ જઈશું. તેની સાથે જ તેઓએ કહ્યું કે ફ્રાન્સની સાથે બંને દેશો વચ્ચે સારા થતા સંબંધોની સાથે જ અમારા વેપારી સંબંધોમાં પણ ઘણો સુધારો થયો છે. તેઓએ જણાવ્યું કે આગામી મહિને રાફેલ પ્લેન પણ ભારત પહોંચી જશે. તેની સાથે જ મોદીએ કહ્યું કે હાલમાં બંને તરફથી પ્રવાસનમાં પણ ઘણો વધારો નોંધાયો છે. તેઓએ જણાવ્યું કે 2.5 લાખથી વધુ ફ્રાન્સના પ્રવાસીઓ દર વર્ષે ભારત આવી રહ્યા છે અને લગભગ 1.5 લાખ ભારતીય ફ્રાન્સ જઈ રહ્યા છે.આ પણ વાંચો, આગામી મહિને આવશે રાફેલ વિમાન, ભારતને મળશે નવી તાકાત

સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ અને રિસર્ચને પણ પ્રોત્સાહનપીએમ મોદીએ કહ્યું કે આવનારા સમયમાં ફ્રાન્સની સાથે સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ, રિસર્ચ, સ્પેસ રિસર્ચ, સૈન્ય પરિયોજનાઓમાં વધારો કરવામાં આવશે. તેનાથી બંને દેશોના વિકાસની સાથે જ આવનરા સમયના પડકારોનો સામનો કરવા સરળ રહેશે. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે બંને દેશોની સામે સૌથી મોટી સમસ્યા આતંકવાદ છે અને તેનો સામનો કરવા માટે દરેક પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એવામાં ફ્રાન્સ અને ભારતના પરસ્પર સહયોગના કારણે આ સમસ્યાને પણ સરળતાથી ખતમ કરવાનું અનુમાન છે.

ચંદ્રયાનની સફળતા પર આપી શુભેચ્છા

આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોએ ભારતના ચંદ્રયાન-2ની સફળતા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપી અને કહ્યું કે આ એક મોટું પગલું હતું. તેની સાથે જ મેક્રોએ પુલવામા હુમલાની નિંદા કરી. સાથોસાથ તેઓએ કાશ્મીર પર આર્ટિકલ 370ની વાત પર કહ્યું કે તે ભારતનો આંતરિક મુદ્દો છે. ભારત-પાકિસ્તાનના સંબંધોને લઈને મેક્રોએ કહ્યું કે આ સંબંધમાં કોઈ પણ ત્રીજા પક્ષને બોલવું યોગ્ય નથી. આ મુદ્દે બંને દેશો વચ્ચે પરસ્પર વાતચીત જરૂરી છે. તેઓએ મોદીને ચૂંટણીમાં જીતની શુભેચ્છાઓ આપી અને સાથે જ ફ્રાન્સને દરેક પ્રકારના સહયોગ આપવા માટે આભાર પણ વ્યક્ત કર્યો.

આ પણ વાંચો, વાયુ સેનાને મળી નવી તાકાત, સાત રાજ્યોમાં નહી થઈ શકે ઘુસણખોરી!
First published: August 23, 2019, 7:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading