Home /News /national-international /અમારા બાળકો ફસાયા છે...પુતીન અને ઝેલેન્સ્કી બંને સાથે PM મોદીએ કરી વાત, સુરતમાં બોલ્યા વિદેશમંત્રી જયશંકર

અમારા બાળકો ફસાયા છે...પુતીન અને ઝેલેન્સ્કી બંને સાથે PM મોદીએ કરી વાત, સુરતમાં બોલ્યા વિદેશમંત્રી જયશંકર

S Jaishankar In Surat: વિદેશમંત્રી જયશંકર સુરતમાં આવ્યા હતા જ્યાં તેમણે રશિયા યુક્રેન વખતે ભારતે કરેલા ઓપરેશન ગંગાની વાત કરતાં કહ્યું હતું કે PM મોદીએ પુતીન અને ઝેલેન્સ્કી સાથે વાતચીત કરી હતી.

S Jaishankar In Surat: વિદેશમંત્રી જયશંકર સુરતમાં આવ્યા હતા જ્યાં તેમણે રશિયા યુક્રેન વખતે ભારતે કરેલા ઓપરેશન ગંગાની વાત કરતાં કહ્યું હતું કે PM મોદીએ પુતીન અને ઝેલેન્સ્કી સાથે વાતચીત કરી હતી.

    Foreign Minister In Surat: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (Russia-Ukrain war)થી વિશ્વમાં અજંપા ભરી સ્થિતિ ઊભી કરી દીધી હતી. કોરોના મહામારીમાંથી માંડ બહાર આવેલું વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્ધ (Third World War)ના દરવાજે આવીને ઊભું રહી જતા મહાસત્તાઓ પણ ચિંતિત બની હતી. આ દરમિયાન ભારતે અપનાવેલી કૂટનીતિ (Indian Strategy on War)ની ચર્ચા પણ મોખરે રહી હતી.

    યુદ્ધના કારણે બે ભાગમાં વહેંચાયેલા વિશ્વના દેશોની નજર ભારતના વલણ પર હતી. આ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે (Foreign Minister S. Jayshankar) સોમવારે રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતના 'ઓપરેશન ગંગા' (Operation Ganga)ની અમુક વાતો યાદ કરી હતી. તેમણે સુરતમાં કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) યુદ્ધગ્રસ્ત પ્રદેશમાંથી ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે વતનમાં પાછા લાવવામાં કઈ રીતે સફળ રહ્યા તે અંગે જાણકારી આપી હતી.

    યુક્રેનમાથી બચાવાયા 22,500 ભારતીયો

    વિદેશ મંત્રીએ કહ્યું કે, આ વર્ષે ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે ત્યાં માનવીય સંકટ ઉભું થયું હતું. આવી સ્થિતિમાં ભારતે ઓપરેશન ગંગા ચલાવીને 22,500 ભારતીયોને યુક્રેનમાંથી બચાવ્યા હતા. તેમાંના મોટા ભાગના કોલેજના વિદ્યાર્થીઓ હતા જે યુક્રેનની વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતા હતા.

    પુતિન-ઝીલેન્સકીને પીએમ મોદીએ કરી વાત

    Modi @ 20 સમારોહમાં વિદેશ મંત્રીએ કહ્યું, યુક્રેનના સુમી અને ખાર્કિવમાં હુમલાઓ તીવ્ર બન્યા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી અને કહ્યું કે, અમારા બાળકો ત્યાં ફસાયેલા છે. આ દરમિયાન, તેમણે વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા ત્યાં સુધી ગોળીબારની એક પણ ઘટના નહીં બનવાની ખાતરી માંગી અને તેમ બન્યું પણ ખરું.

    આ પણ વાંચો: દેશનાં સૌથી મોંઘા સાંસદ, કિંમત 32000 કરોડ! ચેલેન્જ ઉપાડીને 32 કિલો વજન ઘટાડી બતાવ્યુ

    અનેક વૈશ્વિક સંકટોમાં અડીખમ રહ્યું ભારત

    જયશંકરે આ કાર્યક્રમમાં વધારે કહ્યું કે, કોરોના મહામારી, જળવાયુ પરિવર્તન, રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વિશ્વના ઘણા દેશો પાછળ રહી ગયા છે, ત્યારે ભારત સમગ્ર વિશ્વમાં મજબૂત બિઝનેસ સેન્ટિમેન્ટ રજૂ કરી રહ્યું છે.

    પીએમ મોદીએ જગાવી વિશ્વાસની ભાવના

    આ પ્રસંગે વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટ કર્યું હતું. આજે મને સુરતમાં Modi@20 ડ્રીમ્સ મીટ ડિલિવરી પુસ્તકની ચર્ચા કરવાની તક મળી. પીએમ મોદી સાથેના મારા પ્રથમ વખત સંપર્કનો વિષય સુરત સાથે જ સંબંધિત છે. પ્રધાનમંત્રીએ વિદેશમાં રહેતા ભારતીયોમાં આત્મવિશ્વાસની ભાવના જગાવી છે. સૌનો સાથ, સૌનો વિકાસ, દરેકની સુરક્ષા તેમના કાર્યકાળની એક વાસ્તવિકતા છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: PM Modi પીએમ મોદી, Russia and Ukraine War, Russia Ukraine, S Jaishankar

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन