Home /News /national-international /

OBC અનામતમાં 1900 જ્ઞાતિઓને અલગથી 10% ક્વોટા આપવાની તૈયારી

OBC અનામતમાં 1900 જ્ઞાતિઓને અલગથી 10% ક્વોટા આપવાની તૈયારી

પ્રતીકાત્મક તસવીર

કમિશનના રિપોર્ટ અનુસાર 1900 એવી જ્ઞાતિઓ છે જેના સુધી હજુ સુધી અનામતનો લાભ પહોંચ્યો નથી. આ જાતિઓની રિઝર્વેશન વાળી નોકરીઓમાં 3% ભાગીદારી છે

    ન્યૂઝ18 ગુજરાતી : ઓબીસી રિઝર્વેશન સારી રીતે લાગુ થયું કે નહિ અને તેનો ફાયદો બધી જ્ઞાતિઓને પહોંચ્યો કે નહિ ? આ પ્રકારના સવાલોનો જવાબ મેળવવા માટે બનાવવામાં આવેલા "કમિશન ઓફ એક્ઝામિન સબ-કેટેગરીઝ ઓફ ઓબીસી' ઝડપભેર ઓબીસી રિઝર્વેશન અંતર્ગત કેટલીક વિશેષ જાતિઓ માટે 8-10% અલગથી અનામતની માંગ કરી શકે છે. કમિશનના આ અહેવાલ અનુસાર ઓબીસીની 1900 એવી જાતિઓ છે, જેને અનામતનો ફાયદો મળી શક્યો નથી.

    શું છે સમગ્ર મામલો

    કમિશને એવું ધ્યાને આવ્યું છે કે હાલની પરિસ્થિતિમાં 2633 ઓબીસી જાતિઓ છે, જે પૈકીની 1900 એવી જ્ઞાતિઓ છે જેને 27% અનામત છતાં અનામતનો લાભ કે પ્રતિનિધિત્વ પ્રાપ્ત થયું નથી. આ જ્ઞાતિઓમાં આવતી હોવા છતાં માત્ર 3% થી ઓછી એવી જ્ઞાતિઓ છે જેને ઓબીસી રિઝર્વેશનનો લાભ નોકરીઓમાં પ્રાપ્ત થયો છે. 2 ઓક્ટોબર, 2017ના રોજ કેન્દ્ર સરકારના રિટાયર્ડ જસ્ટિસ જી. રોહિણીની અધ્યક્ષતામાં કમિશન ગઠિત કરવામાં આવ્યું છે. આ કમિશનને ઘણી વાર ઍક્સટેંશન મળી ચૂક્યું છે અને 31 મૅ ના દિને તેનો કાર્યકાલ પૂર્ણ થઇ રહ્યો છે.

    ન્યૂઝ18 ગુજરાતી પર જાણો પરિણામ :

    એક અંગ્રેજી અખબાર અનુસાર, કમિશને તેનો અહેવાલ પૂર્ણ કરી લીધો છે અને આ પંચે ઓબીસી રિઝર્વેશન ક્વોટામાં વધુ ક્વોટાની અલાયદી રીતે માંગ કરી હોવાની જાણકારી એક અંગ્રેજી અખબારે આપી છે.

    આ પંચના અહેવાલ અનુસાર સબ-કેટેગરીઝશન ઓફ ઓબીસીના એક અહેવાલ અનુસાર, પછાત વર્ગમાં રહેલા લોકોમાં પણ અનામતમાં ભારે અસમાનતા છે. ઓબીસી વર્ગની 25%જાતિઓ જ 97% અનામતનો લાભ લઇ રહી છે. આ અહેવાલ મુજબ ઓબીસીની 989 જ્ઞાતિઓએ અનામતનો કોઈ લાભ મળ્યો જ નથી, જયારે 994 જ્ઞાતિઓ માત્ર 2.68% જેટલો જ ફાયદો લઇ શકી છે. મતલબ કે લગભગ 1900 જાતિઓ એવી છે કે જેને 3% જેટલો ફાયદો પણ મળ્યો નથી.

    આ પંચના અહેવાલ મુજબ ઓબોસી અનામત અંતર્ગત જે જાતિઓને લાભ મળ્યો છે તેમાં યાદવ, કુર્મી, જાટ (રાજસ્થાનના જાટ સમુદાયમાં માત્ર ભરતપુર અને ધૌલપુર જિલ્લાના જાટ સમાજને જ કેન્દ્રીય ઓબીસી લિસ્ટમાં મુકવામાં આવ્યા છે), સૈની, થેવાર, આજાવા અને વૉક્કલિંગ જાતિઓનો સમાવેશ થાય છે. પંચ દ્વારા 1.3 લાખ કેન્દ્રીય નોકરીઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

    લોધ, કુશવાહ, તૈલી જેવી જાતિઓ હજુ પણ આ લાભથી વંચિત રહી છે. આ પ્રકારની 11% જાતિઓ છે. 400 પાનના આ અહેવાલમાં કહેવાયું છે કે, અત્યંત પછાત જાતિના લોકો માટે રોજગારીની તકો તેની જનસંખ્યાથી અડધી છે. આ જાતિમાં પણ કેટલાક ખાસ વર્ગના લોકોને જ વધુ નોકરીઓ મળી રહી છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Protest, મોદી સરકાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन