Home /News /national-international /

કોણ છે 'કોટાના કાતિલ'? કોચિંગ, માતા-પિતા કે પછી પ્રેમ!

કોણ છે 'કોટાના કાતિલ'? કોચિંગ, માતા-પિતા કે પછી પ્રેમ!

  અમારા હિંદી ન્યૂઝ 18માં Ankit Francis દ્વારા આ આખી વાત કોટા શહેર માટે લખાયેલ છે. જો કે હવે ગુજરાતમાં પણ આવી સ્થિતિ બનતી જાય છે, આપણા વિદ્યાર્થીઓની હાલત પણ કોટા જેવી ન થાય તે વિચારવાનું રહ્યું.

  પવન પણ કોટાના એક નામી કોચિંગ સંસ્થામાં આઈઆઈટીની તૈયારી કરી રહ્યો છે. અમારી વાતચીત દરમિયાન અનેકવાર તેનો ફોન વાગતો હતો પરંતુ તે ઉઠાવતો ન હતો. આ દરમિયાન તેના ચહેરા પર તણાવ દેખાતો હતો. મેં તેને કહ્યું કે ફોન પર વાત કરી લે તો એને કહ્યું આજે હું કોચિંગ ન હતો ગયો એટલે ઘરે ફોન ગયો હશે અને ઘરના મને ફોન કરતા હશે. મેં જ્યારે તેને પુછ્યું કે કેમ નથી ગયો? તો તેણે કહ્યું કે રાતે થોડો તાવ જેવું હતું એટલે મન ન હતું. થોડુ હસતા તે બોલ્યો કે જો કે કોને ફરક પડે છે કે મારૂ મન હતું કે નહીં.

  1. કોણ છે કોટાના કાતિલ? 


  વર્ષ 2014માં મોટી સંખ્યામાં થયેલ આત્મહત્યાઓ પછી હાઈકોર્ટ અને જિલ્લા પ્રશાસને કોચિંગ સંસ્થાન, હોસ્ટેલ,પીજી અને મેસ માટે ઘણી ગાઈડ લાઈન્સ આપી હતી, વર્ષ 2015માં પ્રોફેસર સુજાતા શ્રીરામની અધ્યક્ષતામાં એક ફેક્ટ ફાઈડીંગ ટીમ બનાવી જે થતી આત્મહત્યાઓ પાછળનું કારણ શોધી શકે. આ રિપોર્ટમાં બે સૌથી મોટા કારણો સામે દેખાયા તેમાંથી એક છે માતાપિતા તરફથી મળનારો ઈમોશ્નલ અત્યાચાર અને કોચિંગનો ભારે તણાવ. તે ઉપરાંત ડિપ્રેશન અને ડ્રગ એડિક્શન પણ છે.

  આઈઆઈટીની તૈયારી કરી રહેલ બિહારનો પવન કુમાર જણાવે છે કે અહીંયા આવનાર મહત્તમ બાળકો પોત પોતાની સ્કૂલો કે વિસ્તારોના ટોપર્સ હોય છે. પરંતુ તેમને ત્યાં પણ મોટા કોમ્પીટીશનનો સામનો કરવો પડે છે. ક્યારેક ક્યારેક અહીંયા ટોપર અને 10માં નંબરના બાળકો વચ્ચે માત્ર 10 માર્ક્સનો જ ફરક હોય છે. આ બાળક પોતાને ટોપર સમજીને આવે છે પરંતુ જ્યારે તેને બીજી કે ત્રીજી બેન્ચ પર બેસાડે છે ત્યારે તે ડિપ્રેશનનો શિકાર થઈ જાય છે.

  કોચિંગમાં પણ તે હીન ભાવનાથી ઘેરાઈ જાય છે અને પરિવારને લાગે છે કે તેઓ ભણી નથી રહ્યો જ્યારે અસલ સમસ્યા છે ટફ કોમ્પિટીશન. આઈઆઈટી-મેડિકલમાં એટલી સીટ જ નથી હોતી કે બધાને એડમિશન આપી શકે. જેનાથી તે પોતાની જાતને આનો જવાબદાર ગણાવે છે. આદિલે એ પણ પહેલા વર્ષે સફળતા ન મળતાં કોચિંગ ઈન્સ્ટીટ્યુટ એટલે જ બદલી દીધી કારણ કે તે આનો જવાબ કઈ રીતે આપી શકશે કે તે પાસ કેમ ન થઈ શક્યો?

  અસલમાં કોચિંગનો આખો બિઝનેસ જ તે હોર્ડિંગ્સ અને વિજ્ઞાપન પર ચાલે છે જેમાં તે ટોપર્સ બાળકોની તસવીરો લાગેલી હોય છે. તેના કારણે જ ક્લાસીસવાળા પણ બાળકોને કોઈપણ સુવિધા આપવામાં પાછળ નથી રહેતા કારણ કે તેમને ખબર છે કે આ લોકો જ તેમની લોકપ્રિયતાનું કારણ બનશે.  2. રિલેશનશિપ અને એટ્રેક્શન
  કોટા એ નાના શહેરોમાંનું એક છે જ્યાં છોકરા છોકરીઓ હાથમાં હાથ નાંખીને ફરતાં જોવા મળે છે. ટીસની એક રિપોર્ટ પ્રમાણે દેશના એક મોટા અંગ્રેજી છાપાએ આત્મહત્યાઓ પાછળ સેક્સનું એંગલ પણ સામેલ કરી દીધું હતું. રિપોર્ટ તૈયાર કરનાર પ્રોફેસર સુજાતા સાથે વાત કરીને ખબર પડી કે રિપોર્ટમાં આવું કાંઈ નથી. તેણે તેની એક કોપી પણ અમને મોકલી.

  ઘણી આત્મહત્યાઓમાં સેક્સ તો નહીં પરંતુ રિલેશનશીપનો એંગલ જરૂર દેખાય છે.કોટામાં આઈઆઈટીની તૈયારી કરનાર પુણેના રહેવાસી 17 વર્ષના દર્શન મકરંદ લોખંડે પોતાના એક મિત્રની વાત કહે છે. તે જણાવે છે કે તેનો એક મિત્રને ઈન્ટરનેટ પર એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો જેના કારણે તેના માર્કસ ઓછા આવવા લાગ્યા અને કોચીંગમાંથી તેના ઘરે ફોન જવા લાગ્યાં. જેનાથી માતાપિતાનું પ્રેશર પણ વધવા લાગ્યું. જ્યારે તે છોકરી સાથે વાત કરવાની ઓછી કરી તો તેણે પણ દબાણ કરવાનું શરૂ કર્યું જેનાથી તે ડિપ્રેશનમાં જતો રહ્યો.

  વિદ્યાર્થીઓના રિલેશનશિપ, બ્રેકઅપની એવી હજારો વાર્તાઓ અહીંયા છે. તેના જ એક પોલીસ સ્ટેશનમાં વધારેમાં વધારે સુસાઈડ નોટ નોંધાયેલા છે. ત્યાંના એત સિપાહીએ તેનું નામ ન કહેવાની શરત પર જણાવ્યું કે રિલેશનશીપનું એંગલ પણ મોટું કારણ છે. તે પછી રિલેશનશીપ એંગલ પણ મોટું કારણ છે. આ ઉંમરના બાળકો ઘર, ભણવાનું અને સંબંધોનું તણાવ સહી નથી શકતા.

  3. ડ્રગ્સ અને નશો
  કોટા આત્મહત્યાઓ પર ટીસની રિપોર્ટમાં પણ નશાની વાત કરે છે. આ 4 જાન્યુઆરીના પોતાના રૂમમાંથી લાપતા થઈ ગયા હતાં. બિહારમાં રહેનાર અનુરાગ ભારતીની વાત ડિપ્રેશન અને ડ્રગ્સ સાથે જોડાયેલી છે. આત્મહત્યા પછી જ્યારે પોલીસે રૂમની તપાસ કરી ત્યાંથી ડ્રગ્સની વસ્તુઓ મળી આવી હતી. નારકોટિક્સ કમિશ્નર સહી રામ મીણા પણ કોટાના સ્ટુડન્ટ્સમાં ડ્રગ્સ પોપ્યુલર હોવાની વાત કરે છે. તેમનું કહેવું છે કે આ વિસ્તાર જ અફીણની ખેતીનો છે. તેમનું માનવું છે કે કોટામાં ડ્રગ્સ ઘણી સરળતાથી મળી જાય છે અને
  બાળકો પણ આનો ઉપયોગ કરે છે.  3 વર્ષ 62 આત્મહત્યા અને છેલ્લા પત્રો
  -આઈ એમ સોરી પપ્પા, તમે છોટી સાથે આવું ન કરતા...
  -પપ્પા હું ડિઝાઈનર બનવા માંગતી હતી હું અલગ દુનિયા બનાવવા માટે તમને છોડીને જાવ છું...
  -સિલેબસ પુરો ન કરી શક્યો, હંમેશા ટાઈમ પાસ કરૂં છું, આજનું કામ કાલ પર છોડું છું, સોરી...
  -આટલા ઓછા માર્ક કેમ આવ્યાં? મેરિટમા આવવું છે કે નહીં? તમારે પુછવું હતું ને કે હું કેમ છું...
  -પપ્પા હું આ ટેનસન સાથે ડોક્ટર નથી બની શકતો, મારો બધો સામાન ભાઈને આપી દેજો....
  -તમારો દીકરો સાઈન્ટિસ્ટ નહીં પરંતુ કવિ બનવા માંગતો હતો...
  - યાદ કરીને રડશો નહીં, હું સારો છોકરો નથી ...

  અહીંયા ટોપર્સને ખરીદવામાં અને વેચવામાં આવે છે
  કોટામાં ફેકલ્ટી અને 'ટોપર્સ પોર્ચિંગ' ઘણી સામાન્ય વાત છે. જે બાળકોના માર્ક્સ વધારે આવે છે અને બોર્ડમાં જેમના નંબર આવે છે તેમના પરિવારને ક્લાસીસવાળા કરોડો રૂપિયાની ઓફર આપે છે. બાળકોને મફતમાં ભણાવવામાં આવે છે. ક્લાસીસ પાસે આ માટેની ટીમ બનાવેલી હોય છે જે માત્ર બીજા કોચીંગ અને બાળકો પર નજર રાખે છે. આ જ રીતે ફેક્લટી અને ટીચર્સનું બજાર એટલે કોટા. જો તમે ભણાવેલા બાળકોએ ટોપ કરી લીધું તો તમારી સેલેરી લાખોમાં પહોંચી જાય છે. બસલથી છૂટા પડીને કેટલાક લોકોએ એલએન
  બનાવ્યું હતું અને તેમાંથી છુટા પડીને કેટલાકે સર્વોત્તમ અને ન્યૂક્લિયસ શરૂ કર્યું છે.

  બે મહિનામાં સાત આત્મહત્યા, શું આ 'સુસાઈડ સિઝન'ની શરૂઆત છે?
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Kota

  આગામી સમાચાર