સીએજીના એક રિપોર્ટમાં મંગળવારે કહેવામાં આવ્યું છે કે સાડા 3 વર્ષ પહેલા સ્વચ્છ ભારત મિશનની શરૂઆત થયા બાદ દિલ્લામાં એક પણ શૌચાલયનું નિર્માણ થયું નથી. આ કામ માટે નિર્ધારિત 40.31 કરોડ રૂપિયાની રકમ બેકાર પડી છે. દિલ્લી વિધાનસભામાં રજુ કરવામા આવેલા સીએજી રિપોર્ટ અનુસાર, આપની સરકારે અમલીકરણ એજન્સીઓને જરૂરિયાત અનુસાર આ મિશનની ફાળવણી કરી નથી.
તેમા કહેવામાં આવ્યું છે કે દિલ્લીના ત્રણેય નગર નિગમ, દિલ્લી શહેર આશ્રય સુધાર બોર્ડ (DUSIB) સહિત અમલીકરણ એજન્સીઓને રાજ્યનો ભાગ 10.8 કરોડ રૂપિયા સહિત 40.31 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે. પરંતુ 2017 સુધીમાં આ પૈસાનો કોઈ ઉપયોગ કરવામાં આવ્યો નથી.
સીએજીના રિપોર્ટ અનુસાર, એનડીએમસી, એસડીએમસી અને ડીબીસી ઘરેલું શૌચાલય માટેની જરૂરિયાતનું મૂલ્યાંકન કરી શક્યું નથી. પરંતુ ઘરેલુ શૌચાલયોના નિર્માણ માટે તેમને 16.92 કરોડ રૂપિયા જાહેર કર્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે શહેરના ઝુંપડ વિસ્તાર અને જાઝ કલસ્ટરને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવ માટેની જવાબદાર એજન્સી ડીયુએસઆઈબીને દિલ્લી
સરકારથી રાજ્ય સરકારનો હિસ્સો મળ્યો નથી.
રિપોર્ટ અનુસાર ડીયૂએસઆઈબીને (જાન્યુઆરી 2016 સુધી ) 6.86 કરોડ રૂપિયા મળ્યા જેમાં રાજ્યના 1.71 કરોડ રૂપિયાનો ભાગ પણ સામેલ છે. જ્યારે તેને 41.49 કરોડ રૂપિયાની જરૂર હતી.
Published by:Nisha Kachhadiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર