Home /News /national-international /

costly vegetable : નહી સાંભળ્યું હોય આ શાકભાજીનું નામ, કિંમત છે રૂ. 1000 કિલો, શાકાહારીઓનું નોન વેજ!

costly vegetable : નહી સાંભળ્યું હોય આ શાકભાજીનું નામ, કિંમત છે રૂ. 1000 કિલો, શાકાહારીઓનું નોન વેજ!

કટરુઆ શાકભાજી

Costly vegetable : પીલીભીત અને લખીમપુરના જંગલોમાં જોવા મળતી કટરુઆ નામની શાકભાજી 1000 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. આ શાકભાજી માત્ર વરસાદની ઋતુમાં જ મળે છે. સાથે જ તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે.

    costly vegetable : ચોમાસુ બેસતાની સાથેજ શાકભાજીની આવક શરુ થઇ જાય છે. શાક માર્કેટમાં અવનવી શાકભાજીની આવક શરુ થઇ જાય છે. જેમાં અમુક શાકભાજી ફક્ત માર્યાદિત સમય પુરા મળે છે અને તેની માર્કેટમાં ખુબજ ડીમાંડ રહે છે. આવીજ કંઈક ખાસ વાત આજે અમે કરવાના છીએ કે જે તમે અગાઉ સાંભળેલી નહિ હોય.

    તમને આશ્ચર્ય થશે

    પીલીભીતમાં એક એવું જંગલી શાક કે જેની કિંમત 1000રું. થી વધુ એક કિલોના છે. તો પણ લોકો શોખથી ખાય છે. આ વાત તમને આશ્ચર્ય ચકિત કરશે છતાં પણ આ વાત સાચી છે. ચોમાસાના પ્રથમ વરસાદ સાથે, યુપીમાં પીલીભીત અને લખીમપુરના તરાઈ જંગલોમાં કટરુઆ(katruaa) નામના શાકભાજીનું ઉત્પાદન થાય છે. આ શાકભાજી પ્રેમીઓ તેની રાહ જોતા હોય છે અને તેની પ્રારંભિક કિંમત પણ ખુબજ ઉંચી હોય છે.

    આ શાકભાજી પ્રોટીનથી ભરપૂર હોવાને લીધે તેને શાકાહારીઓનું નોનવેજ પણ કહેવામાં આવે છે. પાછળના વર્ષ કરતા તેની કિંમત હંમેશા ઉપર રહે છે. તો પણ લોકો તેને હોંસથી ખરીદે છે અને ખાય છે.

    પ્રતિબંધિત છે

    જો કે, શાક ભલે ગમે તેટલું પ્રોટીનયુક્ત અને સ્વાદિષ્ટ હોય, પરંતુ જંગલમાં જઈને કટરુઆ(katruaa) કાઢવા પર પ્રતિબંધ છે. છતાં આજુબાજુના ગ્રામજનો પોતાનો જીવ જોખમમાં મૂકીને ખાતાકીય સાંઠગાંઠથી તેને ખોદી કાઢે છે. જો પીલીભીતની વાત કરીએ તો સ્ટેશન ચારરસ્તા, ગેસ ચારરસ્તા સહિત દરેક જગ્યાએ કટરુઆનું(katruaa) બજાર છે. સેંકડો લોકો તેને ખરીદવા આવે છે.

    કેવી રીતે કાઢવામાં આવે છે કટરુઆ

    કટરુઆ તરાઈના જંગલોમાં સાલ અને સાગના ઝાડના મૂળમાં ઉગાડવામાં આવે છે. આ પછી, લોકો તેને એકત્રિત કરવા માટે જંગલમાં જાય છે. જમીન ખોદીને કટરુઆ બહાર કાઢવામાં આવે છે. આ પછી વેપારીઓ તેને ખરીદે છે અને પીલીભીત, લખીમપુર અને બરેલીની મંડીઓમાં વેચાણ માટે લઈ જાય છે. કટરુઆ પર પણ પ્રતિબંધ છે, પરંતુ વિભાગીય સાંઠગાંઠથી તેને જંગલમાંથી સતત કાઢવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે તે ખુલ્લેઆમ વેચાય છે. આ કારણે આ સિઝનમાં કાતરુંઆની કિંમત 1000 રૂપિયાથી શરૂ થઈ છે અને જો સ્થાનિક બજારમાં મટનની કિંમત પર નજર કરીએ તો તે 600 રૂપિયાની આસપાસ છે. આવી સ્થિતિમાં કટરુઆએ કિંમતના મામલે મટનને પાછળ છોડી દીધું છે. આ શાકભાજીની ડિમાન્ડ દુરદુર સુધી ખુબજ છે.

    હરણને પણ કટરુઆ ગમે છે

    જંગલના નિષ્ણાતોના મતે પીલીભીતમાં જોવા મળતા હરણની પ્રજાતિ વાઘ પણ કટરુઆને(katruaa) ખૂબ પસંદ કરે છે. ચોમાસાની ઋતુમાં હરણ કટરુઆ ખોદીને તેને ખાતા જોવા મળે છે.

    આ પણ વાંચોહચમચાવી દેતો VIDEO : પહેલા ડમ્પરથી મારી ટક્કર, પછી લોખંડનો સળીયો ફટકાર્યો, પછી કચડી માર્યો

    શાક બનાનવાની રીત

    કટરુઆને શાકાહારીઓનું નોન વેજ કહેવામાં આવે છે. વાસ્તવમાં, કટરુઆ ઝાડના મૂળમાં માટીની અંદર જોવા મળે છે, તેથી જ તેને રાંધતા પહેલા ચિકન-મટનની જેમ ધોવામાં આવે છે. બાદમાં તેમાં વધુ ગરમ મસાલો ઉમેરીને રાંધવામાં આવે છે
    Published by:kiran mehta
    First published:

    Tags: Uttar Pradesh‬, ​​Uttar Pradesh News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन