Home /News /national-international /Rose Day પર મહેબૂબ નહીં માં છે ગુલાબની સાચી હકદાર, આગ્રાની બે દીકરીઓ વર્ષોથી અલગ રીતે કરે છે ઉજવણી
Rose Day પર મહેબૂબ નહીં માં છે ગુલાબની સાચી હકદાર, આગ્રાની બે દીકરીઓ વર્ષોથી અલગ રીતે કરે છે ઉજવણી
AGRA SISTERS ON ROSE DAY
ROSE DAY 2023: 7મી ફેબ્રુઆરીના રોજ રોઝ ડે ઉજવવામાં આવે છે. જેમાં પ્રેમીને ગુલાબ આપીને પ્રેમ વ્યક્ત કરવામાં આવે છે, પરંતુ આગ્રામાં બે દીકરીઓ 5 વર્ષથી રોઝ ડે તેના કોઈ પ્રિયજનને નહીં પણ માતાને ગુલાબ આપીને ઉજવવામાં આવે છે.
ROSE DAY 2023: ફેબ્રુઆરી મહિનો પ્રેમનો મહિનો કહેવાય છે. આ મહિનાની પ્રેમી પંખીડાઓ મહિનાની આતૂરતાપૂર્વક રાહ જુએ છે. ફેબ્રુઆરીના મહિનામાં 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે મનાવવામાં આવે છે.
ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી વેલેન્ટાઈન ડે સપ્તાહ શરૂ થઇ જાય છે. આ અઠવાડિયાનો દરેક દિવસ ખાસ હોય છે. આજે 7મી ફેબ્રુઆરીના રોજ રોઝ ડે ઉજવવામાં આવે છે. તમારા પ્રેમી અથવા પ્રેમિકાને ગુલાબના ફૂલ આપીને પ્રેમ વ્યક્ત કરવામાં આવે છે, પરંતુ આગ્રામાં એક એવો પરિવાર છે, જ્યાં છેલ્લા 5 વર્ષથી રોઝ ડે તેના કોઈ પ્રિયજનને નહીં પણ માતાને ગુલાબ આપીને ઉજવવામાં આવે છે. શાસ્ત્રીપુરમ એ બ્લોકની રહેવાસી રૂબી ખાન અને મોના સોની બંને વ્યવસાયે મોડલ છે.
શાસ્ત્રીપુરમની રહેવાસી મોડલ રૂમી ખાન જણાવે છે, કે દર વર્ષે રોઝ ડે પર અમે અમારી માતાને ગુલાબના ફૂલ આપીને રોઝ ડે ઉજવીએ છીએ.
છેલ્લા 5 વર્ષથી રોઝ ડે પર તે દરરોજ તેની માતાને એક ગુલાબ આપે છે. 'મારી મા મારા માટે સર્વસ્વ છે. તે મારી પ્રથમ મિત્ર છે, તેથી હું દર વેલેન્ટાઇન ડે વીકમાં તેને ગુલાબનું ફૂલ આપું છું.
તમે તમારા માતા-પિતાનું ધ્યાન ન રાખો, તો શું ફાયદો?
બીજી તરફ સોના મોની કહે છે કે, 'મેં આવા ઘણા લોકો જોયા છે, જેઓ બહારના ઘણા લોકોને પ્રેમ કરવાનો દાવો કરે છે, પરંતુ માત્ર તેમના માતા-પિતાને પ્રેમ કરતા નથી, તેમની કાળજી લેતા નથી. મારી માતા મારા માટે સર્વસ્વ છે. હું મારી માતા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાને મહત્વ આપું છું.’ મોનીએ પણ રૂમીની જેમ કહ્યું, ‘મારી માતા મારી પ્રથમ મિત્ર છે. બધું મારા માટે છે, તેથી જ્યારે પણ હું રોઝ ડે પર મારી માતાને ગુલાબ આપું છું અને તેને કહું છું કે, હું તેને કેટલો પ્રેમ કરું છું.
વેલેન્ટાઈન વીકમાં કયા દિવસે કયો Day છે તેની માહિતી
ફેબ્રુઆરી મહિનો આવતા જ પ્રેમીઓ વેલેન્ટાઈન વીકની તૈયારીઓ શરૂ કરી દે છે. વેલેન્ટાઇન વીક 7 ફેબ્રુઆરીથી શરૂ થાય છે. આ સપ્તાહ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 14 ફેબ્રુઆરી સુધી ચાલશે. 7 ફેબ્રુઆરી રોઝ ડે તરીકે ઉજવવામાં આવે છે, 8 ફેબ્રુઆરીને પ્રપોઝ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રેમી યુગલો તેમના પાર્ટનરને પ્રપોઝ કરે છે. તે જ રીતે 9 ફેબ્રુઆરીને ચોકલેટ ડે, 10 ફેબ્રુઆરીને ટેડી ડે, 11 ફેબ્રુઆરીએ પ્રોમિસ ડે, 12 ફેબ્રુઆરીને હગ ડે, 13 ફેબ્રુઆરીને કિસ ડે તરીકે અને લાસ્ટમાં 14 ફેબ્રુઆરીના દિવસે કપલ વેલેન્ટાઇન ડે તરીકે ઉજવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર